National

કર્ણાટકમાં ભાજપ નેતાની હત્યા, બાઈક પર આવેલા હુમલાખોરોએ માર્યા કુહાડીનાં ઘા

કર્ણાટક(Karnataka): કર્ણાટકના બેલ્લારીમાં ભાજપ(BJP) યુવા નેતા(young leader)ની ઘાતકી હત્યા(Murder) કરવામાં આવી છે. ભાજપ યુવા મોરચાના અધિકારી પ્રવીણ નેતારુ બેલ્લારીમાં પોલ્ટ્રી શોપ ચલાવતા હતા. રાત્રે દુકાન બંધ કરીને તે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે પાછળથી બાઇક પર આવેલા હુમલાખોરો(attackers)એ તેના પર કુહાડી(axe) વડે હુમલો કર્યો હતો. જો કે હજુ સુધી પોલીસ હત્યાનું કારણ શોધી શકી નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે હત્યારાઓને જલ્દી પકડી લેવામાં આવશે.

  • ભાજપ યુવા મોરચાના નેતા પ્રવીણ નેતારુની નિર્દયતાથી હત્યા
  • બાઇક પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ ઘાતક હથિયારો વડે માર માર્યો
  • હિંદુ સંગઠનોએ સુલિયા અને પુત્તુરમાં બંધનું એલાન આપ્યું

પ્રવીણ નેતારુના મૃતદેહને પુત્તુરની સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે હોસ્પિટલની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ ભાજપ યુવા મોરચાના નેતાની હત્યા પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

સીએમ બોમ્માઈએ કહ્યું- હત્યારાઓને મળશે કડક સજા
સીએમ બોમ્માઈએ કહ્યું હતું કે, ‘દક્ષિણ કન્નડ જિલ્લા સુલ્યાના બીજેપી કાર્યકર પ્રવીણ નેતારુની ઘાતકી હત્યા નિંદનીય છે. આ ઘટનાને અંજામ આપનારા હત્યારાઓને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે. તેમને કાયદા હેઠળ કડક સજા કરવામાં આવશે. પ્રવીણના આત્માને શાંતિ મળે, ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ. આ હત્યા મામલે ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે પ્રાથમિક અહેવાલો અને મીડિયા અહેવાલો દર્શાવે છે કે આ હત્યાની ઘટનામાં SDPI અને PFI વચ્ચે સાંઠગાંઠ છે. કેરળમાં આ સંસ્થાઓનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ કર્ણાટકમાં તેમનો પ્રચાર કરી રહી છે. કર્ણાટકમાં અમારી સરકાર કાર્યવાહી કરશે અને આરોપીઓની ધરપકડ કરશે. એવું પણ સામે આવ્યું છે કે કેટલાક લોકોએ પ્રવીણની હત્યા પર નારાજગી વ્યક્ત કરીને વિરોધ કર્યો હતો. તેઓએ બેલ્લારી અને પુત્તુરની શેરીઓમાં સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ લોકોએ ‘વી વોન્ટ જસ્ટિસ’ જેવા નારા પણ લગાવ્યા હતા.

બંધનું એલાન આપ્યું
આ ઘટના બાદ જિલ્લાના ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોડી રાતે રસ્તા પર ઉતરેલા કાર્યકરોએ પ્રવીણ માટે ન્યાયની માંગણી કરી હતી. કાર્યકરોએ ‘અમને ન્યાય જોઈએ છે’ના નારા લગાવ્યા હતા. આ દરમિયાન તેમણે આરોપીઓની ધરપકડ કરવાની માંગણી કરી હતી. VHPએ બુધવારે જિલ્લાના કડાબા, સુલિયા અને પુત્તુર તાલુકામાં બંધનું એલાન આપ્યું હતું.

પોલીસે તપાસ માટે ટીમ બનાવી
પોલીસે હુમલાખોરોને પકડવા માટે ચાર ટીમો બનાવી છે. ઉડુપી અને દક્ષિણ કન્નડ જિલ્લામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસને આશંકા છે કે આ હત્યા બદલાની ભાવનાથી કરવામાં આવી હશે. દક્ષિણ કન્નડ ગ્રામીણ જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ભગવાન સોનાવણેએ જણાવ્યું હતું કે તપાસ ચાલી રહી છે, જો કે હજુ સુધી કોઈ લીડ મળી નથી. હુમલાખોરો કેરળથી આવવાની શક્યતા પર અધિકારીએ કહ્યું કે આવું થઈ શકે છે. અમે વિવિધ પાસાઓ પર કામ કરી રહ્યા છીએ. અમે તેની તપાસ કરી રહ્યા છીએ.

Most Popular

To Top