દસ-દસ દિવસ સુધી ઘરે પૂજા-અર્ચના કર્યા બાદ ગઈકાલે મોડી રાતથી દશામાની પ્રતિમાનું વિસર્જન શરૂ કરવામાં આવ્યું હતું. મોટાભાગના ભક્તો દ્વારા ઘરે જ...
કેન્દ્રની આયુષમાન ભારત યોજના હેઠળ એપ્રિલ 2020થી જુલાઇ 2021 દરમ્યાન રૂ. 2800 કરોડથી વધુના 20 લાખથી વધુ ટેસ્ટ્સ અને 7.25 લાખ કોવિડ-19...
દેશમાં કોરોના વાયરસનો ચેપ ફેલાવાની સ્પીડનો સંકેત આપતો આર વેલ્યુ અર્થાત રિપ્રોડક્ટિવ વેલ્યુ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં એકથી વધુ રહ્યા પછી કેરળ અને...
શહેરમાં બુધવારના રોજ વરસાદની રિ-એન્ટ્રી થઈ હતી. થોડા દિવસોના વિરામ બાદ ફરીથી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. શહેરમાં આજે લાંબા સમય બાદ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે ખાદ્ય તેલ- ઓઇલ પામ પર રાષ્ટ્રીય મિશન (NMEO-OP) તરીકે ઓળખતા ઓઇલ પામ પર નવા...
કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણના નેતૃત્વમાં નીકળેલી જન આશીર્વાદ યાત્રા દરમિયાન આજે સીએમ વિજય રૂપાણી મધ્યગુજરાતમાં ફાગવેલ ધામ ખાતે પહોચ્યાં હતાં. એટલું જ...
રાજ્યના ખેડૂતોને મલ્ટિપર્પઝ ઉપયોગ હેતું ડ્રમ તેમજ પ્લાસ્ટિકના ટબની ખરીદી માટે સહાય આપવાની રાજ્ય સરકારની યોજના અમલી છે. આ યોજના અંતર્ગત પ્લાસ્ટિકનું...
ગુજરાત પર આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ આગામી પાંચ દિવસ એટલે કે તા.23મી ઓગસ્ટ સુધી ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ...
નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul) પર તાલિબાનો (Taliban)એ કબજો કર્યો ત્યારથી ગોળીબારનો અવાજ સંભળાયો નથી, પરંતુ સમય પસાર થવા સાથે...
પીએમ નરેન્દ્ર મોદી આગામી 20 ઓગસ્ટે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સોમનાથમાં અનેક પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. મોદી દ્વારા...
મહિલા ઉમેદવારો (Lady candidate)ને એનડીએ (NDA)ની પરીક્ષામાં ઉપસ્થિત થવા દેવાની પરવાનગી માંગતી અરજી પર સુનાવણી (Hearing) કરતા કોર્ટે (Supreme court) બુધવારે સેના...
મૂળ હિસાર (Hisaar)ની અને તાજેતરમાં સુરત (Surat)માં રહેતી ફિલ્મની સ્ક્રિપ્ટ (script writer), વાર્તા અને ગીત લેખિકા પ્રિયંકા શર્મા (Priyanka sharma)એ ફિલ્મ અભિનેતા...
નવી દિલ્હી : કાબુલ (Kabul) પર તાલિબાનો (Taliban’s)નો કબજો થયાના બે દિવસ પછી ભારતે (India) એક આકરી અને જટિલ કવાયત હેઠળ અફઘાનીસ્તાન...
સુરત: વેસુ (Vesu)ની કીમતી જમીન વેચવા કારસો (Land scam) ઘડનારાઓને ખુદ જમીન માલિકે ખરીદીના બહાને મીટિંગ (meeting)માં બોલાવી છટકું (trap) ગોઠવી ઉમરા...
સુરત : મહિધરપુરા પોલીસે જીઆઇએ સર્ટિફિકેટ (GIA Certificate)થી હીરાના કૌભાંડ (Diamond scam)માં એક વેપારી (Merchant)ને પકડી પાડ્યો છે. આ વેપારીની પૂછપરછમાં વેપારીની...
