Business

ટ્વિટરના ઈતિહાસમાં બીજી વાર બદલાયો આ નિર્ણય: મસ્ક ટ્વિટર યુઝર્સને આપશે આ મોટું સરપ્રાઈઝ

ટ્વિટરના (Twitter) માલિક એલોન મસ્ક (Elon Musk) ટ્વિટર યુઝર્સને થોડાં જ સમયમાં એક સરપ્રાઈઝ (Surprise) આપવા જઈ રહ્યાં છે. જણાવી દઈએ કે ટ્વિટર એક એવું પ્લેટફોર્મ છે જેના ઉપર તમે ધણીબધી માહિતી શેર તો કરી શકો છો પરંતુ લિમિટેડ વર્ડમાં. જેના કારણે ધણીવાર યુઝર્સ મુંઝવણમાં મૂકાય છે. ધણીવાર યુઝર્સ પોતાની ભાવનાને વર્ણવા માગતો હોય છે પરંતુ તે વ્યકત કરવા માટે તેની ઉપર શબ્દને પાબંધી હોય છે. આવા સમયે ટ્વિટર યુઝર્સ માટે સારા સમાચાર આવ્યાં છે. જાણકારી મુજબ હવે ટ્વિટર યુઝર્સ 10000 શબ્દ સુધી લખી શકશે. જણાવી દઈએ કે આ પહેલા ટ્વિટર ઉપર 240 કેરેકટર લખવાની જ પરમિશન હતી.

  • આ પહેલા ટ્વિટર ઉપર 240 કેરેકટર લખવાની જ પરમિશન હતી
  • આ પરમિશન ટ્વિટર બ્લૂનો હિસ્સો હશે કે નહિ તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી
  • ટ્વિટરના ઈતિહાસમાં આવું બીજી વાર થઈ રહ્યું છે કે જયારે ટ્વિટ કરવા માટેના શબ્દોની લિમિટ વધારવામાં આવી હોય

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે એલોન મસ્કે આ માહિતી આપી છે. જો કે આ પરમિશન ટ્વિટર બ્લૂનો હિસ્સો હશે કે નહિ તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ટ્વિટર બ્લૂ નાં સબ્સક્રાઈબર 4000 કેરેકટરમાં ટ્વિટ કરી શકે છે. જણાવી દઈએ કે ટ્વિટરના ઈતિહાસમાં આવું બીજી વાર થઈ રહ્યું છે કે જયારે ટ્વિટ કરવા માટેના શબ્દોની લિમિટ વધારવામાં આવી હોય. 2017માં ટ્વિટર 140 કેરેકટરની લિમિટને 280 કેરેકટર સુધી લઈ ગયું હતું.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે દુનિયાના સૌથી અમીર વ્યકિત એલોન મસ્ક ChatGPT જેવું એક આઈટૂલ તૈયાર કરી રહ્યાં છે. આ માટે મસ્ક ડિપ માઈન્ડનાં રિસર્ચસ સાથે પણ વાત કરી રહ્યાં છે. એલોન મસ્કે સિલિકોન વેલીના રોકાણકાર સેમ ઓલ્ટમેન સાથે 2015માં OpenAIની શરૂઆત કરી હતી અને તે જ સ્ટાર્ટઅપે ChatGPTની રચના કરી હતી. એલોન મસ્કએ 2018 માં તેનું બોર્ડ છોડી દીધું હતું.

Most Popular

To Top