Gujarat

દ્વારકાના દરિયામાં 400 ટન વજન ધરાવતું જહાજ ડૂબ્યું, તમામનો આબાદ બચાવ

દ્વારકા: દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દરિયામાં જહાજ ડૂબવાની ઘટના સામે આવી છે. આ જહાજ દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરથી પોરબંદર જવા નીકળ્યું હતું. જે દરમિયાન દરિયામાં ડૂબી ગયું હતું. આ જહાજનું નામ ગોષે જીલાની છે. જે 400 ટન વજન ધરાવે છે. ઘટનાની જાણ થતા જ કોસ્ટગાર્ડની ટીમ મદદે આવી પહોંચી હતી અને ડૂબતા જહાજમાંથી ક્રૂ સહીતના 6 લોકોને બચાવી લીધા હતા. જહાજ ડૂબવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

Most Popular

To Top