Vadodara

પાલિકાએ બે દિવસમાં ૭૦થી વધુ રખડતાં ઢોર પકડ્યા

વડોદરા : પાલિકાના અણઆવડત ના લીધે શહેરીજનોને રખડતા ઢોરનો સામનો કરવો પડે છે. કોઈને આંખ કે શરીર પર ગંભીર ઈજોઓ થતી હોય છે. આમ શહેરમાં રોજ ને રોજ કોઈ રખડતા ઢોરની માટે અકસ્માતનો બનાવો બનતો હોય છે. હવે પાલિકા દ્વારા ૮ ટીમો બનાવી દિવસમાં ૩ ભાગમાં કામગીરી કરશે. આખા વડોદરા શહેરમાં પાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવામાં આવશે. સુતેલી પાલિકા તંત્ર હવે અઠવાડિયા માં બનેલ ૪ બનાવ બાદ પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરની પાછળ પડ્યા છે. જે પાલિકા ઉઘતી હતી તે હવે જાગી ગઈ છે.

પાલિકા દ્વારા આખા શહેરમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ ખુબ જોરથી ચાલી રહી છે. જેથી રસ્તે રખડતા ઢોરની સાથે પશુ પાલક હોવો જોઈએ જેથી અકસ્માતના બનાવ બને નહી. પશુ પાલક પણ પોતાના ઢોર પોતાની પ્રીમાઈસીસમાજ રાખે જેથી કોઈ વાહન ચાલકને હાલકીનો સામનો કરવો પડે નહિ. દબાણ શાખા દ્વારા રોજ ૭ થી ૮ રસ્તે રખડતા ઢોર પકડવામાં આવતા હતા તે હવે બે દિવસમાં ૭૦ થી વધુ રસ્તે રખડતા ઢોર પકડવામાં આવ્યા છે. આમ પાલિકા દ્વારા રસ્તે રખડતા ઢોર મુદ્દે એકશનમાં આવી છે. જેથી અકસ્માતના બનાવો ન બને અને શહેરીજનો ને હાલાકીનો સામનો કરવો પડે નહિ.

પશુપાલક ઢોર પોતાની પ્રીમાઈસીસમાં જ રાખે
પશુપાલક પોતાના ઢોર પોતના પ્રીમાઈસીસમાં જ રાખે. કદાચ ઢોરને પગફેરો કરવા બહાર લાવું પડે તો પશુ પાલક તેમની જોડે જ રહે જેથી અકસ્માતની સમસ્યાથી નિવારણ મળે. તદુપરાંત રોડ પર ન લાવતા ખુલ્લા ખેતરમાં કે પ્લોટમાં લઇ જઈ શકે છે. જેથી રોડ પર વાહન ચાલક અટવાય નહિ અને અકસ્માત ન થાય . પાલિકા દ્વારા ૮ ટીમો બનાવવામાં આવી છે. જે દિવસમાં ત્રણ ભાગમાં આખા શહેરમાં કામગીરી કરશે. પહેલા રોજ એવરેજ ૭ થી ૮ ઢોરો પકડતા હતા જેની જગ્યાએ હવે છેલ્લા બે દિવસની અંદર ૭૦ વધુ ઢોર રસ્તે રખડતા પકડ્યા છે.
કેયુર રોકડીયા, મેયર વડોદરા મહાનગર પાલિકા

Most Popular

To Top