Dakshin Gujarat Main

અમે પણ જીવ હથેળી પર રાખીને કામ કરીએ છીએ, ભેદભાવ ના કરો : આરોગ્યકર્મીઓ

અંકલેશ્વર: ભરૂચ જિલ્લાના 2000 અને રાજ્યના 1 લાખથી વધુ આરોગ્યકર્મી ( health workers) ઓ તેઓની પડતર 10 જેટલી માંગણીઓને લઈ ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ ગુરુવારથી તેઓને અપાયેલું કોરોના ( corona) વોરિયર્સનું બિરૂદ પરત આપી વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું છે.આશામાં આરોગ્ય વિભાગ ( health department) ના રાજ્યના તમામ કર્મચારીઓ છેલ્લા 15 મહિનાથી દિવસ રાત જોયા વિના પોતાના જીવના જોખમે કોરોનાની કામગીરી કરી રહ્યા છે.

આરોગ્યકર્મીઓની પડતર માંગણીઓ કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગની શોષણભરી નીતિઓ નાબૂદ કરવી, આઉટ સોર્સિંગથી ફરજ બજાવતા વર્ગ 3-4ના કર્મચારીઓ તેમજ નેશનલ હેલ્થ મિશન (NHM)ના 11 માસ કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા, વર્ગ-4ની કાયમી ભરતી ફરી શરૂ કરવી, આશાવર્કર અને ફેસિલિટેટરને લઘુત્તમ વેતન મુજબ ફિક્સ પગાર આપવો, અપહેવ-ફીમેલ હેલ્થ વર્કરને 2800, સ્ટાફ નર્સને 4200, ફાર્માસિસ્ટને 4600 અને લેબ ટેક્નિશિયનને 4200 ગ્રેડ પે આપવો સહિતની આરોગ્યકર્મીઓની પડતર માંગો છે.


સાથે જ ફરજ દરમિયાન કોરોના ( corona) થી અવસાન પામેલ કર્મચારીઓના પરિવારના એક સભ્યને કાયમી નોકરી, આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર, બોનસ, એરિયર્સ, ડ્રેસ વોશિંગ એલાઉન્સ, ઇપીએફ, ઈએસઆઇસીનાં નાણાંમાં એજન્સીઓ દ્વારા ઉચાપતની તપાસ કરવા SIT રચના કરવામાં આવે. જે 10 માગણીઓનું નિરાકરણ લાવી કામગીરીને સમ્માનિત કરી જુસ્સામાં વધારો કરવાની જગ્યાએ સરકાર દ્વારા પોલીસ કેસ કરવાની ધાકધમકીઓ આપી અસંવેદનશીલ વલણ દાખવી રહી છે તેવો આક્ષેપ ગુજરાત જનતા જાગૃત મંચે આરોગ્ય કર્મચારીઓ વતી કર્યો છે.

સરકાર અમે પણ કોરોના વોરિયર્સ છીએ અને પણ જીવ હથેળી ઉપર રાખીને કામ કરી રહ્યા છીએ, એ ભૂલી અમારી સાથે ભેદભાવ કરી રહી હોય લાગણીઓને ખૂબ જ ઠેસ પહોંચી હોવાનો સૂર વ્યક્ત કરાયો છે. ત્યારે આરોગ્ય કર્મચારીઓને પણ સામાન્ય કર્મચારી જ ગણવા નમ્ર વિનંતી સાથે કોરોના વોરિયર્સનું બિરુદ પાછું આપવાનું અભિયાન શરૂ કરાયું છે. જે હેઠળ મુખ્યમંત્રી CM વિજય રૂપાણી ( vijay rupani) ને પણ RPAD થી કોરોના વોરિયર્સના બિરૂદ પરત ભરૂચ જિલ્લા સહિત રાજ્યના આરોગ્યકર્મચારીઓ મોકલી રહ્યા છે.

Most Popular

To Top