આણંદ : હાલના ડિજીટલ યુગમાં બાળકો પ્રત્યે જાતિય સતામણીના કૃત્યો વધ્યા છે. આવા કૃત્યોને નાથવા માટે દરેકને કાયદાની જાણકારી હોવી ખુબ જ...
ખેડા: ખેડા જિલ્લાના માતર વિધાનસભામાં સતત બે ટર્મથી ચુંટાઈ આવતાં કેસરીસિંહ સોલંકીને આ વખતે પક્ષે ટીકીટ ન આપતાં, ભાજપના સ્થાનિક રાજકારણમાં ગરમાવો...
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) શોપિયાંમાં (Shopian) સુરક્ષાદળો (Army) અને આતંકીઓ (terrorists) વચ્ચે શુક્રવારે સવારે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોને શોપિયાંમાં કેટલાક...
આણંદ : આણંદના અડાસ ગામે રહેતી યુવતીના લગ્ન ગોધરાના યુવક સાથે થયાં હતાં. આ લગ્ન બાદ ચારિત્ર્ય પર શંકા કરી તેને પિયર...
ભાજપે વિધાનસભાની ચૂંટણી માટે તેના ઉમેદવારો જાહેર કરી દીધા તે સાથે ગુજરાતનો ચૂંટણી જંગ રસપ્રદ તબક્કામાં પ્રવેશ્યો છે. ભાજપના મોવડીમંડળે હિંમત કરીને...
સુરત: સપ્તાહમાં ત્રણ દિવસ શારજાહથી (Sharjah) સુરત આવતી એર ઇન્ડિયા (Air India) એક્સપ્રેસની ફલાઈટનો ઉપયોગ કરી સોનાની દાણચોરી કરવાનો સિલસિલો ચાલુ રહ્યો...
સુરત : અલગ-અલગ રાજ્યના ઇન્ડસ્ટ્રિયલ (Industrial) વિસ્તારની (area) કંપનીઓ ટાર્ગેટ કરી કોપર – પિત્તળ (Copper – Brass) જેવા કિંમતી ધાતુની ઘરફોડ ચોરી...
નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં ભાગ લેશે. તેઓ આ સમિટમાં ભાગ લેવા માટે 15 થી 16 નવેમ્બર દરમિયાન ઇન્ડોનેશિયાના...
સુરત: બાંદ્રા ટર્મિનસ (Bandra Terminus) અને ગોરખપુર વચ્ચે દોડતી સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનની (Special Express Train) વધુ બે ટ્રીપ દોડાવવાની રેલવેએ (Railway) જાહેરાત...
સુરત : કાપડ બજારમાં ડ્રેસ (Dress) ખરીદીને નાણાં (Payment) નહીં આપવાની વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં કિશોરકુમાર અમૃતલાલ ગોપલાની...
યુક્રેન: યુક્રેન (Ukraine) અને રશિયા (Russia) વચ્ચે છેલ્લા 9 મહિનાથી ચાલી રહેલા યુદ્ધ (war) માં યુક્રેનમાં ભારે તબાહી મચી ગઈ છે. નાનકડો...
સુરત: પશ્ચિમ આફ્રિકાના ગાંબિયામાં ભારતીય દવા બનાવતી કંપનીનું (Pharmaceutical Company) કફ સીરપ સેવન કરવાથી 66 બાળકોના મોત (Death) થયાની ઘટના પછી ભારત...
નવી દિલ્હી : સાનિયા મિર્ઝા-શોએબ મલિકઃ ભારતીય ટેનિસ સુપરસ્ટાર (Indian tennis superstar) સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર (Pakistani cricketer) શોએબ મલિકના છૂટાછેડાના...
સુરત: રશિયા- યુક્રેન યુદ્ધ (War) લાબું ચાલતાં સુરત (Surat) સહિત દક્ષિણ ગુજરાતના કેમિકલ ઉદ્યોગની ડિમાન્ડમાં 70 ટકા વેપાર ઘટી ગયો છે. રશિયાથી...
સુરત: વેસુમાં (Vesu) પ્રેમિકાએ ઉંઘની ગોળીઓ ખાઈને રાંદેરમાં પ્રેમી સાથે ઝગડો (Fight) કર્યો હતો. રાંદેર પોલીસ (Police) બંનેને પોલીસ સ્ટેશને લઈ ગઈ...
