Top News

More Posts

   The Latest

Most Popular

સીએમ વિજય રૂપાણીએ આજે શ્રાવણ મા દરમ્યાન સોમનાથ તીર્થ ખાતે દર્શન અને પૂજન કર્યા હતાં. રૂપાણીએ ગુજરાત પર સોમનાથ ભગવાનની કૃપા આશિષ વરસતા રહે અને સૌના સ્વસ્થ્ય રહે, ગુજરાત વિકાસની રાહ પર સતત અગ્રેસર રહે તેવી પ્રાર્થના કરી હતી.

સોમનાથ ખાતે 85 કરોડના વિવિધ વિકાસ પ્રોજેકટના લોકાર્પણ સમારોહમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન અને ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને સુવિધા માટેના અનેક કાર્યો થઈ રહ્યા છે. સોમનાથ મંદિરની ગરિમા ગૌરવ આભને સ્પર્શી રહ્યા છે રાજય સરકાર સોમનાથ તીર્થ સ્થળના વિકાસ કાર્યમાં હર હંમેશ પ્રતિબદ્ધ છે તેમ જણાવ્યું હતું.

સોમનાથ સહિત ગુજરાતના તીર્થસ્થળો ના વિકાસ માટે શ્રેણીબદ્ધ માળખાગત કામો હાથ ધરવામાં આવ્યા છે તેનો ઉલ્લેખ કરીને રૂપાણીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા તાઉતે વાવાઝોડા દરમિયાન અને કોરોનાની મહામારી દરમિયાન અનેક સેવાકાર્યો કરવામાં આવ્યા છે તેની માહિતી આપી સોમનાથ તીર્થ સ્થળોમાં શ્રદ્ધાળુઓનો યાત્રિકોનો વધારો થઈ રહ્યો છે તેની માહિતી આપી હતી.

તેમણે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ દર્શનની જે વ્યવસ્થા થઈ છે તેને પણ આવકારી હતી.રૂપાણીએ સોમનાથમાં યાત્રિકોને રહેવા માટેની વ્યવસ્થા વધારવામાં આવી છે તે અંગે માહિતી આપી રાજ્ય સરકાર દ્વારા પણ પર્યટન વિકાસ માટે કરવામાં આવી રહેલા કાર્યોની રૂપરેખા આપી હતી.

To Top