Business

એરટેલે 5G હરાજીમાં મારી બાજી : 20 વર્ષ માટે 43,084 કરોડમાં સ્પેક્ટ્રમ તેના નામે કર્યું

દિલ્હી : ભારતીય એરટેલ (Airtel ) સાથે 5G સ્પેક્ટ્રમના (Spectrum) આગમન સાથે તે દેશમાં ઇન્ટરનેટ બ્રોડબેન્ડ(Broadband) સુવિધાનો સૌથી મોટો હક્કદાતા (Right Holder) બની ગયો છે, જેના દ્વારા તે દેશમાં 5G ક્રાંતિની (Revolution) શરૂઆત ધમાકેદાર રીતે કરી છે. ઉપરાંત તેની સ્થાપના પણ સારી રીતે કરી છે.

એરટેલે પણ સ્પેક્ટ્રમના નેટવર્કની કરી હતી જાહેરાત
દેશમાં 5Gના નેટવર્કને લઇને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી.દરેક લોકો 5Gના ફાસ્ટર નેટવર્કને લઈને અને સ્પેક્ટ્રમને લઇને રાહ ઘણી આતુરતા પૂર્વક જોઈ રહ્યા હતા.હાલમાં ભારતમાં દુરસંચાર પ્રદાન કરનારી પ્રમુખ ભારતીય એરટેલે હવે એ જાહેરાત કરી છે કે તે ભારતમાં 5G ક્રાંતિનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. ટેલિકોમ કંપનીએ જણાવ્યું હતું કે એરટેલે 19867.8 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ ધરાવતા આ 5G નેટવર્કમાં 900 MHz, 1800 MHz, 2100 MHz, 3300 MHz અને 26 GHz ફ્રીક્વન્સીઝના મેગાબેન્ડ્સનું સમગ્ર ભારતમાં ફૂટપ્રિન્ટ મેળવી લીધું છે. એરટેલે આગામી 20 વર્ષ માટે 5G નેટવર્કિંગને હસ્તગત કરીને તેની પકડ બનાવી લીધી છે.

ભારત સરકારે તાજેતરમાં સ્પેક્ટ્રમની હરાજી પ્રક્રિયા શરૂ કરી
આ પહેલા ભારતી એરટેલ મુખ્યત્વે મિડ-બેન્ડ સ્પેક્ટ્રમમાં નેટવર્કને મજબૂત કરવામાં સફળ રહી છે. ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ, ભારત સરકારે તાજેતરમાં સ્પેક્ટ્રમની હરાજી પ્રક્રિયા શરૂ કરી તે રીતે, એરટેલે લગભગ રૂ. 43,084 કરોડમાં ખરીદીને આટલું મોટું 5G સ્પેક્ટ્રમ જીત્યું છે. એરટેલના આ સ્પેક્ટ્રમને ખરીદીને, તેની પાસે હવે 900 MHz, 1800 MHz, 2100 MHz, 3300 MHz 3.5 GHz અને 26 GHz બેન્ડમાં 19,867.8 MHz સુધીનું સ્પેક્ટ્રમ છે.
5G સ્પેક્ટ્રમના આગમન સાથે, તમારા જીવનમાં આ પરિવર્તન આવશે

સારી ગુણવત્તામાં મૂવીઝ અને વેબ સિરીઝ જોઈ શકાશે
5G નેટવર્ક પર, તમે બફરિંગ વિના ખૂબ જ આરામથી ઉચ્ચ ગુણવત્તામાં ફિલ્મો અને વેબસિરીઝ જોઈ શકો છો. તમે 720P-1080P થી આગળ જઈને 4K પર પણ સ્ટ્રીમિંગનો આનંદ માણી શકો છો. 5G વડે તમે હાઈ સ્પીડ અને ઓછી વિલંબતાનો લાભ લઈ શકો છો, જે હાઈ ડેફિનેશન, લાઈવ ટીવી સ્ટ્રીમિંગ અને વિડિયોઝને કોઈપણ વિઘ્ન વિના જોવાનું સરળ બનાવશે.

વર્ક ફ્રોમ હોમમાંની પદ્ધતિ પણ સરળ બનશે
કોરોના કાળથી ઘણી કંપનીઓ હાઇબ્રિડ મોડમાં કામ કરી રહી છે, જેના કારણે ઘણા કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે જેમને ઝડપી ઇન્ટરનેટની જરૂર છે જેથી તેઓ સરળતાથી તેમનું કામ કરી શકે. ઓફિસ મીટિંગ, કોન્ફરન્સ કોલ અને ફાઇલ સબમિશન. આવી સ્થિતિમાં, 5Gના આગમન સાથે, તમારા ઘરેથી કામને ખૂબ પ્રોત્સાહન મળશે અને તમે બફરિંગ વિના ખૂબ જ ઝડપથી કામ કરી શકશો.

ઓનલાઈન અને ક્લાઉડ ગેમિંગ માટેની તક
આજના સમયમાં લોકો લાઈવ સ્ટ્રીમિંગ ગેમિંગના ખૂબ જ શોખીન છે પરંતુ 4G સ્પેક્ટ્રમ પર તે શક્ય નથી, કારણ કે તે એકદમ ધીમું છે. તેથી, 5G ના આગમન સાથે, તમે ક્લાઉડ ગેમિંગની સાથે સાથે ઑનલાઇન ગેમિંગનો પણ વધુ ઝડપથી આનંદ માણી શકો છો.

સ્માર્ટ સિટીનું સપનું પણ સાકાર થશે
5Gના આગમનથી ડિજિટાઇઝેશનને ખૂબ જ ઝડપથી વેગ મળતો થઇ જશે. આ સાથે ઓનલાઈન કામ જેમ કે ટિકિટ બુકિંગથી લઈને તમારા ઓનલાઈન બેન્કિંગ ટ્રાન્ઝેક્શન પણ આંગળીના ટેરવે જ થોડી મિનિટોમાં થઈ જશે. ઉપરાંત, તમારે કેબ માટે કલાકો સુધી રાહ જોવાની જરૂર નહિ રહે. 5G ની ઝડપી કનેક્ટિવિટી સાથે તે તમારી પાસે ખૂબ જ સરળતાથી આવશે.

Most Popular

To Top