સુરત: લગ્ન સહિતના ભવ્ય કાર્યક્રમનું (Grand Program) આયોજન કરવાના બહાને 43 લોકો સાથે 2.12 કરોડની છેતરપિંડીનો (Fraud) મામલો પ્રકાશમાં આવ્યો છે. આ...
સેલવાસ-દમણ : સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સામરવરણી અને મસાટ પટેલાદ ગામની સરકારી ઔદ્યોગિક જમીન પર છેલ્લા ઘણા સમયથી અમુક લોકો દ્વારા...
અમદાવાદ : ટિકિટ ફાળવણી તે ભાજપનો (BJP) આંતરીક મામલો છે, પણ સત્તામાં હોવા છતાં જૂના જોગીઓ અને મંત્રીઓની બાદબાકી ક્યાંકને ક્યાંક ગુજરાતમાં...
ગાંધીનગર : ભાજપની (BJP) નેતાગીરીએ આજે સવારે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં 69 ધરાસાભ્યને રિપીટ કર્યા છે. જયારે સૌરાષ્ટ્રમાં ચહેરાઓને...
સુરત: દાન (Donation) માટે આખી દુનિયામાં જાણીતું સુરત શહેર હવે ઓર્ગન ડોનેશનમાં પણ અગ્રેસર છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી ગુરુવાર વધુ એક ઓર્ગન...
સુરત : પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) મેડિકલના ડેઝરટેશન હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને (VNSGU) ઓનલાઇન મોકલી શકાશે. એટલું જ નહીં, યુનિવર્સિટી ડેઝરટેશનને...
હથોડા: સુરત જિલ્લા એલસીબીને (LCB) બાતમી મળી હતી કે, પાલોદ (Palod) પોલીસ ચોકી હદના મોલવણ ગામે પટેલ ફળિયામાં(Patel Faliya) રૂપલ મોદી પ્રોવિઝન...
અમદાવાદ : ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વિધાનસભાના 182 પૈકી 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં સુરતમાં (Surat) લગભગ રિપીટ થિયરી...
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Election) લઈ ખરાખરીનો જંગ (War) ચાલી રહ્યો છે. ભાજપ (BJP) દ્વારા 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે....
વ્યારા: (Vyara) કુકરમુંડામાં રાજપુર ગામે વળવી ફળિયામાં અવિનાશ રમેશભાઇ વળવી (ઉં.વ.૨૨)એ તા.૦૯/૧૧/૨૦૨૨નાં રોજ પોતાના ઘરની સામેની જગ્યામાં બીજુ મકાન (Home) બાંધવાનો હોય...
અંકલેશ્વર: અંકલેશ્વરની (Ankleshwar) રાજપીપળા ચોકડી નજીક આવેલા વળાંક પાસે 2 ટ્રક વચ્ચે (Two Truck) બાઈકસવાર (Biker) દબાઈ જતા તેનું ગંભીર ઈજાઓને પગલે...
કામરેજ: અમદાવાદથી (Ahmedabad) મુંબઈ (Mumbai) જતાં નેશનલ હાઈવે (Highway) નં.48 પર કામરેજ તાલુકાના નવી પારડી ગામની હદમાં ક્રિષ્ના ફાર્મની સામે મળસકે 4...
હથોડા: કોસંબા પોલીસે (Kosamba Police) બાતમીના આધારે પાલોડ નજીક હાઇવે (Highway) પાસે આવેલી હોટલ રોયલ ઈનના કમ્પાઉન્ડમાં પાર્ક કરવામાં આવેલો ઇંગ્લિશ દારૂ...
બારડોલી: (Bardoli) બારડોલી ગ્રામ્ય પોલીસ (Rural Police) ઊંઘતી રહી અને સુરત જિલ્લા એલસીબી (LCB)ની ટીમે મોતા ગામ નજીક રિક્ષામાં લઈ જવાતા વિદેશી...
મુંબઈ : બૉલીવુડમાં (Bollywood) અને દેશ ભરમાં ચર્ચાનો વિશય બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના (The Kashmir Files) ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ (Vivek Agnihotri)...
