Vadodara

મોદી@ આગમન ટાણે સભા મંડપના બેનર નીચે જ ઢોરોની મિટિંગ

વડોદરા : ૧૮મી જુને જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં વિવિધ કાર્યક્રમ અંતર્ગત આવનાર હોવાથી કાર્યક્રમ સ્થળ પર આજરોજ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ વિજય શાહ તથા વિવિધ વિભાગના અધિકારીઓએ મુલાકાત લીધી હતી અને અધિકારીઓને કામગીરી કેવી રીતે કરવી તે અંગે ચર્ચા વિચાર ના કરવામાં આવી હતી. એરપોર્ટ સર્કલ થી લેપ્રસી મેદાન સુધી કાચ જેવા ચોખ્ખા રોડ સફાઈ સેવકો દ્વારા કરવામાં આવ્યા તદુપરાંત રોડ રસ્તા વચ્ચે આવેલ ડિવાઈડર પર મોદીજીના સુસ્વાગતમ ના બેનરો પણ લાગવાના શરૂ થઇ ગયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮ જુને જયારે લેપ્રસી મેદાન ખાતે સભા સંબોધવાના છે ત્યારે રોડ રસ્તા વચ્ચે આવતા ડિવાઈડર પર ખાલી જગ્યા પર ઘાસની લોન મુકીને ગાર્ડન પાલિકા દ્વારા બનાવવામાં આવ્યું છે. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮ જુને વડોદરામાં વિવિધ કાર્યક્રમ અંતર્ગત આવનાર હોવાથી તેમના આગમનમાં કોઈ પણ ખામી ન રહે તે માટે પાલિકા તથા ભાજપના પદાધિકારીઓ ખડેપગે નિરીક્ષણ કરી રહ્યા છે. કાર્યક્રમ સ્થળ એટલે લેપ્રસી ગ્રાઉન્ડ પર પાંચ લાખથી વધુ લોકોની જનમેદની ઉમટવાની હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમના આગમનની પૂર્વ તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે.

લેપ્રસી મેદાનની ચારે બાજુ દીવાલ પર શ્રમિકો દ્વારા ઝુપડા બાંધીને રહેતા હતા તે લોકોને હટાવીને તે દીવાલ પર સ્વચ્છતાના સંદેશો લોકો સુધી પહોચે તે માટે પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. તથા દીવાલની આજુબાજુ પેવર બ્લોક નાખી ને રોડ સમતલ કરી દેવામાં આવી હતી. લેપ્રસી મેદાનની પાસે આવેલ સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે ડિવાઈડર પર ગ્રીનરી લાવવા માટે તૈયાર ઘાસની લોન નાખવામાં આવી રહી છે. નપાણીયા તંત્રના સાક્ષકો શહેરીજનોના હિતમાં કેમ કામગીરી નથી કરતા મોદીનો રોડ શો રૂટ પર શાક્ષકો અને તંત્ર નક્કી કરે છે અને રાતોરાત એ વિસ્તારની કયા પલટ કરી નાખે છે તો ખરેખર જે સંસ્કારી નગરીમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાની સમસ્યા છે.

તેનું તંત્ર દ્વારા તે સમસ્યાનું કોઈ નિરાકરણ કેમ કરવામાં આવતું નથી. શહેરની જે પ્રજા કોર્પોરેટર, ધારાસભ્યોને ચૂંટીને સત્તા પર બેસાડે છે તે પ્રજા માટે તે નપાણીયા શાસકો મોદી ભક્તિમાં અંધ બનીને પ્રજાજનો ની ગટર, પાણી, રોડ રસ્તા સફાઈની સમસ્યાઓને સાંભળવા સુદ્ધા તૈયાર નથી તે તો ઠીક છે વોર્ડ ઓફિસમાં વોર્ડ ઓફિસર સહિતનો સ્ટાફ મોદી સભા પાછળ દિવસ-રાત દોડધામ મચાવતો હોવાથી સ્થાનિક વિસ્તારો ના ત્રસ્ત રહીશોને એક પણ વાત સાંભળવા સુદ્ધાં તૈયાર નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવવાના હોવાથી વડોદરા શહેર જિલ્લામાંથી તથા રાજ્યમાંથી લાખો લોકો આવવાના હોય જેને લઈને પાલિકા દ્વારા તેમના ગાડીઓના પાર્કિગની વ્યવસ્થા માટે વડોદરા મહાનગર પાલિકા દ્વારા લેપ્રસી મેદાનમાં જ્યારે સભા સંબોધશે તેના આજુબાજુના વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ખાલી પડેલા પ્લોટોમાં રાતોરાત પાલિકા દ્વારા તેની કાયાપલટ કરી નાખી તેજ સમસ્યાને લઈને રહીશો દ્વારા અગાઉ પાલિકામાં કેટલીકવાર અરજી કરવામાં આવી હતી પરંતુ પાલિકા દ્વારા તેના પર કોઈ એક્શન લેવામાં આવી નહોતી. વિવિધ રસ્તામાં જે ગાબડા પડી ગયા હતા તેના પર પણ પેચ વર્ક કરવામાં આવી રહ્યા છે.

