National

10 રાજ્યોના જિલ્લાધિકારીઓ સાથે બેઠક: વાયરસના બદલાતા સ્વભાવની સાથે આપણે પણ બદલાતા રહેવું પડશે- PM MODI

નવી દિલ્હી: (New Delhi) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi_ ફરી એક વખત મુખ્યમંત્રી અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ (Senior administrative officers) સાથે દેશભરની કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. પીએમ મોદીએ કહ્યું કે ગામોને મહત્તમ ધ્યાન આપવાની જરૂર છે. કોઈ પણ સંજોગોમાં, ગામોને ચેપથી બચાવવું પડશે. આ વાયરસ સતત તેમના સ્વભાવમાં પરિવર્તન લાવે છે, રોગચાળાને પહોંચી વળવા માટે આપણે પણ સતત બદલાતા રહેવું પડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોરોના વાયરસ સંક્રમણ પર કાબૂ મેળવવા માટે કોવિડ-19 મેનેજમેન્ટને લઈને 10 રાજ્યોના 54 જિલ્લાના જિલ્લાધિકારીઓ સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું કે વહીવટની હાજરીથી ગામલોકોનું (Villagers) મનોબળ વધ્યું છે. લોકોની અંદર હિંમત આવી છે. ઘણી સામાજિક સંસ્થાઓ પણ સામે આવી રહી છે. આ સમય દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટની જવાબદારી ઓર વધી જાય છે. પીએમ મોદીએ પોતાના સંદેશમાં કહ્યું કે દેશમાં સક્રિય કેસ ઓછા થયા છે, પરંતુ ચિંતા ઓછી થઈ નથી. જિલ્લાઓની (Districts) સામે અનેક પડકારો છે, તેથી તેના ઉકેલો પણ એજ પ્રમાણેના હોવા જોઈએ. જિલ્લાધિકારીઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે કોરોનાકાળમાં નવા પડકારોને પહોંચી વળવા માટે નવા સમાધાનની જરૂરિયાત છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જિલ્લાધિકારીઓને કહ્યું કે ફિલ્ડમાં કરાયેલા તમારા કાર્યોથી, તમારા અનુભવોથી અને ફીડબેકથી જ પ્રેક્ટિકલ અને ઈફેક્ટિવ પોલીસી બનાવવામાં મદદ મળે છે. રસીકરણ રણનીતિમાં પણ દરેક સ્તર પર રાજ્યો અને અનેક સ્ટેકહોલ્ડરોથી મળનારા સૂચનોને સામેલ કરીને આગળ વધારવામાં આવી રહ્યા છે. 

પીએમ મોદીએ કહ્યું કે એક ખૂબજ મહત્વની વાત એ પણ છે કે રસીનો પૂરેપૂરો ઉપયોગ થવો જોઈએ. રસીનો બગાડ થવો જોઈએ નહીં. એક પણ રસી વેડફાય તેનો અર્થ એ છે કે કોઈ એક જીવનને જરૂરી સુરક્ષા કવચ આપવાથી આપણે ચૂકી ગયા. આથી રસીના વેસ્ટેજને રોકવો ખુબ જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું કે જીવન બચાવવાની સાથે સાથે આપણી પ્રાથમિકતા જીવનને સરળ બનાવી રાખવાની પણ છે. ગરીબો માટે મફત રાશનની સુવિધા હોય, બીજા જરૂરી સપ્લાય હોય, કાળાબજારી પર રોક હોય, આ બધુ આ લડતને જીતવા માટે પણ જરૂરી છે અને આગળ વધવા માટે પણ જરૂરી છે. 

જણાવી દઈએ કે આ બેઠકમાં 10 રાજ્યોના મુખ્ય પ્રધાન અને તે રાજ્યોના 54 ડીએમ પણ હાજર રહ્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પહેલીવાર પીએમ મોદીની ઉચ્ચ-સ્તરીય બેઠકમાં ભાગ લીધો હતો. કોરોનાની બીજી લહેરમાં પીએમ મોદીએ બોલાવેલી કોઈ પણ બેઠકમાં મમતા બેનર્જી હાજર ન હતા પરંતુ આ બેઠકમાં તેઓ હાજર રહ્યા હતા.

Most Popular

To Top