Top News

More Posts

   The Latest

Most Popular

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે (Narayan rane)ને મહારાષ્ટ્ર પોલીસે (Maharashtra police)કસ્ટડીમાં લીધા છે. નારાયણ રાણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM thakrey) વિશે વિવાદાસ્પદ નિવેદન (comment) આપ્યું ત્યારથી જ રાજ્ય સરકારના નિશાના પર હતા. 

નારાયણ રાણેની ચિપલૂન (chiploon)માંથી અટકાયત કરવામાં આવી છે, પોલીસના જણાવ્યા અનુસાર તેમની ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુ છે. પોલીસ નારાયણ રાણે સાથે રવાના થઈ ગઈ છે. કેટલાક સમર્થકોએ રોકવાનો પ્રયત્ન કર્યો પણ પોલીસની ટીમ હવે ચિપલૂનથી નીકળી રહી છે. રાણે સામે અત્યાર સુધીમાં 4 એફઆઈઆર (|FIR) નોંધવામાં આવી છે, જ્યારે રત્નાગીરી કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. તે જ સમયે, બોમ્બે હાઇકોર્ટે પણ નારાયણ રાણેની અપીલ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.

નારાયણ રાણે સામે શહેર-શહેર વિરોધ

શિવસેનાના કાર્યકરો દ્વારા નારાયણ રાણે વિરુદ્ધ મંગળવારે સવારથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા. નાસિકમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નારાયણ રાણેના નિવેદન પર વિવાદ થયા બાદ આ ઘટના સામે આવી છે. નાસિક જ નહીં પણ હવે નારાયણ રાણે વિરુદ્ધ મુંબઈ, અમરાવતી, રત્નાગીરી સહિતના ઘણા શહેરોમાં દેખાવો થઈ રહ્યા છે. 

આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી

રત્નાગિરિ કોર્ટમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે દ્વારા દાખલ કરાયેલી આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. નારાયણ રાણે સામે ચાર એફઆઈઆર નોંધાઈ છે અને પોલીસ તેમની ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે. નાસિક પોલીસ કમિશનર દીપક પાંડે કહે છે કે તેમની ટીમ બે કલાકમાં ચિપલૂન પહોંચી જશે. તેમણે એસપી રત્નાગીરીને નારાયણ રાણેને કસ્ટડીમાં લેવાનો નિર્દેશ આપ્યો છે. એક તરફ શિવસેવા કાર્યકરોનો ગુસ્સો નારાયણ રાણે સામે દેખાઈ રહ્યો છે, જ્યારે તેમના પુત્ર અને ધારાસભ્ય નિતેશ રાણેએ મહારાષ્ટ્ર પોલીસ પર આરોપ લગાવ્યો છે. નિતેશ રાણેનું કહેવું છે કે તેને રત્નાગિરિ પાસે રોકવામાં આવ્યો હતો, પોલીસે તેને મારવાની ધમકી આપી છે.

ફડણવીસે નિશાન સાધ્યું

દેવેન્દ્ર ફડણવીસ શિવસેનાના કાર્યકરો પર ભાજપના કાર્યાલયો પર હુમલો કરતા ગુસ્સે છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે તમામ પોલીસ કમિશનરોએ તેમના સંબંધિત વિસ્તારોમાં ભાજપ કાર્યાલયો પર હુમલો કરનારાઓની ધરપકડ કરવી જોઈએ. રાજ્યમાં કાયદાનું શાસન હોવું જોઈએ, તે તાલિબાન નથી.   

મુખ્યમંત્રી વિશે આપેલા નિવેદન પર હંગામો

વાસ્તવમાં, નારાયણ રાણેએ તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અંગે નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં ઠાકરેની ટીકા કરવાની સાથે સાથે ‘થપ્પડ’ સુધી તેને મારવાની વાત કરી હતી. રાણેના આ નિવેદન બાદ તેમની સામે FIR નોંધવામાં આવી છે.

To Top