Charchapatra

આકાશવાણીના પ્રસારણમાં થયેલા નીતિવિષયક ફેરફારો

હાલ આકાશવાણી (ઓલ ઇન્ડિયા રેડિયો)ના પ્રસારણમાં અનેક નીતિવિષયક ફેરફારો થઈ રહ્યા છે. તેમાં પ્રાયમરી ચેનલો પરથી થતાં પ્રાદેશિક ભાષાના પ્રસારણની વાત કરીએ તો દરેક રાજ્યોની રાજધાનીના મુખ્ય આકાશવાણીની પ્રાયમરી ચેનલનું પ્રસારણ મુખ્યત્વે રહ્યું છે. દાખલા તરીકે ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ-વડોદરા મુખ્ય કેન્દ્ર છે, જેમાં અમદાવાદના કાર્યક્ષેત્રમાં ઉત્તર ગુજરાત અને વડોદરાના કાર્યક્ષેત્રમાં મધ્ય અને દક્ષિણ ગુજરાત આવે છે. જ્યાં સુધી સાહિત્યકારો અને શાસ્ત્રીય સંગીતનાં કલાકારોના કાર્યક્રમના નિર્માણ અને પ્રસારણની વાત છે, જેના સમય સ્લોટ બન્ને કેન્દ્રો વચ્ચે વહેંચાયેલા છે અને આ રીતે રાજકોટ અને ભુજ અનુક્રમે સૌરાષ્ટ્ર અને કચ્છનાં કાર્યક્ષેત્ર ધરાવે છે.

પણ હવે આ બન્ને કેન્દ્રોનો પોતાનો પ્રસારણ સમય સવાર અને સાંજ પૂરતો મર્યાદિત કરી દેવામાં આવ્યો છે અને તે જ રીતે અમદાવાદ અને વડોદરાનો પોતાનો અલગ સમય પણ મર્યાદિત થયો છે અને સવારે ૧૦.૩૦ થી બપોરે ત્રણ વાગ્યા સુધીના કાર્યક્રમો ગુજરાતનાં બધાં કેન્દ્રો સંયુકત રીતે પ્રસારિત કરે છે અને તે પ્રસારણમાં આકાશવાણી ગુજરાત તરીકે ઓળખ આપે છે. આમ બધાં કેન્દ્રોનો સંયુકત રીતે વિચાર કરીએ તો કુલ પ્રસારણના અને કાર્યક્રમ નિર્માણના કલાકોમાં મોટો ઘટાડો આવ્યો છે અને આ કારણે આમાં મુખ્ય વાત એ બની કે પ્રાદેશિક પ્રસારણમાં સુરતનાં વક્તા અને કલાકારોનું સ્થાન પહેલાં પણ મર્યાદિત હતું, તે પરિસ્થિતિ થોડે અંશે  સમગ્ર ગુજરાતનાં સાહિત્યકારો અને રેડિયો નાટકો તથા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમોના નિર્માણ પર પડે જ અને વધારે ખરાબ અસર એ થઈ કે આકાશવાણી મુંબઈ જે ત્યાંની ગુજરાતીભાષી વસ્તીને અને ત્યાંનાં સાહિત્યકારો અને શાસ્ત્રીય સંગીતનાં કળાકારોને મહેમાન તરીકે કાર્યક્રમમાં આમંત્રિત કરતું હતું ,તે સંવાદિતા (જે પહેલાં મુંબઈ એ બહુભાષી કેન્દ્ર તરીકે જાણીતું હતું ) તથા એફ. એમ. ગોલ્ડ મુમ્બઈના રોજના એક સમયકાળમાં ૫૫ મિનિટ અને બાદમાં ૪૫ મિનિટ (ક્યારેક આ કાળમાં સરકારી પ્રાયોજિત મરાઠી કાર્યક્રમો પણ દાખલ થઈ જતા હતા) પ્રસારિત કરતા હતા અને રાત્રે વિદેશવાસી ગુજરાતીઓ માટે વિદેશ પ્રસારણ સેવા અંતર્ગત ગુજરાતી પ્રસારણ કરતું હતું તે બધું બંધ થઈ ગયું છે. પણ આ મુદ્દાઓ કોઈ પણ રાજકીય પક્ષો લેવાના નથી જ નથી.
સુરત     – પિયુષ મહેતા        – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top