સુરત: સુરત એરપોર્ટનો વર્તમાન રન-વે (Surat airport runway) 2905 મીટરથી લંબાવી 3810 મીટરનો કરવા અને તેને સમાંતર બીજો રન-વે બનાવવા 2035ના ડેવલપમેન્ટ...
મુંબઈ હાઈકોર્ટે (Mumbai high court) બુધવારે મુંબઈ સાઈબર પોલીસ (Cyber crime police) દ્વારા 2020 માં નોંધાયેલા કેસમાં ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા (Raj kundra)ને...
સુરત : સુરત (surat) જિલ્લા વકીલ મંડળ (Surat vakil mandal)ની ચૂંટણી (election)ના હવે શ્રીગણેશ થઇ ગયા છે. બે વર્ષથી બાવળા બનતા વકીલોના...
સુરત: સામાન્ય લોકોને હેરાન કરવામાં બદનામ થયેલી અઠવા પોલીસ (Athwalines police)નું નવું કારનામું બહાર આવ્યું છે. તેમાં ડી-સ્ટાફ (D staff)ની મહિલા કોન્સ્ટેબલે...
ગુજરાતી બિઝનેસમેન જેટલો સમય મંદીની વાતો કરવામાં વેડફે છે એના ખાલી 5% જો પોતાની કંપનીની સિસ્ટમ અને પોલિસીને ઈમ્પ્રુવ કરવા માટે ફાળવે...
સાડા ત્રણ અક્ષરનો એક જાદુઈ શબ્દ છે. આ શબ્દ છે ‘પુસ્તક’.. એ પારસમણિ જેવો છે. આના સ્પર્શ માત્રથી તમને અવનવી અનુભૂતિ થાય....
થોડા વખત અગાઉ, ગુજરાત સરહદને અડતા મહારાષ્ટ્રના તલાસરી પોલીસ સ્ટેશન ખાતે મહારાષ્ટ્ર નપાવટ અને નીચ પોલીસના જવાનોએ બે ગુજરાતી શરણાગત સાધુઓને હાથ...
બોગસ પેઢીઓના બોગસ બીલો-બોગસ ટ્રાન્ઝેક્શનો મારફત ચાલતી-ચલાવાતી કરોડો રૂપિયાની GSTની કરચોરી, છેતરપિંડી કરનાર ઉસ્તાદોને છેતરપિંડીના નાણાં મંગાવવા બેંક એકાઉન્ટ ગુાખારોને વાપરવા આપવાનો...
અખબારી અહેવાલ તથા ટી.વી.ના દાર્શનિક પુરાવા મુજબ સંસદમાં સંસદ સભ્યો દ્વારા ભારે ધમાલ મચાવવામાં આવી, એક સાંસદ તો ટેબલ પર ચઢીને હંગામો...
રેલવે તંત્રે સુરત રેલવે સ્ટેશનની શોભામાં વધારો કરવા માટે 60 ટન વજનનું અને 700 હોર્સ પાવરની ક્ષમતા ધરાવતું ડીઝલ એન્જિન કે જે...
‘મેળો’ શબ્દ બોલતાની સાથે જ નજર સમક્ષ જનમેદની તરવરે છે. ગુજરાત એના ભાતીગળ મેળા વડે પ્રખ્યાત છે, જેવા કે ભવનાથનો મેળો, તરણેતરનો...
આનંદોત્સવ, માન, સન્માન, પદ, પ્રતિષ્ઠા, વૈભવ, પૈસા મર્યાદિત અવધિ માટે જ હોય છે. તેનો વધુ પડતો દેખાડો હાનિકારક બની શકે. અવધિ પૂરી...
ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે, સાથે ઉત્તમ બંધારણ છે. બંધારણમાં દેશના નાગરિકોને અનોખી વાણી સ્વતંત્રતા મળી છે. કેટલાય લોકો સ્વતંત્રતાનો...
એક દિવસ એક યુવાન એક મહાત્મા પાસે આવ્યો અને મ્હાત્માજીને પ્રણામ કરીને તેણે કહ્યું, ‘મહાત્માજી, તમારી પાસે ઉપદેશ માંગવા આવ્યો છું.જીવનને વધુ...
