Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) તૌકતે વાવાઝોડાએ (Cyclone) સમ્રગ દ‌ક્ષિણ ગુજરાતમાં વિનાશ સર્જતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની (South Gujarat Electricity Company) ટીમે સતત દોડતા રહેવાનો વારો આવ્યો હતો. સમ્રગ દ‌િક્ષણ ગુજરાતના આશરે એક હજાર જેટલા ગામોમાં વીજપુરવઠો ખોટકાયો હતો, જો કે વીજ કંપનીના કર્મચારીઓએ યુધ્ધના ધોરણે વરસતા વરસાદ અને વાવાઝોડા વચ્ચે કામગીરી કરી ૬૦૭ ગામમાં ગણતરીનાં કલાકોમાં વીજપુરવઠો કાર્યરત કરી દીધો હતો. વાવાઝોડાને પગલે વીજ કંપનીના ૭૦૦ ફીડર, ૯૦૦ જેટલા ઇલેકટ્રીક પોલ, ૧૦ ટ્રાન્સફોર્મરને નુકશાન થયું હતુ. વીજ કંંપનીમાં સૌથી વધુ નુકશાન ભરૂચ સર્કલમાં જોવા મળ્યું હતુ, જેમાં ખાસ કરીને દહેજ અને જંબુસરમાં ભારે પવન સાથે વરસાદ વરસતો હોવાથી વીજ કંપનીનાં કર્મચારીઓને પણ વીજપુરવઠો પુનઃકાર્યરત કરવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

સતત બે દિવસ સુધી ખૌફનાક માહોલ ઉભો કરનાર તાઉટે વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાતમાં વીજ કંપનીના ઉપકરણોને મોટુ નુકશાન થયંુ છે. જો કે આ સ્થિતિ વચ્ચે પણ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ૮૦૦૦ જેટલા કર્મચારીઓએ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવવાની સાથે વરસતા વરસાદ અને વાવાઝોડા વચ્ચે અનેક ઠેકાણે વીજ પુરવઠો કાર્યરત કર્યો હતો. ડીજીવીસીએલના અંતરંગ વતુર્ળોના જણાવ્યુનસાર સતત બે દિવસમાં સમગ્ર દ‌િક્ષણ ગુજરાતમાં ૯૯૬ જેટલા ગામમાં અંંધારપટ છવાઇ ગયો હતો. ફરિયાદ મળતા વેંત જ વીજ કંપનીની ટીમે ૬૦૭ ગામમાં ગણતરીના કલાકોમાં વીજપુરવઠો કાર્યરત કર્યો હતો તેવી જ રીતે અન્ય ગામમાં પણ ખોટકાયેલા ફીડરો, અને ટ્રાન્સફોર્મરને કાર્યરત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. અંત્યત મહત્વનું જોવા જઇએ તો વાવાઝોડાના કારણે ૭૦૦ ફીડર, ૯૦૦૦ જેટલા ઇલેકટ્રીક પોલને મોટુ નુકશાન થયું છે જેથી ફીડરને રિપેરીગ કરવા અને તુટી પડેલા પોલ અને વાયરોને ઉભા કરવાનો મોટો પડકાર વીજ કંપનીના કર્મચારીઓ સામે ઉભો થયો હતો. જો કે વીજ કંપનીનાં કર્મચારીઓએ જીવનાં જોખમે રાઉન્ડ ધ કલોક ફરજ નિભાવી રહ્યા છે.

આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમ.ડી યોગેશ ચૌધરીએ જણાવ્યુ હતુ કે વાવાઝોડાને પગલે સુરત ગ્રામ્ય, સુરત સીટી સર્કલ, અને વલસાડ સર્કલમાં કરતા પણ સૌથી વધુ નુકશાન ભરૂચ સર્કલમાં થયુ હતુ. જેમાં ખાસ કરીને દહેજ અને જંબુસરમાં ૮૫૦ જેટલા ગામો અસરગ્રસ્ત બન્યા હોય, અને ત્યાં સતત ભારે પવન અને વરસાદ વરસી રહ્યો હોવાથી વીજપુરવઠો પુનઃકાર્યરત કરવામાં થોડી સમસ્યા સર્જાઇ રહી છે. પણ વલસાડ, નવસારી સર્કલના કર્મચારીઓને ભરૂચ મોકલી યુધ્ધના ધોરણે વીજ પુરવઠો કાર્યરત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને સંભ‍વત આગામી ગણતરીના કલાકોમાં વીજપુરવઠો પુનઃકાર્યરત કરી દેવામાં આવશે. દ‌િક્ષણ ગુજરાતમાં વીજ કંપનીને થયેલ નુકશાન અને સાંજની સ્થિતિ

  • અસરગ્રસ્ત ગામોની સંખ્યા- ૯૯૬
  • ફીડરને નુકશાન- ૭૦૦
  • ફીડર પુનઃકાર્યરત- ૫૨૦
  • વીજ પોલને નુકશાન- ૯૦૦
  • પુનઃકાર્યરત- ૪૮૦
  • ટ્રાન્સફોર્મર ખોટકાયા- ૧૦
  • પુનઃ કાર્યરત-૧

કોવિડ-૧૯ની હોસ્પિટલમાં વીજપુરવઠો કાર્યરત રાખવામાં વીજ કંપની સફળ

વાવાઝોડાની અસરને પગલે કોરાનાની સારવાર લઇ રહેલા દર્દીઓને કોઇ મુશ્કેલી નહીં પડે તે માટે વીજ કંપની દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી હતી. જેમાં ભરૂચ, નવસારી, બારડોલી, વલસાડ, ધરમપુર સહિતના ‌ગ્રામ્ય વિસ્તારોમાં ગણતરીના એક-બે કલાકને બાદ કરતા વધારે સમય સુધી વીજ પુરવઠો ખોટકાયો હોય તેવું બન્યંુ ન હતુ.

અસરગ્રસ્ત ગામડાઓ ની સંખ્યા: 996, વીજ પુનઃ સ્થાપિત ગામડાઓ ની સંખ્યા: 607

  • સુરત ગ્રામ્ય સર્કલ:
    અસરગ્રસ્ત: 32
    વીજ પુનઃ સ્થાપિત: 32
  • સુરત સીટી સર્કલ:
    અસરગ્રસ્ત: 83
    વીજ પુનઃ સ્થાપિત: 53
  • ભરૂચ સર્કલ:
    અસરગ્રસ્ત: 850
    વીજ પુનઃ સ્થાપિત: 500
  • વલસાડ સર્કલ:
    અસરગ્રસ્ત: 31
    વીજ પુનઃ સ્થાપિત: 22
To Top