આમ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવવાના હોવાથી પાલિકા દ્વારા લાખોનો ધુમાડો કરતા પણ સહેજ પણ ખચકાતા નથી. જો આજ પ્રાથમિક સુવિધા માટે જો કોઈ નાગરિકે જણાવ્યું હોત તો તેને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધરમના ધક્કા ખાઈ ખાઈને ચપ્પલ ઘસાઈ ગયા હોય પણ કામગીરી ગોકળગાયની ગતિએ ધીમે ધીમે થઈ હોત. જોકે ૧૮ જુને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવીને પાવાગઢ ખાતે જઈને લેપ્રસી મેદાન ખાતે સભા સંબોધાવણ હોય ત્યારે પાલિકા અને ભાજપના પદાધિકારીઓ દ્વારા દરેક કામગીરીની દેખરેખ કરી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના આવી કેટલીક પ્રાથમિક સમસ્યા ઓ છે જેને હાલ કરવા માટે રહીશો દ્વારા પાલિકા ની ઓફિસ પર ધરમ ધક્કા ખાઈ રહ્યા છે.

ફક્ત વૃક્ષા રોપણ થી નહી, વૃક્ષો કપાતા પણ બચાવવા જોઈએ
કોઈપણ પ્રકારની મીટીંગ કે સમજ્યા વગર વૃક્ષો કાપી નાખવા તે એક ગંભીર બાબત છે. વૃક્ષ રોપણ થી પ્રશ્ન હલ થાય તેમ નથી વૃક્ષો ન કપાય તેની પણ તેટલી જ કાળજી રાખવી જોઈએ. વૃક્ષ કાપવાનું સ્ટેપ ઘણું અગત્યનું તો જ આપણે ગ્રીનરી બચાવી શકીશું. – રોહિત પ્રજાપતિ, એન્વાયરમેન્ટ એક્સપર્ટ

ડોમની તૈયારીમાં વિવિધ રાજ્યમાંથી ૧૫૦૦થી પણ વધુ મજૂરો કામે લાગ્યાં
મોદીની સભામાં ડોમની તૈયારીમાં વિવિધ રાજ્યમાંથી ૧૫૦૦થી પણ વધુ મજૂરો કામે લાગ્યા છે. ૧૮ જુને વડપ્રધા મોદી જે સભા મંડપમાં સભા સંબોધવાના તે લેપ્રસી મેદાનમાં તમામ ડોમ જર્મન ડોમ લગાવવાની કામગીરી જુદા જુદા રાજ્યો જેવા કે રાંચી, દિલ્હી, યુપી, રાજસ્થાન, અને હૈદરાબાદ થી મજુરોને બોલાવવામાં આવ્યા છે. આ મજૂરો દ્વારા લેપ્રસી મેદાન પર સભા માટે ૭થી વધુ ડોમ ઉભા કરવામાં આવનાર છે જે પૈકી ૫ થી વધુ ડોમાં મોદી ભક્તોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ડોમ પવનમાં ઝીંક ઝીલે તે માટે તેને જમીનમાં ઊંડે સુધી ચાર ખીલ્લા મારવામાં આવી રહ્યા છે. વરસાદના મોસમ ના કારણે બે ડોમ વચ્ચે પાણીના નિકાલ માટે વરસાદી કાંસ બનાવવામાં આવી રહી છે જેથી વરસાદનું પાણી વરસાદી કાંસ મારફતે બહાર નીકળી જશે. આ ડોમ એટલા મજબૂત હશે કે તેની પર વાવાઝોડા કે વરસાદની સ્થિતિમાં પણ પીલરની જમીન સાથે પકડ વધુ મજબૂત કરી છે. આ ડોમ ઉભા કરવા ૧૭ થી વધુ ક્રેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top