Vadodara

સુરસાગર તળાવમાંથી પાણીના સેમ્પલ લેવાયા

વડોદરા : વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવનું કરોડોના ખર્ચે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતું.જોકે એક મહિનામાં ચારથી પાંચ વખત સુરસાગર તળાવ માંથી અસંખ્ય મરેલી માછલીઓ તેમજ કાચબાઓના મોત થયા હતા.જ્યારે વીતેલા બે દિવસમાં આશરે આઠસો કિલો ઉપરાંત મૃત માછલીઓ બહાર કાઢવામાં આવી હતી.ત્યારે મોડેમોડે જાગેલા કોર્પોરેશન તંત્ર દ્વારા તળાવમાંથી અલગ અલગ જગ્યા ઉપરથી પાણીના સેમ્પલ લઈ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.જેના રિપોર્ટ બાદ જ જળચરજીવોના મોત થવા પાછળનું સાચું કારણ જાણી શકાશે.

વડોદરા શહેરના ઐતિહાસિક સુરસાગર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત બાદ આખરે તંત્રએ આળસ મરોડી છે.મોડે મોડે તળાવમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તળાવમાં પાંચ જુદીજુદી જગ્યા પરથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે.આ સેમ્પલ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે.જેનો રિપોર્ટ ત્રણચાર દિવસ બાદ આવશે.અને ત્યારબાદ જ માછલીઓના મોતનું સાચું તથ્ય ઉજાગર થશે.વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં માછલીઓના થતા મોત મામલે તળાવમાં બંધિયાર પાણીમાં ઓક્સિજન પ્રમાણ ચાર સુધી મેન્ટેઈન કરવા માટેની એરિએશનની કામગીરી કરવામાં આવતી હોય છે.

જેનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં એરિએશન બંધ કરવામાં આવતા ઓક્સિજનના અભાવે અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા છે.સુરસાગર તળાવમાં માછલીઓના મોત થવાનો સિલસિલો યથાવત જ છે.તંત્રની ઉદાસીનતાને કારણે હજારો માછલીઓના મોત નિપજ્યા છે.ગુજરાત ઈકોલોજીકલ બાયોટેકને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.ત્યારે જવાબદાર અધિકારી ધર્મેશ રાણાએ મીડિયા કર્મીને આપેલા એક નિવેદનમાં પણ આ મામલે સ્વીકાર્યું છે કે એરિએશન પ્લાન્ટ બંધ છે.પ્લાન્ટ કાર્યરત કરવા કોન્ટ્રાકટ રીન્યુ કરવાની કામગીરી ચાલુ છે.પરંતુ જ્યાં સુધી સમગ્ર પ્રક્રિયા સંપન્ન નથી થતી તો શું ? ત્યાં સુધી જળચર જીવોના મોતનો સિલસિલો યથાવત રહેશે તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે.

એરિએશન 15 તારીખ સુધી ચાલુ જ રાખેલ છે
એરિએશનની જે કામગીરી છે.તે જે તે વખતે ફ્યુચર એસ્ટિક ડિપાર્ટમેન્ટએ સંભાળી હતી અને તેઓએ કમિશનરની મંજૂરી લઈ આ ડિપાર્ટમેન્ટને સોંપેલ હતું.પર્ટિક્યુલર એરિએશનનું એના હેઠળ અને એક વર્ષનો ઇજારો કરેલ હતો.જે એક વર્ષનો ઈજારો 30 એપ્રિલથી પૂર્ણ થયો છે.ત્યાર પછી નવીન કાર્યવાહી કરવા હાથ પર ધરેલ હતું.કંઈક મંજૂરી હેઠળ પ્રક્રિયા છે. એટલે ત્રીસ જૂનથી પૂર્ણ થયો છે. ત્યારપછી તેઓએ એરિએશન 15 તારીખ સુધી ચાલુ જ રાખેલ છે.હાલ છેલ્લા એક અઠવાડિયાથી તેઓને એપ્રુવલ નહીં આવતા સ્ટોપ કર્યું છે.અને એક્સ્ટેંશન કરવાની દરખાસ્ત અમે કરેલી છે.જેને મંજૂરીની પ્રક્રિયા આવ્યે તરત જ ઓર્ડર આપી આગળની કાર્યવાહી ચાલુ કરી દેવાશે.

