ગામને પાદરે એક દેવી પ્રગટ થયાં. રૂપ રૂપનો અંબાર.લાલ સાડી.પગથી માથા સુધી સોનાનાં ઘરેણાં.હાથમાંથી સતત ધનનો વરસાદ થતો હતો.ગામને પાદરેથી થોડે દૂર...
surat : શહેરના ડ્રીમ પ્રોજેક્ટ ( dream project) એવા મેટ્રો રેલ પ્રોજેક્ટ ( metro rail project) ના પ્રથમ ફેસ અંતર્ગત સરથાણાથી ડ્રીમ...
પર્યાવરણ અને તેને લગતા વિવિધ અભ્યાસ વિશ્વભરમાં સતત થતા રહેતા હોય છે. ખાસ કરીને વિકાસનાં કહેવાતાં કામ કરવાના આવે ત્યારે પર્યાવરણ પર...
કાર્તિક આર્યનને વિકી કૌશલ પછીનો મોસ્ટ પ્રોમિસીંગ સ્ટાર ગણવામાં આવતો હતો પણ અચાનક બે ફિલ્મમાંથી પડતા મુકાવાના કારણે તેની આ ઇમેજને ધકકો...
ગયા વરસે ગાલ્વાનની ઘટનાને હાથ ધરવામાં કરેલા છબરડા પછી અને ચીન સામે નાક કપાયા પછી આબરૂ બચાવવા કેન્દ્ર સરકારે (વડા પ્રધાને વાંચો)...
હવે વેબસિરીઝ પણ સ્ટાર્સ સર્જતી થઇ ગઇ છે. 2020-21નું વર્ષ આમ તો કોરોનાનું વર્ષ ગણાય જેમાં પોઝિટિવ શબ્દ ભય પમાડનારો બની ગયો...
જે ગુજરાતના સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસમાંથી દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્યા હતા તે ગુજરાતમાં છેલ્લા 36 વર્ષથી કોંગ્રેસની સરકાર નથી. આશ્ચર્ય...
કોરોનાએ દેશનાં દરેક ક્ષેત્રનાં માળખાં ધ્વસ્ત કરી નાંખ્યા છે. એ દરેક વ્યકિત કે જે ભવિષ્યની યોજના બનાવીને આગળ વધતી હતી તે બધાની...
પશ્ચિમ બંગાળ ( west bangal) વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભાજપના ધારાસભ્ય સુભેંદુ અધિકારીએ ( subhendru adhikari) બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( narendra...
ઉવર્શી રૌતેલા ફિલ્મની અભિનેત્રી છે કે વિડીયો શોઝની તે તારવવું મુશ્કેલ છે. તે અત્યાર સુધીમાં આઠ વિડીયો શોટ કરી ચુકી છે. તેની...
કેટલાંક અભિનેતાઓ એવા હોય છે જે પોતાની પ્રાદેશિક ઓળખ જાળવીને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. પરેશ રાવલ, નાના પાટેકર જ નહીં ધર્મેન્દ્ર,...
હવે બાબા રામદેવને ( baba ramdev) પણ કોરોના વાયરસની ( corona virus ) રસી ( vaccine) મળશે. બાબા રામદેવે દરેકને રસી અપાવવાની...
ફિલ્મજગતમાં હંમેશા એવા થોડા દિગ્દર્શક કામ કરતા હોય છે જેમને બજારમાં જે ફિલ્મો ચાલી રહી હોય અને જેને મનોરંજન માનતા હોય તેનાથી...
અમુક સ્ટાર્સના સંભવિત લગ્નની વાત એક વર્ષ, બે વર્ષ. ત્રણ વર્ષ ચાલ્યા જ કરે અને ત્યાર પછી ય જેની સાથે તેઓ પરણવાના...
કલર્સ ગુજરાતી ચેનલ ઉપર ટૂંક જ સમયમાં ફેમિલી ઓડિયન્સ માટે ડેલી સોપ ‘મનમેળાપ’ રજૂ થવાનો છે, આ ડેલી સોપમાં મૂળ ભરૂચ શહેરની...
કોલીવુડમાં પણ બે લોબી છે, જ્યાં કમલ હસન – ઇલિયારાજાને સપોર્ટ કરે છે, પણ ‘થલાઈવા’ રજનીકાંત મ્યુઝિક કમ્પોઝર ઇલિયારાજા સાથે કામ કરવાનું...
ઓ.ટી .ટી : Amazon રેટિંગ : 3/5 જોનર : ક્રાઈમ ડ્રામા ઈમોશનલ સીરીઝ (હિન્દી ડબિંગ ) એપિસોડ : 8 સમય અવધિ :...
શાહરુખ ખાન, દીપિકા પદુકોણ અભિનીત સુપરહિટ હિન્દી ફિલ્મો જેવી કે ઓમ શાંતિ ઓમ, અજય દેવગણ અભિનીત ગોલમાલ રિટર્ન્સ, ગોલમાલ 3, હાઉસફુલ 2...
દિલ અપના ઔર પ્રિત પરાઇ ફિલ્મ તમે જોઇ છે? ઘણાનો ઉત્તર ‘હા’ ને ઘણાનો ‘ના’ પણ હોય એમ પૂછીએ કે ‘અજીબ દાસ્તાં...
હિન્દી ફિલ્મસંગીતમાં બંગાળી સંગીતકારોએ આપેલું સંગીત એક ઊંડી અસર મુકનારું હોય છે. એવું કેમ છે એ જાણવા એ સંગીતકારોના સંગીતમાંથી પસાર થઇએ...
જાને કયા તુને કહી, જાને કયા મૈંને સુની,બાત કુછ બન હી ગઇજાને કયા તુને કહી, જાને કયા મૈંને સુની,બાત કુછ બની હી...
આણંદ : આણંદ શહેરના ગંગદેવનગર વિસ્તાર અસ્તિત્વમાં આવ્યો છે, ત્યારથી તેના પ્રત્યે પાલિકાનું ઓરમાયું વર્તન દાખવવામાં આવી રહ્યું છે. વિકાસ કામોમાં આડોડાઇ...
દાહોદ: હરિયાણા રાજ્યની એટીએમ ફ્રોડ કરતી ગેંગના મુખ્યસુત્રધારને રાજસ્થાનના સજ્જનગઢ ખાતેથી દાહોદ એલ.સી.બી.પોલીસે ઝડપી પાડી તેની પાસેથી એટીએમ, લેપટોપ, સ્કેનર મશીન, રીડર...
દાહોદ: દાહોદ શહેરમાં એક ૬૩ વર્ષીય નિવૃત વ્યક્તિને કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરી લોભામણી લાલચ આપી બેન્ક ખાતાનો ઓટીપી નંબર મેળવી કુલ...
દાહોદ: માર્ચ 2020 થી શરૂ થયેલ કોરોના કહેર પછી થી સંપૂર્ણ અને આંશિક લોકડાઉન માં અનેક લોકો અનેક મુશ્કેલીઓ નો સામનો કરી...
દાહોદ: દાહોદમાં પેટના અસહ્ય દર્દની પીડા ધરાવતા યુવકના પેટમાંથી 14 પથરી કઢાઈ હતી. એક વર્ષથી પેટમાં અસહ્ય દુઃખાવા અને પેશાબમાં મુશ્કેલીની ફરિયાદ...
વડોદરા: કોરોના મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા આશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ત્યાં આર્થિક લોકડાઉન માં છૂટછાટ મળતા બજારો ખુલતા નાગરિકો બજારોમાં...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકામાં ફાયર બ્રિગેડના જવાનો છેલ્લા 13 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં ઉચ્ચ પગાર ધોરણનો લાભ ન હતા તેઓ આજે...
વડોદરા પ્રેમ સંબંધ બાંધવા સમાજસેવિકાને હેરાન કરતા અને માર મારનાર માથાભારે દિલીપ કેરી અને તેના પુત્ર પ્રતિક કેરી સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં...
વડોદરા: વડોદરા શહેર નજીક આવેલા દુમાડ ગામના ખેતરમાં મગર આવી ગયો હોવાની જાણ થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બનાવની જાણ કરવામાં...
ગેરકાયદે રેતીખનનથી શુકલતીર્થમાં ચાર લોકોનાં મોત થતાં જવાબદાર સામે પગલાં લેવા CMને રજૂઆત
700 કિલો ડ્રગ્સ કેસમાં 8 ઇરાની માફિયાની એનસીબી અને એટીએસ દ્વારા પૂછપરછ
રાહુલ ગાંધી-PM મોદી-શાહના નિવેદનો પર ફરિયાદ બાબતે ચૂંટણી પંચે કોંગ્રેસ-ભાજપને નોટિસ મોકલી
ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારતમાં આવશે ટ્રોફી
રોહિત શર્મા બીજીવાર બન્યો પિતા, પત્ની રિતિકાએ દીકરાને આપ્યો જન્મ
પંજાબમાં રાજકીય હલચલ: સુખબીર સિંહ બાદલનું શિરોમણી અકાલી દળના અધ્યક્ષ પદેથી રાજીનામું
વડોદરા : માતેલા સાંઢની ગતિએ દોડતા ભારદારી વાહનો પર લગામ ક્યારે લાગશે ? ટ્રકના તોતિંગ પૈડાં ફરી વળતા યુવકનું મોત,ટ્રક ચાલક ફરાર
ચારુસેટ યુનિવર્સિટીએ ભારત બ્લોકચેઇન શૈક્ષણિક શ્રેષ્ઠતા એવોર્ડ પ્રાપ્ત કર્યો..
રણજીમાં નવો ઈતિહાસ રચાયો, હરિયાણાના બોલરે કેરળની 10 વિકેટ લીધી
આતંકવાદીઓ હવે પોતાના ઘરોમાં પણ સુરક્ષિત નથી- પાડોશી દેશનો ઉલ્લેખ કરતા બોલ્યા PM મોદી
PM મોદી નાઈજીરિયા સહિત 3 દેશોના પ્રવાસે: 17 વર્ષ પછી ભારતીય PM નાઈજીરિયાની મુલાકાત લેશે
રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: અયોધ્યામાં ભારે સુરક્ષા બંદોબસ્ત લદાયો
મણિપુરમાં જે 6 મહિલાઓનું અપહરણ થયું હતું તેમાંથી 3ની લાશ નદીમાં તરતી મળી
વડોદરા : અક્ષય પાત્ર સંસ્થાના કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ,જૂના કોન્ટ્રાકટના 200થી વધુ કર્મચારીઓને છૂટા કરી દેવાયા
મહારાષ્ટ્રમાં મતદાન જાગૃતિ માટે સુરતનાં વેપારીની અનોખી ઓફર, સાડી ભેંટમાં આપશે
એલપી સવાણી રોડ પર 120 બેડની નિર્મલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શરૂ
માઈક ટાયસન 20 વર્ષ બાદ બોક્સિંગ રિંગમાં ઉતર્યો, 30 વર્ષ નાના બોક્સર સામે ફાઈટ લડ્યો
ઝાંસીમાં ભયાનક દુર્ઘટનાઃ નર્સે માચીસ સળગાવી અને હોસ્પિટલમાં આગ ભડકી ઉઠી, 10 બાળકોના મોત
શું છે દોગલાપન, સલમાન ખાને બિગ બોસના સ્ટેજ પર અશ્નીર ગ્રોવરની હેકડી ઉતારી, જાણો શું કહ્યું…
મહારાષ્ટ્ર: વર્તમાનમાં તમામ રાજકીય લડાઈઓની જનની
વીએમસી એ ખોદેલા ખાડામાં બાઈક ચાલક પટકાયો, સ્થાનિકો દ્વારા રેસ્કયુ કરી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ માટે કિસાનો નહીં પણ ઉદ્યોગપતિઓ જવાબદાર છે
બદલાતા ભારતની બદલાતી તસવીર
ઔરંગઝેબ હજુ જીવે છે?
અંધકાર યુગ તરફ લઈ જતી ફેશન?