નેતાજી હવે ‘સ્માર્ટ’ અવતારમાં: વડોદરાની ગલીઓમાં પત્રિકાના બદલે હવે QR કોડ અને AIનો ‘ડિજિટલ’ દબદબો
ચૂંટણીનો ચક્રવ્યૂહ, વડોદરામાં લોકશાહીનો મહાકુંભ, 2 દિવસમાં 2259 ફોર્મ ઉપડતા રાજકીય ગરમાવો ચરમસીમાએ
MI-RR મુકાબલામાં વરસાદનો વિક્ષેપ, ટોસ પણ ન થયો, મેચના ઓવર્સમાં થશે કાપ
ઈરાનમાં રહેતા ભારતીયો માટે, આવતા 48 કલાક જયાં હોવ ત્યાં જ રહેવાની, ભારતીય દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરી
કેરળ ચૂંટણી પહેલા બંને CM વિજયન અને રેડ્ડી વચ્ચે વાકયુદ્ધ તીવ્ર બન્યું
તરસાલીના નૂર પાર્ક વિસ્તારમાં વર્ષો જૂની પાણીની સમસ્યાનો અંત, કોર્પોરેશન દ્વારા નવી પાઇપલાઇન નાખવાની કામગીરી તેજ
વડોદરા પાલિકા ચૂંટણી પહેલા શહેર પોલીસ સુસજ્જ
બીલીમોરાના ચંચલ જવેલર્સમાં ધોળે દિવસે લૂંટનો નિષ્ફળ પ્રયાસ, જ્વેલર્સની બહાદુરીથી બચી દુકાન
વડોદરા ભાજપમાં ટિકિટનો પેચ ફસાયો, દિલ્હી જેવી પ્રક્રિયા હવે ગાંધીનગરમાં
વેસુમાં તળાવમાં માછલી પકડવા જતા પગ લપસતા 11 વર્ષની કિશોરીએ જીવ ગુમાવ્યો
ગોપાલ ઈટાલિયાનો આરોપ, પોલીસે ઘરે જઈ માતા સાથે ગેરવર્તન કર્યું, હર્ષ સંઘવી પર પણ કર્યા ગંભીર આક્ષેપ
‘કિંગ’ માટે કમિટમેન્ટ, શાહરુખે રજનીકાંતની ફિલ્મ ‘જેલર 2’માં કેમિયો કરવા કર્યો ઇન્કાર
પ્રાથમિક શાળાના શિક્ષકો માટે 21 એપ્રિલથી ફેરબદલી કેમ્પ યોજાશે
નાણાબળ પર પંચની લગામ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની તિજોરી પર મર્યાદા, જાણો કોને કેટલી મળી છૂટ?
ઈરાનમાં આજે રાત્રે સભ્યતા ખતમ થશે, જે ક્યારેય પાછી નહીં આવે, ટ્રમ્પની કડક ચેતવણી
વડોદરા : અલકાપુરીમાં ધંધો કરતા ચાંદીના વેપારી સાથે રૂ. 17.33 લાખની છેતરપીંડી
2022થી એર ઇન્ડિયાના સીઇઓ તરીકે ફરજ નિભાવ્યા બાદ સીઇઓ કેમ્પબેલ વિલ્સનનું રાજીનામું
MI vs RR: સૂર્યવંશી vs બુમરાહની પહેલી ટક્કર, મેચ બનશે રોમાંચક
નકારાત્મક શરૂઆત છતાં માર્કેટનો કમબેક, નિફ્ટી 23,124 પર બંધ, સેન્સેક્સ 510 પોઇન્ટ ઉછળ્યો
તાપી નદીમાં તરતી લાશથી કાપોદ્રામાં ચકચાર
ઇઝરાયલે આપી ઈરાનને ચેતવણી: જાન બચાવવી હોય તો આવતા 12 કલાક ટ્રેનમાં મુસાફરી ન કરતા
‘મને ટીકાકારોની પરવા નથી’ ટ્રમ્પના નિવેદનથી વિવાદ વધ્યો, ટીકાકારોને આપ્યો સણસણતો જવાબ
સુરતના ખજોદમાં ઝેરી ધુમાડાનો કાળો કહેર
વાતાવરણમાં પલટો આવતા આકાશમાં વાદળોની ફોજ છવાઈ,કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા
ગુજરાત અને રાજસ્થાન ATSનું મેગા ઓપરેશન: ₹25 કરોડના ડ્રગ્સ સાથે બે ડ્રગ્સ માફિયાઓ ઝડપાયા, પાકિસ્તાની કનેક્શનનો પર્દાફાશ
ખડગે સાડા છ કરોડ ગુજરાતીઓની માફી માંગે: સીએમ ભૂપેન્દ્ર પટેલ
40 લક્ઝરી બસોને મેમો ફટકારાતા ફફડાટ
જે બોલ્યા તે કરવું એ ભાજપની કાર્યશૈલી
સબરીમાલા વિવાદમાં નવો વળાંક, કેન્દ્રે કહ્યું ઘાર્મિક મામલામાં કોર્ટ હસ્તક્ષેપ ના કરી શકે
ફી માટે વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રાખતા શિક્ષણ અધિકારીનો રૂ. ૧૦ હજારનો દંડ