1947માં ભારતના ભાગલા પડવાને કારણે ભારતીયોએ જે પીડા ભોગવવી પડી તેનો સ્વીકાર કરવા માટે દર વર્ષે તા. 14મી ઓગસ્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
ગેરકાયદે રેતીખનનથી શુકલતીર્થમાં ચાર લોકોનાં મોત થતાં જવાબદાર સામે પગલાં લેવા CMને રજૂઆત
700 કિલો ડ્રગ્સ કેસમાં 8 ઇરાની માફિયાની એનસીબી અને એટીએસ દ્વારા પૂછપરછ
રાહુલ ગાંધી-PM મોદી-શાહના નિવેદનો પર ફરિયાદ બાબતે ચૂંટણી પંચે કોંગ્રેસ-ભાજપને નોટિસ મોકલી
ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારતમાં આવશે ટ્રોફી
રોહિત શર્મા બીજીવાર બન્યો પિતા, પત્ની રિતિકાએ દીકરાને આપ્યો જન્મ
પંજાબમાં રાજકીય હલચલ: સુખબીર સિંહ બાદલનું શિરોમણી અકાલી દળના અધ્યક્ષ પદેથી રાજીનામું
વડોદરા : માતેલા સાંઢની ગતિએ દોડતા ભારદારી વાહનો પર લગામ ક્યારે લાગશે ? ટ્રકના તોતિંગ પૈડાં ફરી વળતા યુવકનું મોત,ટ્રક ચાલક ફરાર
ચારુસેટ યુનિવર્સિટીએ ભારત બ્લોકચેઇન શૈક્ષણિક શ્રેષ્ઠતા એવોર્ડ પ્રાપ્ત કર્યો..
રણજીમાં નવો ઈતિહાસ રચાયો, હરિયાણાના બોલરે કેરળની 10 વિકેટ લીધી
આતંકવાદીઓ હવે પોતાના ઘરોમાં પણ સુરક્ષિત નથી- પાડોશી દેશનો ઉલ્લેખ કરતા બોલ્યા PM મોદી
PM મોદી નાઈજીરિયા સહિત 3 દેશોના પ્રવાસે: 17 વર્ષ પછી ભારતીય PM નાઈજીરિયાની મુલાકાત લેશે
રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: અયોધ્યામાં ભારે સુરક્ષા બંદોબસ્ત લદાયો
મણિપુરમાં જે 6 મહિલાઓનું અપહરણ થયું હતું તેમાંથી 3ની લાશ નદીમાં તરતી મળી
વડોદરા : અક્ષય પાત્ર સંસ્થાના કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ,જૂના કોન્ટ્રાકટના 200થી વધુ કર્મચારીઓને છૂટા કરી દેવાયા
મહારાષ્ટ્રમાં મતદાન જાગૃતિ માટે સુરતનાં વેપારીની અનોખી ઓફર, સાડી ભેંટમાં આપશે
એલપી સવાણી રોડ પર 120 બેડની નિર્મલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શરૂ
માઈક ટાયસન 20 વર્ષ બાદ બોક્સિંગ રિંગમાં ઉતર્યો, 30 વર્ષ નાના બોક્સર સામે ફાઈટ લડ્યો
ઝાંસીમાં ભયાનક દુર્ઘટનાઃ નર્સે માચીસ સળગાવી અને હોસ્પિટલમાં આગ ભડકી ઉઠી, 10 બાળકોના મોત
શું છે દોગલાપન, સલમાન ખાને બિગ બોસના સ્ટેજ પર અશ્નીર ગ્રોવરની હેકડી ઉતારી, જાણો શું કહ્યું…
મહારાષ્ટ્ર: વર્તમાનમાં તમામ રાજકીય લડાઈઓની જનની
વીએમસી એ ખોદેલા ખાડામાં બાઈક ચાલક પટકાયો, સ્થાનિકો દ્વારા રેસ્કયુ કરી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ માટે કિસાનો નહીં પણ ઉદ્યોગપતિઓ જવાબદાર છે
બદલાતા ભારતની બદલાતી તસવીર
ઔરંગઝેબ હજુ જીવે છે?
અંધકાર યુગ તરફ લઈ જતી ફેશન?
