Gujarat Main

લોકડાઉનમાં આંશિક રાહત મળતા વેપારીઓ ખુશ

ગુજરાતમાં આજે લોકડાઉન ( lockdown) માં આંશિક રાહત મળતા વેપારીવર્ગમાં ખુશી છવાઈ ગઈ છે. લાંબા સમયના બ્રેક બાદ વેપારીઓ પોતાના દુકાનોના શટર ઉંચા કરતા ખુશ થયા હતા. આંશિક લોકડાઉનમાં આજથી કેટલીક છૂટછાટો મળતા રાજ્યભરમાં અનેક દુકાનો આજથી ખૂલી છે. સવારે 9 થી બપોરે 3 સુધી તમામ દુકાનો ખોલવાની મંજૂરી મળતા જ વેપારીઓમાં આવકની આશા જાગી છે. રાજય સરકારના આદેશ બાદ કેટલાક નિયંત્રણ હળવા કરાયા છે. કોરોનાની પરિસ્થિતિમાં સુધારો થતા સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. ત્યારે વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. તેમની રોજગારી પર બ્રેક લાગી હતી. તેથી વેપારીઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. 

અમદાવાદના મોટા માર્કેટ ખૂલ્યા 
આગામી 27 મે સુધી આ છૂટછાટ અમલમાં રહેશે. ત્યારે સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરામાં મોટા માર્કેટ પણ ખૂલ્યા છે. અમદાવાદનું પ્રસિદ્ધ ગાંધી રોડ પરનું ઈલેક્ટ્રોનિક બજાર ખુલ્યું છે. લાંબા સમય બાદ બજારોમાં રોનક જોવા મળી છે. સરકારના નિર્ણયથી વેપારીઓએ ખુશી ખુશી દુકાનો ખોલી છે. 

કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે રાજ્ય સરકારે આજથી મોટા ભાગના વેપાર, ધંધા અને દુકાનોને સવારે નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ કરવાની છુટ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે આપેલી આ છુટથી નાના, મધ્યમ અને છુટક વેપારીઓના ધંધા ફરીથી શરૂ થશે. સાથે જ ગ્રાહકોને પણ જોઈતી વસ્તીની ખરીદી કરવાની તક મળશે.

હાલ રાજ્ય સરકારે સવારે નવથી બપોરના ત્રણ વાગ્યા સુધી તમામ 36 શહેરોમાં છુટ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્યના કોરોના કર્ફ્યુ ( corona curfew) હેઠળના તમામ 36 શહેરોમાં 27 મે સુધી નાઈટ કર્ફ્યુ ( night curfew) તો યથાવત જ રહેશે. પરંતુ સવારના નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ રહેશે.

આંશિક અનલોક વચ્ચે વેપારીઓ, દુકાનદારો, ગ્રાહકો અને નાગરિકોએ છુટછાટનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો રહેશે. કોઈપણ જગ્યાએ મોટી ભીડ ન થાય તેની કાળજી રાખવાની રહેશે. માસ્ક પહેર્યા વગર ફરનારા નાગરિકોને અને વેપાર ધંધા કરનારા વેપારીઓને આકરો દંડ કરવામા આવશે.

Most Popular

To Top