Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: વડોદરા શહેર નજીક પોર જીઆઇડીસી જીઈબી સબ સ્ટેશન પાસે પ્લોટ નંબર 101માં આવેલી શ્રીનાથજી પ્લાસ્ટિક નામની કંપનીમાં શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી.બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.સદનસીબે કંપની બંધ હોવાથી જાનહાની થતા ટળી હતી.જોકે આગને પગલે આશરે રોમટીરીયલ બળીને ખાખ થઈ જતા લાખોનું નુકશાન થયું હતું.

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આગ લાગવાનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે.શહેરના રેલ્વે ગરનાળા,નવાયાર્ડ ટ્રેનમાં આગ લાગવાની ઘટના બાદ શુક્રવારે શહેર નજીક પોર જીઆઈડીસી જીઈબી સબ સ્ટેશન આગળ પ્લોટ નંબર 101 માં આવેલી બંધ કંપનીમાં આગ લાગતાં વિસ્તારમાં ભારે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર પોર જીઆઈડીસીના પ્લોટ નંબર 101માં શ્રીનાથજી પ્લાસ્ટિક નામે કંપની આવેલી છે.આ કંપનીમાં શુક્રવારે વહેલી સવારે પોણા સાત વાગ્યાના અરસામાં એકાએક આગ લાગી હતી.ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.અને બનાવ અંગેની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી.જેથી કોલ મળતા જ ફાયરબ્રિગેડના જવાનો સ્થળ ઉપર દોડી ગયા હતા.પ્લાસ્ટિકમાં આગ લાગી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.જેથી ફાયર જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથધરી હતી.આશરે અઢી કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.આગની લપેટમાં પ્લાસ્ટિકનું રોમટીરીયલ બળીને સ્વાહા થઈ જતા લાખોનું નુકશાન થયું હતું.

To Top