Dakshin Gujarat

પારડી પાલિકાની સામાન્ય સભામાં વિવિધ સમિતિની રચના,કોંગ્રેસનો બહિષ્કાર

પારડી : પારડી નગરપાલિકાની સામાન્ય સભા ( genral meeting) માં કોંગ્રેસના ( congres) વિરોધ વચ્ચે વિવિ સમિતિના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. કોંગ્રેસના ૧૧ સભ્યોએ સભા યોજવા સામે વાંધો નોંધાવ્યો હતો અને સભાનો બહિષ્કાર કર્યો હતો જોકે સભા યોજવા માટે તમામ ગાઈડલાઈન ( guideline) લેવામાં આવી હોય અને યોજવાની મંજુરી પણ મળી હોય તેવો ખુલાસો ચીફ ઓફિસરે કરવા છતાં પણ કોંગ્રેસના સભ્યો સભા છોડીને ચાલ્યા ગયા હતા. લાંબા સમયથી સમિતિઓની રચના અટકી પડી હતી .

સમિતિઓની રચના થયા બાદ હવે અટકી પડેલા વિકાસના કામોને વેગ મળશે. સામાન્ય સભામાં પારડી નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ હસમુખભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામાં શરૂઆતમાં કોરોના કાળ ( corona time) માં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારે કોંગ્રેસી સભ્યએ જણાવ્યું હતું કે ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપો તો ભાજપના તમામ સભ્યોએ કહ્યું હતું કે એમાં બધા જ આવી ગયા છે. બાદમાં કોંગ્રેસના સભ્ય ગુરમીત ભાઈએ જણાવ્યું હતું કે સામાન્ય સભા હાલમાં કોરોના મહામારીના કારણે યોજવાની જરૂર ન હતી. જેનો રાજેશ પટેલ જવાબ આપ્યો હતો કે પ્રજાલક્ષી કામ અટકી ગયા હોવાથી આ સભા યોજવી ખૂબ જ જરૂરી હતી. જેમાં ચીફ ઓફિસર પ્રાચીબેનએ કહ્યું હતું કે કલેક્ટરની તમામ ગાઈડલાઈન અનુસર્યા બાદ જ સામાન્ય સભા યોજવામાં આવી છે. ઉપલા અધિકારીઓની સુચના મુજબ સભા યોજવામાં આવી છે જિલ્લા કલેક્ટર અને તમામ અધિકારીઓને પત્ર મોકલવામાં આવ્યા હતા. ભાજપ સભ્યએ જણાવ્યું હતું કે પારડી નગર પાલિકાની સામાન્ય સભા ગુરૂવારે પાલિકા પ્રમુખ હસુભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને પાલિકાના સભાખંડ 11.30 કલાકે યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના બિપીન પટેલ, ગુરમીત પાલએ કલેક્ટરને અરજી કરી હતી ને કોંગ્રેસના 11 સભ્યોએ ચાલુ સભામાંથી બહાર નિકળી વિરોધ વ્યક્ત કર્યો હતો. સભામાં પાલિકા ઉપપ્રમુખ સંગીતાબેન પટેલ, જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી કમલેશ પટેલ, શિલ્પેશ દેસાઈ, કોષાધ્યક્ષ રાજેશ ભાનુશાલી, પારડી સંગઠનના મહામંત્રી કેતન પ્રજાપતિ, પ્રણવ દેસાઈ, ઉમેશ પટેલ વગેરે હાજર રહ્યા હતા


વિવિધ સમિતિ અને નિમાયેલા અધ્યક્ષો
વિવિધ એજન્ડા વચ્ચે સભાની શરૂઆત થઇ હતી જેમાં વિવિધ સમિતિ રચનામાં કારોબારી ચેરમેન તરીકે ગજાનન આર. માંગેલા, બાંધકામ સમિતિના ચેરમેન-રાજેશ પટેલ, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન-અમિષાબેન મોદી, વોટ્સ વર્ક્સ-નિકિતાબેન પટેલ, વિજળી સમિતિના ચેરમેન-કિરણ મોદી, ડ્રેનેજ સમિતિના ચેરમેન-અલી અંસારી, શાસક પક્ષ નેતા દેવન શાહ, સભાના દંડક નેતા તરીકે ફાલ્ગુનીબેન ભટ્ટ, આરોગ્ય સમિતિના ચેરમેન ભાવનાબેન પટેલ, મહેકમ સમિતિ ચેરમેન નૈનાબેન પટેલ, સમાજ કલ્યાણસમિતિના ચેરમેન સીતાબેન પટેલ, કાયદા સમિતિના ચેરમેન કુંવરબેન આહીરની વરણી કરવામાં આવી હતી

Most Popular

To Top