Surat Main

સુરત પોલીસ બની ડિજીટલ: સ્વાઈપ કાર્ડથી દંડ ઉઘરાવશે, પોલીસ માટે કોવિડ એપ પણ શરૂ કરાઈ

સુરત: (Surat) સુરત પોલીસે ટ્રાફિક દંડને (Traffic Fine) લઈને નવી પહેલ કરી છે. હવે જો કોઈની પાસે રોકડા રુપિયા ન હોય તો પોલીસ (Police) તેઓને કેશ લેસની સુવિધા પણ આપશે. વાહન ટ્રાફિક દંડ હવે કેશ લેસ થશે. સુરત પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક પોલીસને મશીનો આપી શરૂઆત કરવામાં આવી છે. લોકો હવે બેંકના કાર્ડથી દંડ ભરી શકશે અને ઓનલાઈન રસીદ મળશે. પોલીસ દ્વારા હવેથી ઓનલાઈન અને કાર્ડથી દંડ ઉધરાવવામાં આવશે. આ માટે સુરત શહેર ટ્રાફિક પોલીસને 50 જેટલા સ્વાઈપ કાર્ડ મશીન (Swipe card machine) ફાળવવામાં આવ્યા છે.

અત્યાર સુધી સુરત શહેર ટ્રાફિક પોલીસ મેન્યુઅલી એટલે કે હાથેથી રસીદ ફાડીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકોને મેમો આપતી નજરે પડતી હતી. પરંતુ હવે ટ્રાફિક પોલીસ પૈસા વસુલવા માટે ડિજિટલ પદ્ધતિ અપનાવશે. ટ્રાફિક પોલીસને 50 જેટલા સ્વાઈપ કાર્ડ મશીન ફાળવવામાં આવ્યા છે. જેથી ટ્રાફિક પોલીસ ડિજિટલ બની કેશલેસ દંડ ઊઘરાવતી નજરે ચડશે. પોલીસ દ્વારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા પણ દંડ વસુલવામાં આવશે.

સુરત શહેરનાં ટ્રાફિક પોલીસ પણ હવે ડિજિટલ બની ગઈ છે. ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડની વસૂલાત ડિજિટલી પણ કરવામાં આવશે. સુરત પોલીસે ટ્રાફિક પોલીસને 50 જેટલા સ્વાઈપ કાર્ડ મશીન આપવામાં આવ્યા છે. જેમાં ડેબીડ કે ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરી લોકો દંડ ભરી શકશે. આ ઉપરાંત શહેરીજનો માટે ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ દંડની જોગવાઈ કેટલી છે તેની માહિતી આપતા કાર્ડ વહેંચવામાં આવ્યા છે. જેથી હવે સુરતીઓ ટ્રાફિકના નિયમનો ભંગ કરશે ગજવામાં રુપિયા નથી તેમ કહી છટકી નહીં શકે કારણકે દંડ ઉઘરાવવા માટે ટ્રાફિક જવાનો સ્વાઈપ મશીન લઈને ઉભા રહેશે.

પોલીસ કર્મચારીઓ માટે સુરત પોલીસની કોવિડ એપ

આ ઉપરાંત સુરત પોલીસે હાલના કોરોનાવાયરસના સમયમાં પોલીસ કર્મચારીઓની સમસ્યાનું નિવારણ કરવા અને કોવિડ અંગેના તેઓના પ્રશ્નોનોનું સમાધાન કરવા માટે એક કોવિડ એપ તૈયાર કરી છે. આ અંગે સુરત શહેર પોલીસ કમિશનર એ.કે.તોમરે જણાવ્યું કે જો કોઈપણ કર્મચારીને કોરોના અંગે જે કોઈ શંકા હોય કે કોઈ લક્ષણ હોય તો તે એપની મદદથી પોતાનો આખો ડેટા તેમાં નાંખી શકશે અને ડોક્ટર્સ સાથે ટેલિફોનિક પરામર્શ કરી શકશે. આ અંગે પોલીસે ડોક્ટર્સની ટીમ પણ તૈયાર કરી છે. જેમાં સાઈક્યાટ્રીક્સ, યોગા એક્સપર્ટ, ફિઝિશ્યન, ટર્મેનોલોજીસ્ટ છે. આમ સુરત શહેરના પોલીસ કર્મચારીઓ માટે આ એપનું ગુરુવારે શુભારંભ કરાયું હતું.

Most Popular

To Top