SURAT

ખેડૂતોનો રોષ જાણી ગયેલી સરકારે સબસિડીના ભાવ વધારતા ખાતરના ભાવ ઘટ્યા

surat : તાજેતરમાં ફર્ટિલાઇઝર ( compost) ) ઉત્પાદક કંપનીઓને સરકારે ખેડૂતો ( farmers) ને આપવા પાત્ર સબસીડી ( subsidy) અટકાવતા ગુજરાતની સરકારી અને સહકારી ફર્ટિલાઇઝર કંપનીઓએ ખાતરના ભાવોમાં ગુણી દીઠ 700 રૂપિયા સુધી વધારો થયો હતો. ખાતરમાં 46 થી58 ટકા સુધીના ભાવ વધારાને લઈ ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (સીએઆઈ)ના ગુજરાત રિજિયન બોર્ડ ઓફ ડિરેક્ટર જયેશ એન.પટેલ (દેલાડ) એ કેન્દ્રના કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને ફર્ટિલાઇઝર મંત્રી મનસુખ માંડવીયાને ખાતર ઉત્પાદક કંપનીઓને સબસિડીની રકમ પાસઓન કરવા માંગ કરી હતી.

સીએઆઈ સહિતના ખેડૂત સંગઠનોએ ખાતરના નવા ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. તેને પગલે ગુજરાતમાં ગુજકોમાસોલના પ્રમુખ દિલીપ સંઘાણીએ સહકારી મંડળીઓને નવા ભાવે ખાતરની ખરીદી નહીં કરવા આદેશ આપ્યો હતો તેને લીધે કેન્દ્ર સરકારે ખેડુતો માટે ખાતરની સબસિડી વધારવાનો લીધો મહત્વનો નિર્ણય લીધો છે.ડીએપી ખાતર પર સબસિડીમાં 140% વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતોને હવે 1200 રુપિયે એક થેલી મળશે, નવો ભાવ વધારો અસર નહી કરે ખેડુતોને 2400 રૂપિયાને બદલે 1200 રૂપિયામાં ડીએપીની એક બેગ મળશે સરકારે આ સબસિડી પાછળ રૂ. 14,775 કરોડ ખર્ચ કરશે.કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર જયેશ દેલાડે જણાવ્યું હતું કે સરકારે ખાતર પર સબસીડી વધારી તે નિર્ણય સમયસરનો આવકાર્ય છે.

ખાતર પરની સબસીડી 500 ને બદલે 1200 કરવામાં આવી છે.ડીએપી 2400ની મૂળ કિંમતમાં હવે 1200 ની સબસીડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેને લીધે 1200 રૂપિયામાં જ જૂના ભાવે ખાતર મળશે. સબસીડી વધતા હવે જુના ભાવની નજીક જ ખાતર મળી શકશે. ડીએપીમાં 140 ટકા સબસીડી વધારી ભાવો જુના ભાવની નજીક લાવવામાં આવ્યા છે. પુરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા અને દિલીપ સંઘાણીએ ખેડૂત સંગઠનોની માંગણી વ્યાજબી હોવાની રજુઆત સ્વીકારી કેન્દ્રમાં વડાપ્રધાન સુધી વાત પહોંચાડી હતી.

Most Popular

To Top