Vadodara

કૂતરાને લાકડીના ફટકા મારનાર સામે પોલીસે ગુનો નોંધ્યો

વડોદરા: માનવતાને નેવે મૂકીને િહંસક ઈસમે કોમ્પલેકસના ગેટ બંધ કરીને નિર્દોષ કુતરાને દોડાવી દોડાવીને લાકડીના ફટકા મારતા જીવદયા સેવાના સંસ્થાના કાર્યકરે કૂતરા ઉપર ક્રૂરતા આચરનાર ઈસમ િવરૂધ્ધ ફતેગંજ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.મુંગા પશુ, પક્ષી, પ્રાણીઓ માટે જીવદયા પ્રેમીઓ નાગરિકો વિવિધ રીતે કરતા હોય છે. જયારે કેટલાક ક્રૂર અને દાનવ સમા માનવ મૂંગા પ્રાણીઓને પારાવાર પીડા અને યાતના આપવામાં પાશવી આનંદ મેળવતા હોય છે.

આવો જ એક નિર્દય બનાવ ફતેગંજ સ્થિત મન કોમ્પલેકસમાં બન્યો હતોો. કોમ્પલેકસનો ગેટ બંધ કરીને એક શેરી કૂતરાને એક ઈસમ દોડાવી દોડાવીને લાકડીના ફટકા મારીને ઈજા પહોંચાડી રહયો હતો. જેનો વિડિયો વાયરલ થતાં કેટલાક જીવદયાપ્રેમીઓમાં આક્રોશ વ્યાપી ગયો હતો. પીપલ્સ ફોર એનિમલ્સ સંસ્થાની મહિલા સાથે કાર્યકર્તાઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા અને કૂતરાને મારઝૂડ કરતા ઈસમની શોધખોળ કરતા મળી આવ્યો હતો.

ઘટના સંદર્ભે કાર્યકર્તાઓએ વાતચીત કરતા પ્રશાંત દુર્ગવાડકર (રહેવાસી, ઘનશ્યામ એપાર્ટમેન્ટ, છાણી-સમતા, કેનાલ રોડ) ઉશ્કેરાઈને તમારાથી જે થાયતે કરી લો. કૂતરા કરડવાની રાહ હું નહીં જોઉં. ફલેટ નીચે કૂતરાને રહેવા જ નહીં દઉં. તમારી લીગલ કાર્યવાહીનો મને કોઈ ડર નથી.  ફતેગંજ પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top