Entertainment

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ: પ્રથમ ગુજરાતી અભિનેત્રીએ હોલીવુડના સ્ટાર્સ સાથે રેડ કાર્પેટ પર વોક કર્યું

નવી દિલ્હી: પ્રથમ ગુજરાતી (Gujarati) અભિનેત્રી (Actress) કોમલ ઠક્કર (Komal Thakkr) ફ્રાન્સના કાન્સ ફિલ્મોત્સવમાં (Cannes Film Festival) પહોંચી છે. જેમાં અભિનેત્રીએ હોલિવુડના (Hollywood) દિગ્ગજ સ્ટાર્સ સાથે રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કર સાડી પહેરીને સૌ કોઈને આકર્ષયા હતા. કચ્છના ગાંધીધામની અને ગુજરાતી સાથે માય ફાધર ઇકબાલ જેવી બોલિવૂડ હિન્દી ફિલ્મમાં લીડ રોલ કરનારી અભિનેત્રી ફ્રાન્સના કાન્સ ફેસ્ટિવલમાં પહોંચી હતી. હોલિવુડના દિગ્ગજ કલાકરો સાથે રેડ કાર્પેટ પર વોક કરી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

ફ્રાન્સમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે જેમાં દેશ-વિદેશના અનેક દિગ્ગજ કલાકારો પોતાનો જલવો બતાવી રહ્યા છે. ત્યારે આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ઈતિહાસમાં સૌ પ્રથમ વાર ગુજરાતી અભિનેત્રી રેડ કોર્પેટ પર સાડી સાથે જોવા મળી હતી. ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરે રેડ કોર્પેટ પર સાડી પહેરી વોક કર્યુ હતું. ફ્રાંસના કાન્સ ફિલ્મોત્સવમાં નામાંકિત જાહેર થયા બાદ અનેક મોટા ડિઝાઈનરો દ્વારા તેમને વિવિધ ડ્રેસ ડિઝાઇન કરી આપવાની ઓફર કરી હતી, પરંતુ કોમલ ઠક્કરે ગુજરાતી સાડી પહેરી રેડ કાર્પેટ પર વોક કરવાનું પસંદ કર્યું હતું. સાડી પહેરીને વોક કર્યું હોવાથી આ ગુજરાતી અભેનેત્રીએ કલાકારોનું પણ ધ્યાન આકર્ષિત કર્યું હતું.

કોમલ ઠક્કર કાન્સમાં રેડ કાર્પેટ પર ચાલનારી પ્રથમ ઢોલીવુડ અભિનેત્રી બની
કોમલ ઠક્કરે કાન્સ ફેસ્ટિવલને લઈને ઉત્સાહભેર જણાવ્યું હતું કે ખૂબ જ ખુશી થઈ રહી છે. મેં કાન્સ ફિલ્મોત્સવમાં રેડ કોર્પેટ પર વોક કર્યું છે, જેને લઈ હું ગર્વ અનુભવું છું. મને સપોર્ટ કરવા બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. કચ્છ ગાંધીધામના એક વ્યાપારી હંસરાજ પ્રેમજી ઠક્કર અને માતા હંસાબેન હંસરાજ ઠક્કરની પુત્રી કોમલ ઠક્કર ગુજરાતી ફિલ્મ સહિત બોલીવુડ ફિલ્મમાં પણ જોવા મળી છે. આ ઉપરાંત કોમલે તેના તમામ ફેન્સનો હંમેશા તેને સપોર્ટ કરવા બદલ આભાર માન્યો હતો.

ફ્રાન્સમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Cannes film festival) ચાલી રહ્યું છે. આ ફેસ્ટમાં ઘણી અભિનેત્રીઓ પોતાનો જાદૂ વિખેરી રહી છે. ભારત (India) માટે આ વખતનું કાન્સ ફેસ્ટિવલ ખૂબ જ મહત્વનું રહ્યુ છે. ભારતને કન્ટ્રી ઓફ ઓનરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યુ હતુ. તેમજ સમગ્ર ફેસ્ટિવલમાં ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ ઝલક જોવા મળી રહી છે. આ દરમિયાન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર શુક્રવારે એક ચોંકાવનારી ઘટના બની હતી.

Most Popular

To Top