Entertainment

સપ્ટેમ્બરમાં ઓટીટી પર રજૂ થનારી ફિલ્મો

ખુદાહાફીઝ-ચેપ્ટર ૨
૨ સપ્ટેમ્બરે વિદ્યુત જામવાલ અને શિવાલિકા ઓબેરોય અભિનીત ‘ખુદા હાફીઝ: ચેપ્ટર ટુ અગ્નિ પરીક્ષા ઝી ફાઇવ પર રજૂ થશે. આ ફિલ્મ ૨૦૨૦માં આવેલી ‘ખુદા હાફીઝ’ની સિકવલ છે.
કટપૂતલી
ડિઝની હોટ સ્ટાર પર અક્ષયકુમાર અને રકુલ પ્રીત સીંઘ અભિનીત ‘કટપૂતલી’ પણ બીજી સપ્ટેમ્બરે જોવા મળશે. અક્ષય જેવાની ફિલ્મ સીધી ઓટીટી પર જોવા મળે એવું ઓછું બને પણ હવે બનશે.

જોગી
16મી સપ્ટેમ્બરે દિલજીત ડોસાંજ, હિતેન તેજવાની અને મોહમ્મદ ઝીહાંદ અભિનીત ‘જોગી’ રજૂ થશે જે એક સસ્પેન્સથી ભરેલી એકશન ફિલ્મ છે અને દોસ્તીની વાત છે.
થોર: લવ એન્ડ થંડર
માર્વેલ સ્ટૂડિયો નિર્મીત ‘થોર: લવ એન્ડ થંડર’ ૮મી સપ્ટેમ્બરે ડીઝની પ્લસ હોટ સ્ટાર પર રજૂ થશે. ફિલ્મમાં ગોર તરીકે ક્રિશ્ચિયન બેલ અને ક્રિશ હેકસવર્થ થોર તરીકે જોવા મળશે.

Most Popular

To Top