મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત સાથે રાજ્યમાં ફરી એકવાર મહાયુતિની સરકાર બનવા જઈ...
પીએમ મોદીએ મહારાષ્ટ્રની જીતને વિકાસ અને સુશાસનની જીત ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા X...
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો માટે મત ગણતરી ચાલુ છે. અહીં ભાજપની આગેવાની હેઠળની...
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના વલણો અનુસાર હેમંત સોરેનની જેએમએમ ફરી સત્તામાં આવશે તે નિશ્ચિત છે....
મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. મહાયુતિ ગઠબંધન 200થી વધુ...
તમાકુની ખળીના માલિકને બંધુક બતાવી બંધક બનાવી ચાર લાખ રોકડા લઇ ગયાં મધરાતે ખળીનો ઝાંપો કુદી ચાર જેટલાં અજાણ્યા લૂંટારૂઓ અંદર પ્રવેશ્યા...
પીએમ મોદીએ મહારાષ્ટ્રની જીતને વિકાસ અને સુશાસનની જીત ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા X પર લખ્યું – એક થઈને આપણે વધુ ઊંચાઈ...
શહેરના અનઅધિકૃત દબાણો હટાવાયા શહેરમાં પૂર્વ નગર સેવકના પુત્રની હત્યા બાદ વડોદરા મહાનગરપાલિકાનું દબાણ શાખા તંત્ર હવે એક્શનમોડ માશહેરના અનેક વિસ્તારમાં ગેરકાયદેસર...
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો માટે મત ગણતરી ચાલુ છે. અહીં ભાજપની આગેવાની હેઠળની ગઠબંધન મહાયુતિ સત્તા જાળવી રાખવામાં સફળ દેખાઈ રહી...
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના વલણો અનુસાર હેમંત સોરેનની જેએમએમ ફરી સત્તામાં આવશે તે નિશ્ચિત છે. 81 બેઠકો પર મતગણતરી દરમિયાન વલણો અનુસાર JMM...
મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. મહાયુતિ ગઠબંધન 200થી વધુ સીટો પર આગળ છે. રાજ્યમાં ભાજપના ગઠબંધનની સરકાર...
સુરતઃ છેલ્લાં કેટલાંક સમયમાં શહેરમાં રાત્રિના સમયે બહાર ચા પીવા જવાનો ક્રેઝ વધ્યો છે. વરાછામાં રહેતા આધેડ પણ મિત્ર સાથે શુક્રવારની રાત્રે...
પર્થઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થઈ હતી. આજે આ મેચનો બીજો દિવસ...
બેંગલુરુઃ કર્ણાટકમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને તેના સહયોગી જનતા દળ (સેક્યુલર)ને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીએ રાજ્યની સંદુર અને શિગગાંવ...
બિહારમાં NDA ગઠબંધન માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યની 4 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં એનડીએના ઉમેદવારોએ તમામ બેઠકો જીતી લીધી છે....
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સાથે 15 રાજ્યોની 46 વિધાનસભા અને 2 લોકસભા બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. પ્રિયંકા ગાંધી વાયનાડ લોકસભાથી...
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે અને ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર જૂથ) અને શિવસેના (એકનાથ શિંદે)...
સુરત: સુરતના નવા રેલવે સ્ટેશન (મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ)ને તૈયાર કરવાની ચાલી રહેલી કામગીરીમાં છેલ્લાં 4 મહિનાથી બંધ પ્લેટફોર્મ નંબર 4ને હવે ખોલવાનો...
સુરત: શહેરના ઉધના સિટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતા નોકરે અગમ્ય કારણોસર આગ ચાંપી છાપી નાસી છૂટ્યો હતો. આગને કારણે...
ડાયાબિટીસના દર્દીઓની ચકાસણી અને ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ માટે રિસર્ચ, ટ્રેનીંગ અને લર્નિંગની સુવિધા ચાંગા: ચાંગા સ્થિત ચારુસેટ યુનીવર્સીટીમાં અશોક અને રીટા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ...
