Gujarat

કોંગ્રેસે ગુજરાત ટાઈટન્સને શુભેચ્છા પાઠવવા લગાવેલા બેનરો એકાએક ઉતારી લીધા

અમદાવાદ: IPL 2022ની પ્રથમ ક્વોલિફાયર મેચ (Match) અમદાવાદ (Ahmadabad) ખાતે રમાશે. અમદાવાદ શહેરનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) આજે એટલ કે શુક્રવારે અને રવિવારે IPL 2022ની મેચ રમાવવા જઈ રહી છે. ત્યારે IPL મેચની સાથે સાથે રાજકીય રંગ જંગ છેડાય ગયો છે. ગુજરાતની ટીમને શુભેચ્છા પાઠવવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પોસ્ટર વૉર શરૂ થઈ ગયો છે. જેના કારણે કોંગ્રેસ પાર્ટી ફરી એકાવાર વિવાદોમાં આવી ગઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર કોંગ્રેસ પાર્ટી દ્વાર ગુજરાત ટાઈટન્સની ટીમને શુભેચ્છા પાઠવવા માટે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બદલે ‘સરદાર પટેલ સ્ટેડિયમ’ લખી દેતા વિવાદા શરૂ થઈ ગયો હતો. વિવાદ વધતા કોંગ્રેસ પાર્ટી દ્વારા બેનરો હટાવી લેવામાં આવ્યા હતા.

IPL 2022ની સૌથી લોકપ્રિય ટીમ અને ખાસ કરીને ગુજરાતનું નેતૃત્વ કરતી ટીમ ગુજરાત ટાઈટન્સને કોંગ્રેસ પાર્ટી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. આ માટે ગુજરાત કોંગ્રેસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર અભિનંદન પાઠવતા બેનરો શહેરોમાં લગાવવામાં આવ્યા હતા. પરંતુ પોસ્ટર્સમાં સરદાર પટેલ સ્ટેડિયમનો ઉલ્લેખ કરતા વિવાદ વકર્યો હતો. ગત વર્ષે અમદાવાદના સ્ટેડિયમનું નામ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસ દ્વારા બેનર પર સરદાર પટેલ સ્ટેડિયમના ઉલ્લેખ થતાં પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવ્યું હતું. તાત્કાલિક પોલીસ અને AMC દ્વારા રોડ પર લગાવેલા પોસ્ટરો ઉતારી લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેથી સમગ્ર રોડ પરથી કોંગ્રેસ પાર્ટી દ્વારા લગાવેલા બનેરો હટાવી લેવામાં આવ્યા છે.

કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા બેનરમાં ગુજરાત ટાઈટન્સના ટીમના કેપ્ટન હાર્દિક પટેલ સાથે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા, સુખરામ રાઠવાની તસવીરો સાથે શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 27 અને 29મી મેના રોજ આઈપીએલની (IPL) બે મેચ યોજાનાર છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ પણ ગુજરાતની (Gujarat) મુલાકાતે હોવાથી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. મેચને તથા વડાપ્રધાનના અન્ય કાર્યક્રમોને લઇને દસ હજારથી વધુ પોલીસકર્મીઓને (Police) સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે.

Most Popular

To Top