Top News

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર: (Gandhinagar) મુખ્ય મંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) એ જણાવ્યું છે કે ગુજરાતમાં મ્યુકોરમાયરોસિસ ના રોગને મહામારી ઘોષિત કરવા માં આવી છે. મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ રોગચાળા અંગે વિશદ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ વિશદ ચર્ચાઓ દરમ્યાન એમ પણ જણાવવામાં આવ્યું કે એપીડેમિક ડીસીઝ એક્ટ 1857 અન્વયે આ રોગ ને મહામારી (Epidemic) જાહેર કરવામાં આવે છે. આ સંદર્ભમાં હવે આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સ્ક્રીનીંગ ડાયગનોસિસ અને ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ આઇ સી એમ આર દ્વારા આ રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઈડ લાઇન્સ નું પાલન કરવાનું રહેશે. આ રોગ ના શંકાસ્પદ તેમજ કનફ્રમ કેસોની વિગતો ભારત સરકાર ને સમયાંતરે મોકલવાની રહેશે.

કોરોનાની સારવારમાં અને તેની બાદ ભારતમાં મ્યુકોરમાઈકોસિસ (Mucormycosis) અથવા બ્લેક ફફંગસના કેસો વધી રહ્યા છે. આ ચેપ એટલો ગંભીર છે કે દર્દીઓને બચાવવા માટે તેમની આંખો પણ નીકાળવી પડે છે. મ્યુકોમાઇકોસિસ અથવા બ્લેક ફંગસના ઘણા પ્રકારો છે અને હવે સરકારે આ માટે કેટલાક સૂચના પણ જાહેર કરી છે. તેવા સમયે આવો જાણીએ આ પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઇએ.

કોર કમિટીની બેઠકમાં ચર્ચાઓ દરમ્યાન જણાવવામાં આવ્યું કે એપીડેમિક ડીસીઝ એક્ટ 1857 અન્વયે આ રોગને મહામારી જાહેર કરવામાં આવેલો છે. આ સંદર્ભમાં હવે આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સ્ક્રિનિંગ ડાયગનોસિસ અને ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ ICMR દ્વારા આ રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઈડ લાઇન્સનું પાલન કરવાનું રહેશે. 

રાજ્યના શહેરોની સાથે ગામડા સુધી ધીમે ધીમે મ્યુકરમાકોસિસ ફેલાઈ રહ્યો છે, જેના કારણે આ રોગની દવાઓ ની ગુજરાતમાં અછત શરૂ થઈ ગઈ છે. દિલ્હીની સરકારે આ રોગની દવાઓને જાહેર બજારમાં વેચવા પર કડક પ્રતિબંધ મૂકી દીધો છે અને માત્ર જરૂરતમંદ દર્દીને હોસ્પિટલમાંથી સીધી આપવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરતમાં પણ આ રોગ માટે આરોગ્ય વિભાગ દ્વારા બે દિવસમાં 1 લાખ ઇંજેક્શન ફાળવવામાં આવશે.

To Top