Vadodara

MSUમાં ટેક્નિકલ અને અન્ય ખામીને કારણે સીટ નંબર જનરેટ નહિ થતા 700 થી વધુ વિદ્યાર્થીઓ અટવાયા

તા.14 મીથી એફવાયની સેમેસ્ટર-2ની પરીક્ષા, સીટ નંબર જનરેટ નહિ થાય તો વિદ્યાર્થી પરીક્ષા નહિ આપી શકે

યુનિવર્સીટીના એક્ઝામ સેક્શનમાં મુલાકાત લેવા વિદ્યાર્થી અગ્રણીની સલાહ :

( પ્રતિનિધિ ) વડોદરા તા.10

મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષ એફવાય બીકોમની સેમેસ્ટર-2 ની એકઝામ 14 મેથી શરૂ થઈ રહી છે. જેમાં 700થી વધુ વિદ્યાર્થીઓને પોતાનો સીટ નંબર જનરેટ નહીં થતાં મુશ્કેલીમાં મુકાયા છે. જો સીટ નંબર જનરેટ નહિ થાય તો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે નહિ. જોકે આવા વિદ્યાર્થીઓને યુનિવર્સીટીની હેડ ઓફિસ ખાતે એક્ઝામ સેક્શનમાં મુલાકાત લેવા વિદ્યાર્થીએ અગ્રણીએ જણાવ્યું હતું.

એમએસયુમાં 14 મેથી બીજા સેમેસ્ટરની એક્ઝામ શરૂ થઈ રહી છે. જોકે કેટલાક વિદ્યાર્થીઓને સીટ નંબર જનરેટ નહિ થતા અટવાયા છે. ઘણા વિદ્યાર્થીઓએ ઓપશનલ સબ્જેક્ટ સાતમા નંબરનું ઓપ્સન વિદ્યાર્થીઓએ સિલેકટ નહીં કર્યું હોવાથી સીટ નંબર જનરેટ થતા નથી તેમ મેનેજમેન્ટનું કહેવું છે. જોકે વિષય ( SUBJECT ) પસંદગી કરવા માટેની 4 તારીખ છેલ્લી હતી. જેણે પણ આ ઓપ્શનલ સબ્જેક્ટ સિલેક્ટ નથી કર્યો તેવા વિદ્યાર્થીઓને હાલમાં પોતાના સીટ નંબર જનરેટ નથી થઈ રહ્યા. આ સિવાય પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે સબ્જેક્ટ સિલેક્ટ કર્યો છે, પણ એમના સીટ નંબર પણ જનરેટ નથી થઈ રહ્યા. જેના કારણે તેવા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે વિદ્યાર્થી અગ્રણી પંકજ જયસ્વાલે માહિતી આપતા જણાવ્યું હતું કે આવા તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે સંપર્ક કરવાનો રહેશે. કેમકે આ એક ટેકનિકલ સમસ્યા છે, જેથી કરીને આવા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એક્ઝામ સેક્શનમાં જઈ રજૂઆત કરવી પડશે. હાલ શનિવાર-રવિવારની રજા આવશે. એટલે 13 મી તારીખે સોમવારે આવા વિદ્યાર્થીઓને એક્ઝામ સેક્શનમાં જઈને સવારે 11:00 થી સાંજના 5:00 કલાક સુધી આ મામલે રજૂઆત કરી શકો છો અને જે પણ વિદ્યાર્થીઓનું સબ્જેક્ટનું સિલેક્શન થઈ ગયું છે અને છતાં પણ સીટ નંબર જનરેટ નથી થતો તેવા વિદ્યાર્થીઓને ખાસ યુનિવર્સિટી હેડ ઓફિસ અને અને તેમને લાગતી વળગતી ફેકલ્ટી બિલ્ડિંગનો સંપર્ક કરે. કારણ કે આ ટેકનિકલ ખામી છે. જે યુનિવર્સિટીની હેડ ઓફિસમાંથી જ માલુમ પડશે. અત્રે દુવિધા એ ઊભી થઈ છે કે જે વિદ્યાર્થીઓના સીટ નંબર જનરેટ નથી થયા તે તમામ વિદ્યાર્થીઓ સેમેસ્ટર-2ની ઈન્ટર્નલની પરીક્ષા માં બેસી શકશે નહીં. જો કે એના માટે પણ યુનિવર્સિટી દ્વારા એક રીઈન્ટર્નલ એક્ઝામની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ આવી ટેકનિકલ ખામી અથવા અન્ય કોઈ સમસ્યાના કારણે પરીક્ષા ન આપી શકે તે આ રીઈન્ટર્નલ પરીક્ષા આપી શકે છે.

Most Popular

To Top