સુરત: કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળની આયુષ્માન યોજના તથા ગુજરાત સરકાર હસ્તકની અમૃતમ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે...
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના ચૂંટણીના પ્રારંભિક ટ્રેન્ડમાં NDAને ત્રણ-ચતુર્થાંશ એટલે કે બમ્પર બહુમતી મળી છે. 288 પૈકી 222 બેઠકો પર NDA આગળ છે...
પર્થઃ પર્થનું ઓપ્ટસ સ્ટેડિયમ ઝડપી બોલરો માટે સ્વર્ગ સાબિત થયું છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં અત્યાર સુધીમાં પડેલી તમામ 20 વિકેટ...
લગ્ન- પાર્ટી કોઇના પણ હોય, ડ્રેસના નવા ટ્રેન્ડ પર તો બધાંની જ નજર પડે છે. જો તમારું ધ્યાન ગયું હોય તો આજકાલ...
ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર જ્યારે જ્યારે હુમલો કરવામાં આવે ત્યારે તેનો અર્થ એવો થાય છે કે આ હુમલો ભારતના વડા...
એક યુવાનને ભણી લીધા બાદ બહુ જ સરસ નોકરી મળી. ઘરમાં બધાં જ ખુશ ખુશ થઈ ગયાં. યુવાન આવ્યો. સાંજે પાર્ટીનો માહોલ...
વિશ્વમાં જો કોઈ સમસ્યા ધીરેધીરે વકરી રહી હોય અને આગળ જઈને માનવજાત માટે મોટું જોખમ બને તેમ હોય તો તે પ્રદૂષણ છે....
આખા વિશ્વમાં રાજકારણ એટલી નીચલી કક્ષાએ પહોંચી ગયું છે કે, વાત ના પૂછો. અમેરિકામાં હમણાં જ ચૂંટણી થઇ અને એમાં ડોનાલ્ડ ટ્રમ્પ...
ભારતીય તત્ત્વચિંતકોએ શિક્ષણની વ્યાખ્યા તેમનાં, જ્ઞાન સમજ અને અનુભવને આધારે જુદી જુદી આપી છે અને તેને શિક્ષણજગતે સર્વમાન્ય ગણીને સ્વીકારી છે. સ્વામી...
જાહેર સમારંભમાં અનાજનો બગાડ થતો વારંવા૨ નજરે પડે છે. અથવા આપણે એટલા જ બેદરકાર છીએ, એમ કહીએ તો ખોટું નથી. પોતાના પૈસે...
ઇરાકમાં બસરા શહેરમાં જન્મેલી રાબિયા ઇમ્લામની પહેલી સુફી સંત હતી. તેનો જન્મ 717ની સાલમાં થયો હતો. અરેબિક ભાષામાં રાબિયાનો અર્થ ‘વસંત’ થાય...
નાનપણથી એક પ્લેયીંગ કાર્ડ જોતા આવેલા. વર્ષો જતાં ક્રમશ: સરકારી કાર્ડની ભરમાર શરૂ થઇ. રેશન કાર્ડ, પાન કાર્ડ, ઇલેકશન કાર્ડ, આધાર કાર્ડ,...
દિન પ્રતિદિન રસ્તા, માર્ગ, હાઇવે પર વાહનોનો ટ્રાફિક વધતો જાય છે. ટ્રાફિક જામ થતાં વાહનોની લાંબી લાઇનોલાગે છે. આ બધી કાયમી સમસ્યા...
દાહોદ : દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં માસ્ટર માઈન્ડ રામકુમાર સેવકરામ પંજાબી (રામુ પંજાબી) અને કુત્બુદ્દીન નુરૂદ્દીન રાવત બંન્નેને દાહોદ પોલીસ અધિક્ષક...
બંદિશ શાહના વિરોધ બાદ કમાટી બાગના પુલનું કામ મુલતવી રખાયું દર અઠવાડિયે શહેરના વિકાસના કામો અંગે મળતી વડોદરા મહાનગરપાલિકા ની સ્થાઈ સમિતિ...