આણંદ : હાલના ડિજીટલ યુગમાં બાળકો પ્રત્યે જાતિય સતામણીના કૃત્યો વધ્યા છે. આવા કૃત્યોને નાથવા માટે દરેકને કાયદાની જાણકારી હોવી ખુબ જ જરૂરી છે. જાતિય સતામણીને રોકવા માટે છોકરાઓની જેટલી જવાબદારી છે તેટલી જ જવાબદારી છોકરીઓની છે વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીના ઘડતર ઊપર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ,તેમ ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ નિરલ મહેતાએ વિદ્યાનગરની જી. એચ. પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી ખાતે યોજાયેલ કાનુની જાગૃતિ કાર્યક્રમમાં જણાવ્યું હતું.
સ્કુલ અને કોલેજના વિદ્યાર્થીઓ કાયદા પ્રત્યે વધુ સજ્જ અને જાગૃત બને તેવા આશયથી ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ દ્વારા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત આણંદ જિલ્લાની જી. એચ. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી ખાતે પોક્સો કાયદા અંગેની જાગૃતિ માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ બિરેન વૈષ્ણવએ જણાવ્યુ હતું કે, જીવનમાં વાંચનનું ખુબ જ મહત્વ રહેલુ છે. મોબાઈલ અને ઈન્ટરનેટ આવ્યા પછી આપણે સાહિત્ય ભૂલી ગયા છીએ.
વધુમાં તેમણે મોબાઇલના લીધે બાળકોના માનસ પર વિપરીત અસર થાય છે, જેના લીધે બાળક ગુનો કરી બેસતા હોય છે આ કાર્યક્રમમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ટી. આર. દેસાઈએ પોક્સો કાયદાની જાણકારી આપતા જણાવ્યુ કે, 18 વર્ષથી નીચેની કોઇ પણ વ્યક્તિ કાયદાની ભાષામાં બાળકમાં આવે છે. આ કાયદા હેઠળ યૌન સંબંધિત ગુનાઓ જેવા કે બાળકનો પીછો કરવો, ના ગમતુ બતાવવું, ખરાબ રીતે જોવું, અડપલા કરવા, અશ્લિલ ગીત ગાવા, અપશબ્દનો પ્રયોગ કરવો વગેરે માટે દંડની જોગવાઈ કરવામાં આવેલ છે.
આણંદના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ. એ. નકુમએ જણાવ્યુ હતું કે, 18 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી કોઇ પણ વ્યક્તિની સાથે તેની સહમતીથી સંબંધ બાંધ્યો હોય તો પણ આ કાયદા હેઠળ ગુનો બને છે. લોકોને આ કાયદો અને તેની જોગવાઈઓ વિશે માહિતગાર કરવા ખુબ જ જરૂરી છે તેમ કહી જો લોકો જાગૃત થશે તો જ બાળકો સાથે જાતિય સતામણીના ગુના અટકશે તેમ વધુમાં જણાવ્યુ હતું.
આ કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વિદ્યાર્થિઓએ સાથે પ્રશ્નોત્તરી કરી મુંજવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યુ હતું. આ કાર્યક્રમમાં આણંદના મુખ્ય ન્યાયાધિશ વી. બી. ગોહિલ, ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના પુર્વ પ્રમુખ સી. કે. પટેલ, આણંદ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવ એ. જી. શેખ, ચારૂતર વિદ્યામંડળના મંત્રી એસ. જી. પટેલ, ચારૂતર વિદ્યામંડળના આચાર્યઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે ચારૂતર વિદ્યામંડળના વાઈસ ચેરમેન મનિષભાઈ પટેલે આભાર વિધી કરી હતી.