ધર્મેશ રાણા, મિકેનિકલ ડિપાર્ટમેન્ટ ફરીવાર સાફ-સફાઈ થાય એ દિશામાં પાલિકા કામ કરશે
સુરસાગરમાં ફરીવાર એરેટર, ફુવારા શરૂ કરવા માટે જે કોન્ટ્રાક્ટ હતો તેને એક્સ્ટેંન કરવાની કામગીરી અને ફરીવાર ટેન્ડર કરીને મંગાવાની કામગીરી અમે હાથે લઈ લીધી છે અને એની સાથે અમે એનું જૈવિક પદ્ધતિથી જે પ્રમાણે લાલબાગ તળાવમાં એક સારું રિઝલ્ટ આપણને મળ્યું છે. એ પ્રમાણે જૈવિક પદ્ધતિથી પણ આની ફરી એકવાર સાફ સફાઈ થાય એ દિશાની અંદર અમે કામ કરવાના છે જે પ્રમાણે એનો કોન્ટ્રાક્ટ પૂરો થયો છે.જેને અમે દર વર્ષે કોન્ટ્રાક્ટ આપીએ છે એ કોન્ટ્રાક્ટ પૂરો થયો છે એનો ટેન્ડર પ્રોસેસ થઈ ગયો છે.ત્યાં સુધી જ્યારે ટેન્ડર પ્રોસેસ પૂરો ન થાય ત્યાં સુધી અમે એને એક્સ્ટેન કરવાની કામગીરી કરી રહ્યા છે. – કેયુર રોકડીયા, મેયર

કામને લંબાવવાની કે ટેન્ડરને ફરીથી બોલાવવાની તસ્દી લીધી ન હતી
કોર્પોરેશને ગુજરાત ઈકો-માઈક્રોબાયલ ટેકનોલોજીને વાયુમિશ્રણ માટે વાર્ષિક કોન્ટ્રાક્ટ આપ્યો છે અને રૂ.14.43 લાખ ખર્ચ કરાયો છે. અમે ડિસોલ્વડ ઓક્સિજન મા૫વા ગયા ત્યારે ઇજારદારે તાત્કાલીક આવી એરિએશન પ્લાન્ટ ચાલુ કર્યો. આ ટેન્ડર લંબાવવાનુ શકય હતુ તો આજદિન સુઘી એરિએશન પ્લાન્ટ લાખો માછલીઓ મરી ગઈ ત્યાં સુઘી પ્લાન્ટ ચાલુ નહી કર્યો અને માછલીઓ મરી ગઇ તેના માટે જવાબદાર કોણ? – વિપક્ષી નેતા

ઓક્સિજન મશીન શરૂ નહીં કરાય તો સુરસાગરની બહાર જ આંદોલન કરાશે
સુરસાગરમાં જે હજારોની સંખ્યામાં માછલીઓ મરી ગઈ છે.તેના કારણે સુરસાગરનો આજુબાજુનો વિસ્તાર પ્રદૂષિત થઈ ગયો છે. વાતાવરણ દુર્ગંધમય બની ગયું છે. લોકોના આરોગ્ય સાથે જીવલેણ ચેડાં થયા છે. ત્યારે પાલિકાના જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેના માટે આવેદનઆપ્યું છે અને વહેલી તકે ઓક્સિજન પ્લાન્ટ ચાલુ નહીં કરાય તો સુરસાગર ખાતે આંદોલન અમે ચાલુ કરીશું. – સામાજીક કાર્યકર

Most Popular

To Top