Dakshin Gujarat

કારમાં સુરત લઇ જવતો 450 કિલો ગૌ માસનો જથ્થો નવી પારડી હાઈવે પરથી ઝડપાયો

કામરેજ: અમદાવાદથી (Ahmedabad) મુંબઈ (Mumbai) જતાં નેશનલ હાઈવે (Highway) નં.48 પર કામરેજ તાલુકાના નવી પારડી ગામની હદમાં ક્રિષ્ના ફાર્મની સામે મળસકે 4 કલાકે ગૌરક્ષકોએ બાતમીના આધારે હુન્ડાઈ વરના કારમાંથી (Car) ગૌમાંસ પકડી પાડી કામરેજ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા કારમાં પાછળની સીટ આડી કરીને તેમજ ડીકીના ભાગમાં 450 કિલો ગૌમાંસનો (Beef) જથ્થો મળી આવતાં પોલીસે કારના ડ્રાઇવરની સ્થળ ઉપરથી તેની અટકાયત કરીને તેની વધુ પુછ પરછ કરી શરુ કરી હતી. આ ગૌ માસનો જથ્થો સુરત લઇ જવામાં આવી રહ્યો હતો તેની પણ કબૂલાત કરતા પોલીસે આગળની તપાસના ચક્રો ગતિમાન કરી દીધા હતા.

સુરતના લીંબાયત વિસ્તારમાં પહોંચાડવાનો હતો આ જથ્થો
પોલીસે કડકાઈથી પૂછતાછ કરતા કારચાલક સરફરાજ ગુલામ કાગઝીની પૂછપરછ કરતાં ગૌમાંસનો જથ્થો ભાલોદથી ફરીદ પાસેથી લઈને લિંબાયત સૂપડુ નામના ઈસમને આપવા જતો હોવાનું જણાવતાં પોલીસે ગૌમાંસ અંગે પશુ તબીબની મદદ પ્રાથમિક તપાસમાં ગૌમાંસ જથ્થો આવતાં ગુનો નોંધી કાર ચાલકની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

દેગામ ટાંકલ માર્ગ ઉપર સ્કૂલ પાસેથી અજગર પકડાયો
ઘેજ : પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારની રાત્રીના સમયે દેગામ ટાંકલ માર્ગ ઉપર દેગામ ગુજરાતી સ્કૂલ પાસે રાત્રીના ૧૧:૩૦ વાગ્યાના અરસામા એક અજગર નજરે પડ્યો હતો. જે અંગેની જાણ નવસારી વાઈલ્ડ લાઈફ વેલ્ફેરના સભ્ય દેગામના કમલ પટેલને કરતા જેઓ સ્થળ ઉપર આવી અજગરનું રેસ્ક્યુ કરી ચીખલી વન વિભાગને સોંપવામાં આવ્યો છે. પકડાયેલો અજગર આઠ ફૂટ લાંબો અને ૩૯ કિલો વજન ધરાવતો હોવાનું જાણવા મળ્યું હતું.

મહાકાય અજગરને જોવા લોકોના ટોળા ઉમટ્યા
પકડાયેલા અજગરને રેસ્ક્યુની ટિમ વાળા લઇ ગયા હતા.જોકે લોકોની ભીડ ઘટના સ્થળ ઉપર મોટા પ્રમાણમાં એકત્ર થઈ ગઈ હતી.આઠ ફૂટ લાંબા અને મહાકાય અજગરને જોઈ લોકોમાં પણ ભારે આશ્ચર્ય સર્જાયું હતું. જોકે ગ્રામ જનોએ સમય સુચકતા વાપરીને તુરંત રેસ્ક્યુ ટિમનો સંપર્ક સાધ્યો હતો જેથી કોઈ આ જીવ ઉપર હુમલો ન કરી શકે.

બીલીમોરા પાલિકાએ શહેરમાં રખડતાં 10 ઢોરને ઝડપી પાંજરાપોળ મોકલ્યા
બીલીમોરા : બીલીમોરા પાલિકાએ શહેરભરમાં અસહ્ય ત્રાસ આપતા 10 ઢોરોને ગુરુવારે પાંજરે પૂર્યા હતા. શહેરના વિવિધ વિસ્તારમાં અકસ્માતને આમંત્રણ આપતા રખડતાં ઢોરોને ઝડપી ખડસુપા પાંજરાપોળ મોકલ્યા હતા. આ અભિયાનમાં પાલિકાના કર્મચારીઓ ભારે જહેમત બાદ ઢોરોઓ પાંજરે પુરાઈ રહ્યા છે. હજુ ગ્રામ્ય વિસ્તારોમાં કામગીરીનો અભાવ વર્તાઈ રહ્યો છે. કોસ્ટલ માર્ગ ઉપર બીગરી, ગોયંદી-ભાઠલા, ખાપરવાડા, પોંસરી, ધોલાઈ સહિત કાંઠા વિસ્તારન ગામોમાં લોકો ભારે ત્રાસ સહન કરી રહ્યા છે. જાહેર રસ્તા ઉપર રખડતા ઢોરોના ત્રાસને કારણે લોકોના જીવને પણ મોતું જોખમ રહેતું હોય છે. જેનો કાયમી નિકાલની લોકો માંગણી કરી રહ્યા છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારો ઢોર પકડવા બાબતે તંત્રનું ઉદાસીન વલણ ટિકાપાત્ર બન્યું છે.

Most Popular

To Top