Gujarat

સુરત શહેરમાં રિપીટ થિયરી પરંતુ અમદાવાદમાં મુખ્યમંત્રી સહિત બે સિવાય બાકી બધા કપાયા

અમદાવાદ : ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વિધાનસભાના 182 પૈકી 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં સુરતમાં (Surat) લગભગ રિપીટ થિયરી અપનાવવામાં આવી છે, પરંતુ અમદાવાદ (Ahmedabad) શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા સિવાય બાકીના બધાની ટિકિટ કપાય છે.

અમદાવાદ શહેરની બેઠકોની વાત કરીએ ધાટલોડિયામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નિકોલ બેઠક પરથી જગદીશ પંચાલ સિવાય બાકીના તમામની ટિકિટ કપાઈ છે. બાકી બેઠકો પર નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાના ખાસ મનાતા અને ભુપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી એવા અસારવાના પ્રદીપ પરમારની ટિકિટ કપાય છે. જ્યારે અમરાઈવાડી બેઠક ઉપર જગદીશ પટેલની રિપીટ કરાયા નથી. તેવી જ રીતે નરોડામાં બલરામ થાવાની, ઠક્કરબાપાનગરમાં વલ્લભ કાકડિયા, સાબરમતીમાં અરવિંદ પટેલની ટિકિટ કપાય છે.

બીજી તરફ વેજલપુરમાં નવો યુવો ચહેરો અમિત ઠાકરને ટિકિટ આપવામાં આવી છે. નરોડામાં પણ ડૉ. પાયલ કુકરાણી, ઠક્કરબાપાનગરમાં કંચનબેન રાદડિયા, બાપુનગરમાં હિન્દીભાષી બેલ્ટને કવર કરવા દિનેશ કુશવાહ, દાણીલિમડામાં નરેશ વ્યાસ, સાબરમતીમાં ડૉ. હર્ષદ પટેલ, અસારવામાં દર્શના વાઘેલા જેવા નવા ચહેરાઓ ઉપર કળશ ઢોળવામાં આવ્યો છે.
અમદાવાદમાં બે વાવાઈને ટિકિટ મળી. અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠક પરથી ભૂષણ ભટ્ટ અને એલિસબ્રિજ બેઠક પરથી શહેર ભાજપ પ્રમુખ અને પૂર્વ મેયર અમિત શાહને ટિકિટ આપવામાં આવી છે. ભૂષણ ભટ્ટ અને અમિત શાહ એક બીજાના વેવાઈ થાય છે, એટલે અમદાવાદમાં બે વેવાઈને ટિકિટ મળી છે.

Most Popular

To Top