પેટલાદના દંતેલી ગામમાં બંધુકની અણીએ રૂ.4 લાખની લૂંટ
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- આ વિકાસ અને સુશાસનની જીત
વડોદરા: પાલિકાની દબાણ શાખા ટીમની લાલ આંખ યથાવત…
ઈન્સ્ટા પર 56 લાખ ફોલોઅર્સ પણ ચૂંટણીમાં મળ્યા માત્ર 146 વોટ, બિગ બોસના કન્ટેન્સ્ટની ભૂંડી હાર
ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર નિશ્ચિત, 56 બેઠકો પર આગળ; પત્ની કલ્પના પણ ચૂંટણી જીત્યા
મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધન સરકાર બનશે, ત્રણેય પક્ષો સાથે મળીને કરશે CM નો નિર્ણય
વરાછામાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર, રોડ પર પટકાતા બાઈક ચાલકનું મોત
યશસ્વી-રાહુલની શાનદાર બેટિંગ, ભારત મજબૂત સ્થિતિમાં, લીડ 200ને પાર
ઝારખંડ બાદ ભાજપ+ ને આ રાજ્યમાં પણ મોટો ફટકો, કોંગ્રેસે તમામ બેઠકો જીતી લીધી
બિહાર પેટાચૂંટણીઃ તમામ 4 બેઠકો પર NDAની જીત, CM નીતિશના ઘરે NDAના નેતાઓની બેઠક
દક્ષિણ ભારતે ફરી ગાંધી પરિવારને સમર્થન આપ્યું, પ્રિયંકા વાયનાડમાં 4 લાખ મતોની લીડ સાથે જીત તરફ
મહારાષ્ટ્રમાં CMની ખુરશી માટે રેસ શરૂ, છપાયા પોસ્ટર
સુરત રેલવે સ્ટેશન પર 4 મહિનાથી બંધ પ્લેટફોર્મ 4 ખુલ્યું પણ આ બે પ્લેટફોર્મ 98 દિવસ માટે બંધ કરાયા
સુરતની વિચિત્ર ઘટનાઃ શેઠે પગાર નહીં આપતા નોકરે આખી ફેક્ટરી સળગાવી દીધી!
ગુજરાતમાં સૌપ્રથમ ચારુસેટમાં અદ્યતન ડાયાબિટીક ઓટોલેબનો આરંભ…
હાર્ટ બાદ કેન્સરની સારવારમાં હોસ્પિટલોનું મોટું સ્કેમઃ RTIમાં મોટો ખુલાસો
ઝારખંડમાં INDIA, મહારાષ્ટ્રમાં NDAને બહુમતીઃ સંજય રાઉતે કહ્યું, કુછ તો ગરબડ હૈ…
પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો 104 રન પર સફાયો, ભારતને 46 રનની લીડ
જવેલ્ડ હેરસ્ટાઇલિંગ
અદાણીના કેસમાં ભાજપ ઉપરાંત વિપક્ષોનો ભ્રષ્ટ ચહેરો જનતાની સામે આવી ગયો છે
ખુશી આજે જ છે
માત્ર દિલ્હી જ નહીં આખા દેશમાં પ્રદૂષણનો મુદ્દો માનવજાત સામે મોટો ખતરો છે
ક્રીપ્ટોકરન્સી સ્કેમ : રાજકારણમાં આરોપ બીલો ધી બેલ્ટ
શિક્ષણના આદર્શો અને આજના શિક્ષણની વાસ્તવિકતા..!
