Dakshin Gujarat

બારડોલીમાં 15 વર્ષીય સગીરાને પાંચ માસનો ગર્ભ રહી જતા પરિવારે પ્રેમી સામે ફરિયાદ નોંધાવી

બારડોલી: ઉવા (Uva) ગામના કોળીવાડ ફળીયામાં રહેતા 20 વર્ષીય વિશાલ મુકેશ હળપતિએ નજીકના ગામની 15 વર્ષીય સગીરાને લગ્નની (Marriage) લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. યુવકે સગીરા સાથે ત્રણ વર્ષ પ્રેમ સંબંધ રાખી શરીર સંબંધ બાંધતાં ગર્ભવતી (Pregnant) થઈ ગઈ હતી. સગીરાને પાંચ મહિનાનો ગર્ભ હોવાની જાણ તેના પરિવારજનોને થતાં તાત્કાલિક બારડોલી (Bardoli) ગ્રામ્ય પોલીસમાં વિશાલ વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

‘તું કેડબરી જેવી છે’ કહી કિશોરીની છેડતી કરનાર દુકાનદાર સામે પોક્સોનો ગુનો દાખલ
સુરત : મોટા વરાછાના મુરલીધર, તુલસ આર્કેડ ખાતે 11 વર્ષની કિશોરીની છેડતી કરનાર દુકાનદાર સામે અમરોલી પોલીસમાં પોકસો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે અસરગ્રસ્ત કિશોરીના પિતાએ દાખલ કરાવેલી ફરિયાદ અનુસાર તેઓના શોપિંગ સેન્ટરમાં જી 4 દુકાનમાં તેમની દિકરી કેડબરી લેવા ગઇ હતી. તે દરમિયાન દુકાનદાર તુષાર પરેશભાઇ ધામલિયાએ કિશોરીને ‘તું કેડબરી જેવી છે’ કહીને કિશોરીના ખભા તથા ચહેરા પર હાથ ફેરવ્યો હતો. કિશોરીએ ત્વરીત જ આ મામલે તેના પિતાને જાણ કરી હતી. તેના પિતાએ ત્વરીત દુકાનમાં આવીને દુકાનદાર તુષારને ખખડાવ્યો હતો. આ ઉપરાંત આજુબાજુ લોકો ભેગા થઇ જતા પોલીસ બોલાવી પડી હતી. દરમિયાન આ મામલે અમરોલી પોલીસે દુકાનદરા તુષારની ધરપકડ કરીને તેની સામે પોકસો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

નાડા ગામે સરપંચે બે ભાઈઓ સાથે પરિણીતાના ઘરમાં ઘૂસી લાજ લેવા પ્રયાસ કરી માર માર્યો
જંબુસર: જંબુસરના નાડા ગામે રહેતી પરિણીતા શુક્રવારે સાંજે 7 વાગ્યે ઘરે એકલી હતી. એ વેળા ગામનો સરપંચ જીતસંગ ગોરધનભાઈ દેસાઈ અચાનક ઘરમાં ઘૂસી આવી ઈજ્જત લૂંટવા, છેડતી કરી હતી. પરણીતાએ બચાવોની બુમો પાડતાં સરપંચના બંને ભાઈ સરજુગ ગોરધનભાઈ દેસાઈ અને વિજય ગોરધનભાઈ દેસાઈ દોડી આવ્યા હતા. ત્યારે પરિણીતાનો પતિ અને તેમનો મિત્ર બચાવવા આવી પહોંચતા સરપંચ અને તેના બંને ભાઈઓએ ઢીકાપાટુંનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પરિણીતાએ જંબુસર પોલીસમાં સરપંચ અને બે ભાઈ વિરૂદ્ધ છેડતી, મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ આપી હતી.

સુથાર ટેકરાની બાથરૂમમાં નહાતી મહિલાનું વીજ કરંટ લાગતાં મોત
ભરૂચ: ભરૂચ જિલ્લામાં વહેલી સવારે વરસાદ સાથે વીજ કરંટથી મહિલાનું મોત થવાની ઘટના બની હતી. ભરૂચના સુથાર ટેકરા ખાતે રહેતી અંદાજિત 50 વર્ષીય ઈમલબેન દશસ્થભાઈ હેરોડે પોતાના મકાનના બાથરૂમમાં સ્નાન કરી રહી હતી. તે દરમ્યાન તેણીએ હાથ ઊંચો કરતાં લોખંડના પતરા સાથે સંપર્કમાં આવેલો વીજ તાર અડી લેતાં તેણીને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. ત્યારે ઘરમાં રહેલા પૌત્ર રાજારામ કાંબલે પોતાની દાદીમાને બચાવવા જતાં તેને પણ વીજ કરંટનો જોરદાર ઝાટકો લાગ્યો હતો. જેના પગલે રાજારામ કાંબલેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેની દાદી ઈમલબેન હેરોડેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

Most Popular

To Top