World

બ્રિટનના વડા પ્રધાનની રેસ અંતિમ તબક્કામાં, ઋષિ સુનક પૂરજોશથી ઝુંબેશમાં જોતરાયા

લંડન: ઋષિ સુનકે ‘વિશ્વનો શ્રેષ્ઠ દેશ બનાવવા’ માટે ‘રાત અને દિવસ’ કામ કરવાનું વચન આપ્યું હતું કારણ કે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને નવા બ્રિટિશ વડા પ્રધાન તરીકેની ચૂંટણી ઝુંબેશ બુધવારે તેના અંતિમ તબક્કામાં પ્રવેશી હતી.બુધવારની સાંજે વેમ્બલીમાં એક લોકપ્રિય કોન્સર્ટ સ્થળ પર નિર્ધારિત અંતિમ ઝુંબેશ કાર્યક્રમ પહેલા 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ટોચના પદ માટે દોડનાર પ્રથમ બ્રિટિશ ભારતીય તરીકે સુનકે તેમની ભવિષ્યની યોજનાઓ ફરીથી જણાવી હતી.પૂર્વ ચાંસલર તેમના હરીફ વિદેશ મંત્રી લિઝ ટ્રુસ સામે કટોકટીની હરીફાઈમાં છે, શુક્રવારની સાંજે મતદાન સમાપ્ત થશે તે પહેલાં કોઈ ટોરી સભ્યો જેમણે પોતાનો મત આપ્યો નથી તેમના મત માટે તેઓ છેલ્લી લડાઈ લડશે.

બ્રિટન ઉછરવા, કુટુંબ શરૂ કરવા અને વ્યવસાય બનાવવા માટે વિશ્વનો શ્રેષ્ઠ દેશ છે
42 વર્ષીય ભૂતપૂર્વ નાણા મંત્રી જેમણે ફુગાવા પર પકડ મેળવવાની તાકીદ પર તેમના ઝુંબેશ સંદેશ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને 47-વર્ષીય ટ્રુસના દાવાઓનો સામનો કર્યો હતો કે કરમાં ઘટાડો એ વધતી કોસ્ટ ઓફ લીવીંગની કટોકટીનો ઉકેલ છે.
‘બ્રિટન ઉછરવા, કુટુંબ શરૂ કરવા અને વ્યવસાય બનાવવા માટે વિશ્વનો શ્રેષ્ઠ દેશ છે, અને આપણું ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે. પરંતુ જો આપણે ટૂંકા ગાળાના પડકારોનો સામનો પ્રમાણિકતા અને વિશ્વસનીય યોજના સાથે કરીશું તો જ આપણે ત્યાં પહોંચી શકીશું’, એમ સુનાકે મંગળવારે રાત્રે તેની રેડી-4 ઋષિ અભિયાન ટીમ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું હતું.સુનક બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડા પ્રદાન બનીને ઈતિહાસ રચવાના પ્રયાસ કરી રહ્યા છે અને તેમને ભારતીય અપ્રવાસીઓનું ભારે સમર્થન છે.સુનક બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડા પ્રધાન બનીને ઈતિહાસ રચવાના પ્રયાસમાં, શુક્રવારની સાંજે મતદાન સમાપ્ત થશે

આ વખતે રાણી બ્રિટનના વડા પ્રધાનની નિયુક્તિ સ્કોટલેન્ડમાં કરશે
લંડન, તા. 31 (પીટીઆઈ): ક્વીન એલિઝાબેથ દ્વિતીય બ્રિટનના નવા વડા પ્રધાનની નિયુક્તિ સ્કોટલેન્ડમાં કરશે જ્યાં તેઓ હાલમાં રહી રહ્યા છે અને લંડન નહીં જાય, એમ બુધવારે બકીંઘમ પેલેસે પુષ્ટી કરી હતી. ઉલ્લેખનીય છે કે ઋષિ સુનક અને લિઝ ટ્રુસ વચ્ચે વડા પ્રધાનની અંતિમ હરીફાઈ ચાલી રહી છે.ટોરીના નેતૃત્વ માટેની ચૂંટણીના પરીણામો સોમવારે જાહેર કરાશે તેના બીજા દિવસે મંગળવારે 96 વર્ષીય રાણી નવા વડા પ્રધાનને નિયુક્ત કરશે અને આ વખતે તેઓ રાજસી પરંપરાને તોડી બાલમોરલ કેસલમાં આ નિયુક્તિ કરશે. દેશના વડા તરીકે તે રાણી છે જે ઔપચારિક રીતે દેશના વડા પ્રધાનની નિમણૂક કરે છે જેઓ ‘હર મેજેસ્ટીની સરકાર’ નું નેતૃત્વ કરે છે.

Most Popular

To Top