Business

જો ટ્વિટર(X) વાપરવું હોય તો કરવું પડશે પેમેન્ટ: મસ્ક

નવી દિલ્હી: એલોન મસ્કે(Elon Musk) સોશિયલ મીડિયા(Social Media) પ્લેટફોર્મ ટ્વિટરને(Twittwer) ખરીદ્યા પછી ઘણા ફેરફારો(Changes) કર્યા છે. ટૂંક સમયમાં આ પ્લેટફોર્મ(Platform) પરના તમામ વપરાશકર્તાઓને(Userse) ચાર્જ(Charged) ચૂકવવો પડી શકે છે. અત્યાર સુધી કંપની વેરિફિકેશન(Verification) બેજ અને કેટલીક વિશેષ સેવાઓ માટે પેઇડ વર્ઝન(Paid Version) ઓફર કરી રહી છે, પરંતુ બે દેશોમાં કંપનીએ(Company) નવા યુઝર્સના એકાઉન્ટ(New Userce Account) બનાવવા માટે ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે.

ટૂંક સમયમાં, વપરાશકર્તાઓએ X (અગાઉ ટ્વિટર) પર નવું એકાઉન્ટ બનાવવા માટે ચાર્જ ચૂકવવો પડશે. એલોન મસ્કએ લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન જણાવ્યું હતું કે તેઓ બધા વપરાશકર્તાઓ માટે નવું એકાઉન્ટ બનાવી રહ્યા છે. Xએ કહ્યું કે તેઓ બે દેશોમાં એક નવા પ્રોગ્રામનું પરીક્ષણ કરી રહ્યા છે. આ કાર્યક્રમનું નામ ‘નોટ અ બોટ’ છે. આ પ્રોગ્રામ શરૂઆતમાં બે દેશો ન્યુઝીલેન્ડ અને ફિલિપિંઝમાં શરૂ કરવામાં આવ્યો છે. આ દેશોમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નવું એકાઉન્ટ બનાવનારા વપરાશકર્તાઓને 1 ડોલરની ફી ચૂકવવી પડશે. આ ફી અન્ય વપરાશકર્તાઓ સાથે વાતચીત કરવા માટે લેવામાં આવે છે.

મોબાઇલ નંબર ચકાસણી
નોટ અ બોટ પ્રોગ્રામ હેઠળ, યુઝર્સે પ્રથમ કાર્ય તેમના મોબાઇલ નંબરની ચકાસણી કરવાનું રહેશે. આ નિયમ નવા વપરાશકર્તાઓને પણ લાગુ પડે છે. યુઝર ફોન નંબરની ચકાસણી કરતાની સાથે જ યુઝરે સબસ્ક્રિપ્શન પ્લાન પસંદ કરવો પડશે. આ માટે, વપરાશકર્તા પાસે ત્રણ વિકલ્પો છે – 1 ડોલર પ્લાન, એક્સ પ્રીમિયમ અને વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન.

શું નવા વપરાશકર્તાઓ મફત એકાઉન્ટ બનાવી શકે છે?
નવા વપરાશકર્તાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મફતમાં નવું એકાઉન્ટ બનાવી શકે છે, પરંતુ તેમને મર્યાદિત ઍક્સેસ મળશે. આવા યુઝર્સ માત્ર અન્ય યુઝર્સની પોસ્ટ વાંચી શકે છે, વીડિયો જોઈ શકે છે અને યુઝર્સને ફોલો કરી શકે છે. હવે સવાલ એ ઊભો થાય છે કે હાલના યુઝર્સ પર તેની કોઈ અસર પડશે કે કેમ? કંપનીનું કહેવું છે કે ટેસ્ટ દરમિયાન હાલના યુઝર્સ પર કોઈ અસર નહીં થાય અને તેમણે કોઈ સબસ્ક્રિપ્શન ફી ચૂકવવાની રહેશે નહીં. પરંતુ ‘ટેસ્ટ દરમિયાન’ આ પોસ્ટમાં જણાવ્યા મુજબ, એવું લાગે છે કે જો આ સેવા તમામ વપરાશકર્તાઓ માટે લાગુ કરવામાં આવશે, તો તેઓએ ચાર્જ ચૂકવવો પડશે.

X આવું શા માટે કરે છે?
તમે વિચારી રહ્યા હશો કે વર્ષોથી ફ્રી સર્વિસ આપતું ટ્વિટર Xની રચના બાદથી પૈસા કેમ લઈ રહ્યું છે. કંપનીનું કહેવું છે કે આવું કમાણી કરવા માટે નહીં પરંતુ ફ્રોડ્સની સંખ્યા ઘટાડવા માટે કરી રહી છે. કંપનીએ કહ્યું કે નવી ટેસ્ટને નાની ફીમાં પ્લેટફોર્મની સેવાઓની ઍક્સેસ આપવા માટે વિકસાવવામાં આવી છે. તેનો હેતુ નફો કમાવવાનો નથી.

Most Popular

To Top