Entertainment

અજબ પ્રેમ કી ગજબ કહાની-વાયરલ વિડીયોમાં પ્રેમી પંખીડા દેખાયા જરા હટકે અંદાજમાં

નવી દિલ્હી:સોશ્યલ મીડિયા (Social media) ઉપર કંઈકને કંઈક અવનવું યુઝરશો(usersh) શોધી નાખે છે.આ પ્લેટફોર્મ (platform) પર કયારે શું વાયરલ થાય તેનું અનુમાન લગાવી શકાય નહિ.હાલમાં (Currently) જ એક ફની વિડીયો (Funny video) જોઈ યુઝરશો હસી-હસીને લોટપોટ થી ગયા હતા તળાવના કાંઠે બેસીને ફુરસતની ક્ષણો મણિ રહેલ એક પ્રેમી તેની ગર્લફ્રેન્ડના માથા માંથી જુ વીણી રહ્યો હતો.આ વિડીયો સોશ્યલ મીડિયામાં અપલોડ થયા બાદ વાયરલ પણ તેજી થી થયો હતો.

એક્સપ્રેક્સ માટેનું ફેવરેટ પ્લેટફોર્મ

સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ સેલ્ફ એક્સપ્રેક્સ માટેનું પ્લૅટફૉર્મ બની ગયું છે.ખાસ કરીને યુવા વર્ગ અને ટીન એજર્સનો જાણે નવો અડ્ડો બની ગયું હોઈ તેવું પણ ચોક્કસ રીતે કહી શકાય.ખાસ કરીને વિડીયો અપલોડ અને ફોલોઅર્સ વધારવા માટે તો રીતસરની હોડ લાગી જતી હોઈ છે.તો કેટલાક પ્રોફેશનલી પણ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોઈ છે જેમાં યુ ટ્યુબ જેવા માધ્યમને ખાસ માધ્યમ બનાવી લોકો સબસ્ક્રાઇબર વધારી લખો રૂપિયા પણ કમાઈ લેતા હોઈ છે.

અંદાજ હટકે હોવાની કોમેન કરાઈ

કેટલાક લોકોને પ્રેમીનો આ અંદાજે ગમી રહયો છે તો કેટલાક પ્રેમીની આ અદાને બંદર સાથે સરખાવી રહયા છે. કોઇએ કોમેન્ટ કરી કે લેડી લવમાં પ્રેમી કોઇ પણ હદે જઇ શકે છે. પ્રેમિકાના તમામ રાજી ખૂશીથી કરવા તૈયાર થઇ જાય છે. આમ તો પ્રેમના વીડિયો ઘણા હોય છે પરંતુ આ જરા હટકે પ્રકારનો વીડિયો હોવાથી લોકોનું ધ્યાન ખેંચી રહયો છે. કેટલાકને એવું લાગે છે કે લોકોનું ધ્યાન ખેંચવા માટે પણ કપલે આ ફોટો શૂટ કરાવ્યું હોય તેવું બની શકે છે. પ્રેમ ભલે આંધળો હોય છે પરંતુ પ્રેમી આંધળો નથી તેને ગર્લફ્રેન્ડને રાજી રાખવા માટે આ નુસખો અજમાયો છે.

ફની કોમેનનો જોરદાર મારો

કેટલાકે જૂ શોધતો આશિક જુઓ એવી ટિખળ કરી છે તો કોઇએ ઐસા પ્યાર કહાં ફિલ્મના શિર્ષકને યાદ કર્યુ છે. આ વીડિયોને 30 લાખથી વધુ લોકોએ જોયો છે.નવી દિલ્હી: સોશિયલ મીડિયામાં લોકો હવે સેલિબ્રેટીની જેમ જ પોતાના ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે.પણ હાલ આ વિડીયો જોઈને લોકોને પ્રેમી પંખીડાનો અંદાજ પણ જરા હટકે લાગી રહ્યો હતો.

Most Popular

To Top