આઝાદી બાદની તમામ સરકારો માટે શરમજનક, દેશમાં 18 ટકા લોકોનો વાંચતા-લખતાં આવડતું નથી
ભગવાન માન્યા પણ શેતાન નીકળ્યા
વડોદરાની અંજના હોસ્પિટલનો વધુ એક વિડીયો વાયરલ
વડોદરા : સસ્પેન્ડેડ ઓફિસર ચીફ ફાયર ઓફિસર બનવાની દોડમાં વીએમસીની કચેરીમાં પ્રગટ થયા
સ્નેહ સંમેલન કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેશ પટેલના લવારા , મહિલાઓને ખોટી સીટ મળે છે
દસ-દસ દિવસ સુધી ઘરે પૂજા-અર્ચના કર્યા બાદ ગઈકાલે મોડી રાતથી દશામાની પ્રતિમાનું વિસર્જન શરૂ કરવામાં આવ્યું હતું. મોટાભાગના ભક્તો દ્વારા ઘરે જ દશામાનું વિસર્જન કરાયું હતું પરંતુ કેટલાક ભક્તો દ્વારા રાત્રે તાપી નદીના કાંઠાઓ પર અને નહેરમાં દશામાની પ્રતિમાઓ રઝળતી મુકી દેવામાં આવતાં જે દશામાની પૂજા કરાતી હતી તે દશામાં ખુદ ‘અવદશા’માં જોવા મળ્યાં હતાં. કેટલાક લોકોએ પોલીસના બંદોબસ્ત હોવા છતાં કેનાલમાં વિસર્જીત કરી હતી. લોકોની લાગણી દુભાય તેવા દ્રશ્યો જોઈને પાલિકા તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા રઝળતી મૂકવામાં આવેલી દશામાની પ્રતિમાઓનું એકત્ર કરીને દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
ડિંડોલી પોલીસ સ્ટેશનની હદમાં દશામાની મૂર્તિઓ તળાવોમાં અને નહેરોમાં વિસર્જિત કરેલી જોવા મળી હતી. પોલીસ કમિશનર દ્વારા તાપી નદીના વિવિધ ઓવારા પર કે કેનાલ, તળાવોની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેથી કરીને કોઇ પણ દશામાતાની પીઓપીની મૂર્તિઓ વિસર્જન ન કરી શકે છતાં કેટલાક લોકોએ ચોરી છૂપીથી પોતાના ઘરે સ્થાપિત કરેલી દશામાતા ની મૂર્તિઓ કેનાલમાં વિસર્જન કરીને નાસી છૂટયાં હતાં. કોરોના કારણે પાલિકાએ દશામાની પ્રતિમાઓનું વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવ્યા ન હતાં પરંતુ કેટલાક ભક્તોએ રાત્રે કર્ફયૂ હોવા છતાં પણ દશામાની વિસર્જન યાત્રા કાઢી હતી. શહેરના છેવાડાના કેટલાક તળાવ અને નહેરમાં વિસર્જન પણ કર્યું હતું. જ્યારે મોટી સંખ્યામાં ભક્તો તાપી નદીના સીલ કરેલા ઓવારે દશામાની પ્રતિમા છોડીને જતા રહ્યા હતા. જો કે કેનાલમાં અને ઓવારા નજીક મૂર્તિઓ રઝળતાં ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો.
ડભોલી તાપી નદીના ઓવારા પર સીલ કર્યા હતાં ત્યાં જ હજારોની સંખ્યામાં આડેધડ દશામાની પ્રતિમાઓ રઝળતી મૂકી દીધી
ડભોલીના ઓવારા ઉપર વહેલી સવારે દશામાની પ્રતિમાઓ નો મોટી સંખ્યામાં ઢગલો થઈ ગયો હતો. લોકો આડેધડ પ્રતિમા મૂકીને જતા રહેતા અનેક પ્રતિમાઓ ખંડિત પણ જોવા મળી હતી. આડેધડ રસ્તા પર મુકાયેલી પ્રતિમાને કારણે અને લોકોની લાગણી દુભાઈ હતી. લોકોની લાગણી વધુ ન દુભાય તે પહેલા પાલિકાએ ટ્રક અને ટ્રેકટર મારફતે પ્રતિમાઓને ઊંચકી લઈને દરિયામાં વિસર્જન કર્યું હતું.