Vadodara

રાત્રી બજારમાં મેયરના નિયમની ઐસી કી તૈસી : શેડ અને ખુરશીઓ ફરી ગોઠવાયાં

વડોદરા : વડોદરા શહેરના કારેલીબાગ રાત્રી બજારમાં મેયર અને દબાણ શાખાની ટીમ દ્વારા સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવી હતી. વેપારીઓમાં ફફડાટ ફેલાય ગયો હતો. દબાણ શાખાની ટીમ દ્વારા રાત્રી બજારમાં વેપારીઓ દ્વારા ગેરકાયદેસર દબાણો ઉભા કરવામાં આવ્યા હતા. જે દબાણ શાખા દ્વારા દુર કરવામાં આવ્યા હતા. જેથી વેપારીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી. મેયરે વેપારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં વધુ એક દિવસની મુદ્દત આપવામાં આવી હતી. પરંતુ આજે પરિસ્થિતિ જેવી છે તેવી જ જોવા મળી હતી. બુધવારે રાત્રી બજારના વેપારીઓ દ્વારા મેયરને મળવા પાલિકાની વડી કચેરીએ મળવા પહોંચ્યા હતા. જ્યાં મેયર કેયુર રોકડીયા સાથે બેઠક કરી હતી. તેમને ગેરકાયદેસર દબાણ દુર કરવા વધુ એક દિવસનો સમય આપ્યો હતો.

આમ મેયર દ્વારા વેપારીને સમજવામાં આવ્યા હતા. અને વેપારીઓ સમજી ગયા હતા. તેમને લાગશે તો યોગ્ય વધારો કરવામાં આવશે .પરંતુ મેયર કેયુર રોકડીયા સાથે બેઠક થઇ હતી અને વેપારીઓને સમજાવવામાં આવ્યા હતા છતાં પણ આજે અમુક વેપારીઓ દ્વારા જેસે થે તેવી સ્થિતિ જ છે. મેયરે નાની કોર્નર વાળી દુકાનને  ૮ ખુરશી અને વચ્ચે વાળી દુકાનને ૬ ખુરશી મુકવાની પરવાનગી આપવામાં આવી છે. જયારે મોટી કોર્નરવાળી દુકાનને ૧૨ ખુરશી અને વચ્ચે વાળી દુકાનને ૧૦ ખુરશી મુકવાનું કહ્યું હતું.

પરંતુ મેયર કેયુર રોકડીયાના નિયમની અમુક વેપારીઓ દ્વારા એસી કી તેસી વેપારીઓ દ્વારા કરાઇ છે. હાલ જે પરિસ્થિતિ પહેલા હતી તેજ સ્થિતિ હમણા પણ જોવા મળી હતી. ગુરુવારે સાંજે ૬ વાગે મેયરનું પણ માન વેપારીઓ દ્વારા રાખવામાં આવ્યું નથી અને પરસ્થિતિ જેવી હતી તેવી જ છે. આમ અમુક વેપારીઓ દ્વારા નિયમનું પાલન થયું છે. પરંતુ અમુક વેપારીઓ દ્વારા પોતાની મરજીથી જ ખુરશીઓ મુકવામાં આવી છે. મેયર જોડે થયેલ બેઠકનું કોઈ પણ જાતનું માં રાખવામાં આવ્યું નથી. હવે જોવું રહ્યું કે મેયર હવે આ વેપારીઓ પર કડક પગલા લેશે કે નહી.

અમુક વેપારીઓએ મરજી પ્રમાણે ખુરશીઓ મુકી
મેયરે જણાવ્યું હતું કે. નાની કોર્નર વાળી દુકાનને ૮ ખુરશી અને વચ્ચેવાળી દુકાનને ૬ ખુરશી મુકવાની પરવાનગી આપી છે. મોટી કોર્નર વાળી દુકાનને ૧૨ અને વચ્ચેવાળી દુકાનને ૧૦ ખુરશી મુકવાનું કહ્યું હતું. જેથી અમે મેયરનું માન રાખી ખુરશીઓ મૂકી હતી. પરંતુ અમુક વેપારીઓ દ્વારા પોતાની મરજી પ્રમાણે જ ખુરશીઓ મુકી હતી.- લલીતાબેન, દુકાનધારક

Most Popular

To Top