અનાજનો બગાડ
રાબિયા: મિડલ ઇસ્ટની મીરાં
વન નેશન વન કાર્ડ
એમ્બ્યુલન્સની, ગંભીરતા સમજો
દાહોદ: બિન ખેતી કૌભાંડના આરોપીઓના પોસ્ટર સમગ્ર શહેરમાં લગાવાયા
વડોદરા:મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક નહિ ચાલવા દેવાની સભ્યોની ચીમકી
તમાકુની ખળીના માલિકને બંધુક બતાવી બંધક બનાવી ચાર લાખ રોકડા લઇ ગયાં
મધરાતે ખળીનો ઝાંપો કુદી ચાર જેટલાં અજાણ્યા લૂંટારૂઓ અંદર પ્રવેશ્યા હતા
(પ્રતિનિધિ) પેટલાદ તા.23
પેટલાદના દંતેલી ગામમાં મધરાતે ત્રાટકેલા લુંટારૂઓએ તમાકુની ખળીને નિશાન બનાવી હતી. ખળીનો ઝાંપો કુદી અંદર ઘુસ્યા બાદ લૂંટારૂઓએ ખળીના માલિકને બંદુકની અણીએ બંધક બનાવ્યા હતા. બાદમાં ખળીના માલિકને ઈલેક્ટ્રીક વાયરથી બાંધી લૂંટ ચલાવી હતી. ચાર જેટલા લૂંટારાઓએ ખળીમાં પ્રવેશી માલિકના મકાનની અંદરથી ચાર લાખ જેટલી રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ સનસની લૂંટના પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે હાલ પોલીસ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.
પેટલાદ તાલુકાના છેવાડે દંતેલી ગામ આવેલું છે. આ નાનકડા ગામથી વડદલા તરફ જવાના રસ્તે રમેશભાઈ ડાહ્યાભાઈ પટેલની તમાકુની ખળી આવેલી છે. જેઓ તમાકુની લે-વેચનો વેપાર કરે છે. આ ખળીમાં જ તેઓનું મકાન આવેલું છે. જ્યાં તેઓ વર્ષોથી વસવાટ કરે છે. રમેશભાઈનો પરિવાર ગામમાં રહે છે, જ્યારે માત્ર રમેશભાઈ આ ઘરમાં રહે છે. તેઓ નિત્ય ક્રમ મુજબ રાત્રે સૂઈ ગયા હતા. પરંતુ મધરાતે તેઓની ખળીનો ઝાંપો કુદી ચાર અજાણ્યા લૂંટારૂઓ અંદર પ્રવેશ્યા હતા. બાદમાં ઘરનો દરવાજો ખોલી અંદર જઈ ચાર જેટલા લૂંટારૂઓએ રમેશભાઈને ઘેરી લીધા હતા. એક લૂંટારૂએ રમેશભાઈને બંદૂક બતાવી બંધક બનાવ્યા હતા. જ્યારે બીજા લૂંટારૂઓએ રમેશભાઈને ઈલેક્ટ્રીક વાયરથી બાંધી દીધા હતા.
આ ઉપરાંત ઘરમાં રાખેલા રૂપિયા ચાર લાખ રોકડ જેટલી માતબર રકમ લઈ લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. લૂંટારૂઓ ભાગી ગયા બાદ ડરી ગયેલા રમેશભાઈએ બૂમાબૂમ કરતા થોડે દૂર સૂતેલા મજૂરો ઉઠીને આવ્યા હતા. આ સમગ્ર બનાવની જાણ પરિવારના અન્ય સભ્યોને કરતા સૌ કોઈ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. વહેલી સવારે રમેશભાઈએ પેટલાદ રૂરલ પોલીસ મથકને જાણ કરી હતી. જેથી ગ્રામ્ય પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ટીમ સહિતનો પોલીસ કાફલો દંતેલી પહોંચ્યો હતો. તેઓએ સમગ્ર બનાવની જાણ ઉચ્ચ અધિકારીઓને કરતા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. તેઓએ ખળીના માલિક રમેશભાઈની ફરિયાદના આધારે લૂંટની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે આ લખાય છે ત્યાં સુધી હજી પોલીસ દફતરે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર ઘટનાને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હાલમાં દંતેલી લૂંટની ઘટના અંગે પેટલાદ નાયબ પોલીસ અધિક્ષક કુંબાવતે જણાવ્યું હતું કે, લૂંટારૂઓને વહેલી તકે ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ લૂંટનો ભેદ ઉકેલવા જુદી જુદી ચાર ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે.