આણંદ : આણંદ જિલ્લાના સંવેદનશીલ બોરસદ શહેરમાં શનિવારની મોડી રાત્રે બે જુથ વચ્ચે થયેલો ઝઘડો પથ્થરમારા સુધી પહોંચી ગયો હતો. આ મામલાને...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (MadhyaPradesh) સાગર પાસેના મઝગુવાન ગામમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક યુવકે તેની પિતરાઈ બહેનની ચિતા પર સૂઈને આપઘાત (Suicide)...
ભરૂચ : ભરૂચ (Bharuch) અને ખાસ કરીને દહેજ (Dahej) આત્મનિર્ભર ભારતમાં પોતાનું યોગદાન આર્થિક, ઔદ્યોગિક, કૃષિ વિકાસ હોય કે પછી સંરક્ષણ ક્ષેત્રે...
મુંબઈઃ પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસ(Sidhu Moose Wala Murder)માં મહારાષ્ટ્રના પુણે પોલીસ(Pune Police)ને મોટી સફળતા મળી છે. પુણે પોલીસના હાથે આ કેસમાં...
અમદાવાદ: કોંગ્રેસના(Congress) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને (Rahul Gandhi) નેશનલ હેરાલ્ડ કેસમાં ED સમક્ષ હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે. હાલમાં રાહુલ ગાંધીની...
રાજપીપળા: (RajPipla) નર્મદા (Narmada) જિલ્લાના જંગલ (Forest) વિસ્તારોમાં શનિવારે ધોધમાર વરસાદ (Heavy Rain Fall) પડ્યો હતો. પ્રથમ વરસાદમાં જ કણજી ગામ પાસે...
સુરત (Surat) : રાંદેર ઝોનના અડાજણ (Adajan) બસ ડેપો (Bus Depot) પાસેનો રોડ (Road) સારો જ હતો. આ રસ્તા પર કોઈ ખાડા...
નવી દિલ્હી(New Delhi): નિપુર શર્મા(Nupur Sharma) એ મુહમ્મદ પયગંબર(Prophet Muhammad) વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ સમગ્ર દેશમાં હિંસા ફાટી નીકળી હતી....
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને તમામ પાર્ટી (Party) ખૂબ સક્રિય બની રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી (AAP) પણ ગુજરાતમાં...
આણંદ : આણંદ જિલ્લામાં જમીનમાં રહેલા પોષક તત્વોની જાણકારી મેળવીને તેના આધારે ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરીને આર્થિક રીતે ઓછા ખર્ચે ફાયદાકારક ખેતી...
બારડોલી: ઉવા (Uva) ગામના કોળીવાડ ફળીયામાં રહેતા 20 વર્ષીય વિશાલ મુકેશ હળપતિએ નજીકના ગામની 15 વર્ષીય સગીરાને લગ્નની (Marriage) લાલચ આપી પ્રેમજાળમાં...
વડોદરા : ૧૮મી જુને જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં વિવિધ કાર્યક્રમ અંતર્ગત આવનાર હોવાથી કાર્યક્રમ સ્થળ પર આજરોજ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ...
આણંદ : `દેશના અર્થતંત્રને 5 ટ્રીલીયન સુધી પહોંચાડવા ગામડાંનો વિકાસ જરૂરી છે. આજે પણ દેશના 70 ટકા લોકો ગામડાંમાં રહે છે અને...
નવી દિલ્હી: ડોલર(Dollar) સામે રૂપિયા(Rupees)માં રેકોર્ડ ઘટાડો(decrease) નોંધાયો છે. પ્રથમ વખત ડોલર સામે રૂપિયો 78 રૂપિયાની નીચે ગયો છે. રૂપિયો 43 પૈસા...
દાહોદ : કઠલા, વડબારા, ઇટાવાના યુવકોની સંડોવણી કઠલાની યુવતીએ ડીજે સંચાલક પ્રેમી સાથે મળીને રચેલો કારસો ચાર માસ પહેલાં જ મેઘનગરના યુવક...
વડોદરા : અઠવાડીયા અગાઉ જે.પી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા રૂ.2.85 લાખની મત્તાના ચોરીના બનાવમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને કોયડો ઉકેલવામાં સફળતા મળી...
જંબુસર: જંબુસરના (Jambusar) નાડા (Nada) ગામે રહેતી પરિણીતા શુક્રવારે સાંજે 7 વાગ્યે ઘરે એકલી હતી. એ વેળા ગામનો સરપંચ જીતસંગ ગોરધનભાઈ દેસાઈ...
ભારતની દુ:ખતી નસ આઝાદ કાશ્મીર છે, તેમ ચીનની દુ:ખતી નસ તાઈવાન છે. તાઈવાન એક ટાપુ છે પણ તે ચીનની તદ્દન નજીક આવેલો...
સુરત(Surat) : 227 બિલિયન ડોલરની ઇન્ડિયન ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીના (Indian Technology Industry) સંગઠન નાસકોમ (Nascom) અને વિખ્યાત બોસ્ટન કન્સલ્ટન્ટ ગ્રુપ (BCG) દ્વારા કરવામાં...
હાલમાં પ્રા. શાળા, મા. શાળા વગેરે શિક્ષણ સંસ્થામાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. નાના મોટા બાળકોને માટે ખાસ વાચનોત્સવમાં વાર્તા વાચન, વાર્તા...
દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ વિવિધ કાર્યકમો સરકાર દ્વારા ઉજવવામાં આવી રહ્યા છે. સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પોંહચાડવા છતાં...
આજે સ્ત્રી સશકિતકરણની જેટલી વાતો થાય છે, એટલી કયારેય થઇ નથી. આપણે એવું માની લઇએ છીએ કે જે સ્ત્રી આર્થિક રીતે સ્વતંત્ર...
જી, હા. સાંપ્રતકાળના સત્તાધારી શાસકોને જાગતી આંખે સ્વપ્નો જોવાની જે ઘેલછા લાગી છે, એ કાળાંતરે અસહ્ય નહીં થઇ પડે એવી ‘ઉપરવાળા’ને પ્રાર્થના...
આઝાદી કાળથી કાશ્મીરની પ્રજા ભારતને એક યા બીજી રીતે કનડતી આવી છે. એ પ્રજાને ‘કાશ્મીર’ નામનો અલગ દેશ બનાવવો છે. એમને એમનો...
સમગ્ર મનુષ્યજીવ સતત શાંતિની ઝંખના સેવે છે. વિવિધ રાષ્ટ્રો દ્વારા શાંતિ અને સ્થિરતા સ્થાપવા ભગીરથ પ્રયાસો આચરવામાં આવે છે. શાંતિ પરિષદોનું આયોજન...
બેંગ્લોર(Bangalore):બોલિવૂડ(Bollywood) અને ડ્રગ્સ(Drugs)નો હંમેશાથી ગાઢ સંબંધ(Relation) રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના કેસ(Drugs Case)માં બોલિવૂડના ઘણા સેલેબ્સના નામ સામે આવી રહ્યા છે....
સાંજે હિતેન્દ્રભાઈના ઘરે સરપ્રાઈઝ પાર્ટી ઉજવાઇ. પ્રસંગ હતો હિતેન્દ્રભાઈની ષષ્ટિ પૂર્તિનો. આજે તેમણે 60 વર્ષ પૂરા થતા હતા. ઘરમાં જ કુટુંબીજનોએ સરસ...
હાલની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને હાલના સમીકરણો ભારત માટે પેચીદા છે. વર્તમાન નરેન્દ્ર મોદી સરકાર કે ભવિષ્યની કોઇપણ સરકાર માટે સમતુલા જાળવવાનું મુશ્કેલ...
વિશ્વના મોટા ભાગના દેશો ભારત સાથે સારા સંબંધો રાખવા ઈચ્છે છે. તાજેતરમાં જ ઇઝરાયેલ અને ઈરાન બંનેના વરિષ્ઠ મંત્રીઓએ થોડા દિવસોના અંતરે...
સુરત : (Surat) સુરતમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક આધેડ વયના દુકાનદારે 11 વર્ષની માસૂમ બાળકીની છેડતી કરી છે. આ મામલામાં...
હાલોલની રૂબામીન કંપનીમાં મોડી સાંજે ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી
કન્સ્ટ્રક્શન કે કબરસ્તાન? વડોદરામાં સલામતીના અભાવે શ્રમજીવીઓના મોતની હેટ્રિક
નાસિકમાં મોટો અકસ્માત: ઇનોવા કાર ખાઈમાં પડતાં 5 ના મોત, સપ્તશ્રૃંગી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
ભરૂચ SOG દ્વારા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,મેફેડ્રોન અને અફીણના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા
આજવા રોડ પર મકાન તોડવાની કામગીરીમાં શ્રમજીવી નવ ફૂટથી પટકાતા મોત,બાળક ઈજાગ્રસ્ત
ભોજપુરી સ્ટાર પવન સિંહને લોરેન્સ ગેંગની ધમકી: બિગ બોસમાં સલમાન સાથે સ્ટેજ શેર ન કરવાની ચેતવણી
ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું : ઠંડીનું જોર વધ્યું
જેલમાં બંધ આઝમ ખાન બીમાર પડ્યા, તેમણે તબીબી સારવાર લેવાનો ઇનકાર કર્યો
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની ધરપકડ: ફિલ્મ બનાવવાના નામે રાજસ્થાનના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી
ઇન્ડિગોની છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ્સ રદ, સરકારે પૂછ્યું તમારી સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
હવાઈમાં વિશ્વનો સૌથી ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, 400 મીટર ઉંચે લાવા અને રાખ નીકળતી દેખાઈ
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના સંબંધનો અંત આવ્યો, ક્રિકેટરે સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી
હાલોલ, કાલોલ અને વેજલપુર એસટી ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરાયા
લાલસરી શાળાના વિદ્યાર્થીઓએ કલા મહોત્સવમાં પોતાની સર્જનાત્મક પ્રતિભા બતાવી
પંચમહાલ કલેકટરને ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૪૦૦ વિદ્યાસહાયકોની ભરતી સત્વરે શરૂ કરવા આવેદન
વડોદરા : પ્રધાનમંત્રી આવાસના મકાન અપાવવાનું કહી ચાર લોકો પાસેથી ઠગ એજન્ટે રૂપિયા 1.78 લાખ પડાવ્યા
આશરાગામે દરિયામાં ભરતી આવતા શ્રમિકોની બોટ કિનારે ઊંઘી વળી
સંતરોડ-સંતરામપુર માર્ગ હવે બનશે ‘હાઈ-સ્પીડ કોરિડોર’, અંદાજિત 900 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી!
જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા હાલોલના બાપોટીયા ગામે ખાતે સ્વદેશી અપનાવો , સંસ્કૃતિ બચાવો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
શિનોર હોમગાર્ડ યુનિટ દ્વારા માર્ચ રેલી અને વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી
ભીટોડી ગામે હાઈવે પર બાઈક અકસ્માત — બેના મોત, એક ઘાયલ
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ગોવાના નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગતાં 25 લોકોના દર્દનાક મોત
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
આણંદ : આણંદ જિલ્લાના સંવેદનશીલ બોરસદ શહેરમાં શનિવારની મોડી રાત્રે બે જુથ વચ્ચે થયેલો ઝઘડો પથ્થરમારા સુધી પહોંચી ગયો હતો. આ મામલાને થાળે પાડવા પહોંચેલી પોલીસને પણ નિશાન બનાવતાં તાત્કાલિક 30 જેટલી રબરની ગોળી, ટીયર ગેસ છોડવામાં આવ્યાં હતાં. આ ધમાલમાં એક પોલીસ કર્મચારીને પણ કોઇએ છરી મારી દીધી હતી. જ્યારે પાંચ વ્યક્તિ ઘાયલ થયાં હતાં. આ બનાવના પગલે એસઆરપી સહિતના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યાં હતાં. આ ઘટના અંગે રવિવારની મોડી રાત સુધી ફરિયાદ નોંધાઈ નહતી.
બોરસદ શહેરના બ્રાહ્મણવાડા વિસ્તારમાં ભારે પથ્થરમારા થયો હતો. ઉશ્કેરાયેલી ભીડને કાબુમાં લેવા પોલીસને પરસેવો પડયો હતો. બોરસદ શહેર છેલ્લા છ મહિનાથી હવે સતત બે જૂથ વચ્ચેના ઝઘડાનું ઉદગમ સ્થાન બની રહ્યું છે. ચાર મહિના પહેલા પણ કોમી અથડામણની આગ હજુ શાંત થઈ નથી ત્યારે શનિવારે મોડીરાતે રસ્તા બાબતની બબાલને કારણે જૂથ અથડામણ થતાં નગરજનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે. બે જૂથો વચ્ચેની અથડામણમાં ભારે પથ્થરમારો થયો હતો. અસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ છુરા બાજીનો ખેલ થતો એક પોલીસ કર્મી સહિત પાંચ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. એકાએક થયેલા કોમી દાવાનળને બુજાવા માટે પોલીસને 50 જેટલા ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. આ ઉપરાંત એકત્ર થયેલી ભીડને ભગાવવા 30 જેટલી રબર ગોળીઓનું ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાભરની પોલીસની ગાડીઓ ખાતે ખડકી દેવામાં આવી હતી. જ્યારે બોરસદ શહેરની દુકાનો રવિવારે સદંતર બંધ રહી હતી અને શહેરમાં ભારે અજંપો જોવા મળ્યો હતો.
સૂત્રોના જણાવ્યાનુસાર, બોરસદ શહેરમાં બે એસઆરપી કંપનીનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત 14 જેટલા શકમંદોની અટકાયત પણ કરવામાં આવી છે. શનિવારની મોડી રાત્રિના બે કોમ વચ્ચે થયેલો પથ્થરમારો આશરે બે કલાક સુધી ચાલ્યો હતો. જ્યારે હનુમાનજી મંદિર પાસે સ્થાનિક નાગરીક પર ચપ્પાથી હુમલો થયો હતો. આ ઉપરાંત તોફાની તત્વો દ્વારા દેરાસર પાસે લગાવેલા સીસીટીવીને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું.

તોફાનો પૂર્વઆયોજીત કાવતરું હોવાની શંકા
બોરસદ શહેરના બ્રાહ્મણવાડામાં થયેલા પથ્થરમારો સતત બે કલાક સુધી ચાલ્યો હતો. આટલા બધા પથ્થરો તાત્કાલિક ક્યાંથી ભેગા થાય ? તે પ્રશ્ન ઉઠ્યો હતો. આથી, આ પથ્થરમારાનું આયોજન છેલ્લા બે દિવસથી જ ચાલતું હોવાની શંકા પોલીસ સેવી રહી છે. આ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.