આઝાદી બાદની તમામ સરકારો માટે શરમજનક, દેશમાં 18 ટકા લોકોનો વાંચતા-લખતાં આવડતું નથી
ભગવાન માન્યા પણ શેતાન નીકળ્યા
વડોદરાની અંજના હોસ્પિટલનો વધુ એક વિડીયો વાયરલ
વડોદરા : સસ્પેન્ડેડ ઓફિસર ચીફ ફાયર ઓફિસર બનવાની દોડમાં વીએમસીની કચેરીમાં પ્રગટ થયા
સ્નેહ સંમેલન કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેશ પટેલના લવારા , મહિલાઓને ખોટી સીટ મળે છે
ગામને પાદરે એક દેવી પ્રગટ થયાં. રૂપ રૂપનો અંબાર.લાલ સાડી.પગથી માથા સુધી સોનાનાં ઘરેણાં.હાથમાંથી સતત ધનનો વરસાદ થતો હતો.ગામને પાદરેથી થોડે દૂર અંદર જંગલમાં એક શિવમંદિરમાં ચંદન ચઢાવવા જતા બ્રાહ્મણે તેમને જોયાં અને આભો બની ગયો.દેવીએ તેને કહ્યું, ‘ગોર મહારાજ, હું ધનની દેવી છું અને તમારા ગામના હરિભક્ત શેઠ સત્યપાલને ત્યાં જવા આવી છું પરંતુ હવે જો શેઠ મને તેડાવે અને નિમંત્રણ આપે તો જ હું તેમને ત્યાં જઈ શકું એટલે તમે મારું આ એક કામ કરો. શેઠને જઈને મારો આ સંદેશો આપો.’ બ્રાહ્મણ નમન કરી દોડ્યો શેઠ સત્યપાલની હવેલીએ અને જઈને વધામણી આપી, ‘શેઠજી, જલ્દી વાજા વગડાવો, તમારા ઘરે આવવા ગામને પાદરે ધનની દેવી પધાર્યાં છે.તેમણે સંદેશ કહેવડાવ્યો છે કે તમે ઘરે પધારવાનું નિમંત્રણ આપો એટલે તેઓ તમારે ત્યાં પધારે.’ શેઠ સત્યપાલ જ્ઞાની,સમજુ અને ધીરજવાન હતા. તેમણે બ્રાહ્મણને કહ્યું, ‘ગોર મહારાજ, તમે જ મારા તરફથી નિમંત્રણ લઈને દેવીને તેડવા જાઓ, પરંતુ નિમંત્રણ આપતાં પહેલાં તેમને પૂછજો કે તેઓ સુલક્ષ્મી છે કે કુલક્ષ્મી.જો તેઓ જવાબ આપે કે સુલક્ષ્મી તો નિમંત્રણ આપી આદર સાથે અહીં તેડી લાવજો અને જો તેઓ જવાબ આપે કુલક્ષ્મી તો નિમંત્રણ આપતા નહિ.’
બ્રાહ્મણ ગામના પાદરે ગયો.દેવી ત્યાં જ ઊભાં હતાં.બ્રાહ્મણે દેવીને પૂછ્યું, ‘દેવી, તમે સુલક્ષ્મી છો કે કુલક્ષ્મી? શેઠજીએ માત્ર સુલક્ષ્મી માટે જ નિમંત્રણ પાઠવ્યું છે.’ ધનની દેવીએ કહ્યું, ‘હું કુલક્ષ્મી છું. હું પાછી વળી જાઉં છું.’ દેવીના હાથમાંથી સતત વરસતા પૈસાના ઢગલા પર બ્રાહ્મણની નજર હતી. મનમાં લાલચ સાથે તેણે કહ્યું, ‘દેવી, હું નિમંત્રણ આપું છું. મારા ઘરે પધારો.’ કુલક્ષ્મીએ કહ્યું, ‘ના એ શક્ય નથી પરંતુ તેં મારો સંદેશ પહોંચાડવાનું કામ કર્યું છે એટલે તને આ જમીન પર પડેલા પૈસામાંથી જેટલા જોઈએ એટલા લઇ લે.’ બ્રાહ્મણ રાજી થઇ ગયો અને પોતાના થેલામાં અને ઝભ્ભાના ખિસ્સામાં પૈસા ભર્યા પછી પછેડીમાં પૈસાનું પોટલું બાંધ્યું અને જેવો ઊભો થવા જાય તે ઊભો થઈ શક્યો નહિ.પૈસાના ઢગલા સાથે ચોંટી ગયો.
કુલક્ષ્મી હસવા લાગ્યાં અને બોલ્યાં, ‘હું કુલક્ષ્મી છું. કોઈ મને પામીને ખુશ રહી શકતું નથી.હવે તારે જો આ મોહ્જાળથી છૂટવું હોય તો તારી પાસે જે હોય તે બધું આપી દે તો તું છૂટી શકીશ.કુલક્ષ્મી કોઈને કંઈ આપતી નથી, ઉલટું તમારી પાસે જે હોય તે પણ હું લઇ લઉં છું.’ બ્રાહ્મણ રડવા લાગ્યો, બોલ્યો, ‘દેવી હું તો ગરીબ બ્રાહ્મણ છું. લાલચ કરી બેઠો.મારી પાસે કંઈ નથી, માત્ર ચંદન છે, જે હું શિવજીને ચઢાવવા જઈ રહ્યો હતો.’ દેવીએ કહ્યું, ‘તો તે આપી દે ..તો જ તું મુક્ત થઇ શકીશ.’ બ્રાહ્મણે ચંદન મૂક્યું તે લઈને દેવી અદ્રશ્ય થઈ ગયાં. લાલચ કરવી નહિ અને કુલક્ષ્મી, અણહ્કની, વિના મહેનતની લક્ષ્મીનો સ્વીકાર કરવો નહિ.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.