નવસારી : નવસારીમાં (Navsari) ત્રણ ઇસમોએ મોપેડ પર આવી દરગાહવાલા હોલના સંચાલકને ઉપરા-ઉપરી ચપ્પુના ઘા મારી હત્યા (Murder) કરી નાસી ગયા હતા....
નવી દિલ્હી: એક નવો (New) મોબાઇલ (Mobile) બેન્કિંગ (Benking) ટ્રોજન ( Trojan) વાયરસ (Virus) સોવા- કે જે એન્ડ્રોઇડ ફોનમાંથી (Anroid Phone) ચૂપચાપ...
સુરત: હોડી બંગલા (Hody Bungalow) પાસે રેસ્ટોરન્ટમાંથી (Restaurant) લાલગેટ (Lal gate) પોલીસે (Police) રૂ.6 હજારની કિંમતનું 60 કિલો ગૌમાંસ (Beff) પકડી પાડ્યું...
સાપુતારા: ડાંગ (Dang) જિલ્લાનાં આહવાથી (Ahawa) મુસાફરો ભરી ધવલીદોડ થઈ અંતરિયાળ વિસ્તારનાં પીપલદહાડ ગામ જઈ રહેલી ગુજરાત એસટી નિગમની (S.T.Nigam) આહવા-પીપલદહાડ મીની...
ઘેજ: ચીખલીના (Chikhli) ઘેકટીમાં જૂની અદાવતમાં થયેલા વિવાદમાં પોલીસે (Police) સ્થાનિક શખ્સ વિરૂદ્ધ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી અંગેનો ગુનો નોંધ્યો...
ગાંધીનગર: ગિફટ સિટીના (Gift City) પ્રેસ્ટીજ ટાવરમાં કાર્યરત થઇ રહેલી IBM સોફટવેર લેબનું ઉદઘાટન રાજયના સીએમ બૂપેન્દ્ર પટેલે આજે કર્યુ હતું. પટેલે...
સુરત: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ (Birthday) શહેરના હોટેલિયર, રેસ્ટોરન્ટ માલિકો અનોખી રીતે ઉજવશે. સધર્ન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન ના...
ગાંધીનગર : વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી તા.૨૯ ઓકટોબર-૨૦૨૨- લાભપાંચમથી ૯૦ દિવસ...
ગાંધીનગર : એક તરફ વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાત આવતા ઓકટોબર માસમાં થવાની છે ત્યારે હવે ગાંધીનગરમાં (gandhinagar) વન, આરોગ્ય, શિક્ષણ સહિતના સરકારી...
જંબુસર,ભરૂચ: જંબુસરમાં (Jambusar) સરકારી કચેરીઓ (Government Office) સહિત મિલકતવેરો ન (Property Tax) ભરનારા સામે તંત્રએ લાલ આંખ કરીને સીલ ( Seal )કરવાની...
અમદાવાદ: આપ (AAP) પાર્ટીએ માત્ર જાહેરાતોની રાજનીતિ કરે છે. આપ પાર્ટીએ અલગ-અલગ અખબારો અને ટીવી ચેનલોમાં વર્ષ 2015માં 81 કરોડની, વર્ષ 2017-18માં...
અંકલેશ્વર: (Ankleshwar) પાનોલી (Panoli) ખાતેથી આશિષ શુક્લ નામની વ્યક્તિ પોતાની કાર (Car) લઈ અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા. દરમિયાન પ્રતીન ચોકડી નજીક...
નવસારી : નવસારીમાં (Navsari) ચેક રીટર્ન (Check return) કેસ પાછો ન ખેંચતા 2 લોકોએ બાઈક (Bike) ચાલકને મારી નાંખવાના ઈરાદે કાર (Car)...
ઝઘડિયા: ગુરુવારે વહેલી સવારે ઝઘડિયા નજીક એક એસ.ટી.બસનું (ST Bus) પાછળનું વ્હીલ (Wheel) નીકળી જતાં બસમાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. જો...
સર્વકાલીન મહાન ટેનિસ ખેલાડીઓમાંના (Tennis Players) એક રોજર ફેડરરે (Roger Federer) પ્રોફેશનલ ટેનિસમાંથી(Tennis) નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. છેલ્લા દોઢ વર્ષથી ટેનિસ...
અંકલેશ્વર: ભરૂચ (Bharuch) એલસીબી અને અંકલેશ્વર (Ankleshwar) જીઆઈડીસી (GIDC) પોલીસે (Police) અંકલેશ્વરના ભડકોદ્રા ગામની આદિત્યનગર સોસાયટી સહિત 4 સ્થળે ચોરીની ઘટનાને અંજામ...
ડેડિયાપાડા: ડેડિયાપાડાના (Dediyapada) સોલિયા ગામે (Solia Village) સગીરા સાથે પ્રેમસંબંધ (Love Affair) રાખી દુષ્કર્મ આચરીને ડિલિવરી થયા બાદ યુવાને કહ્યું કે “તું...
મુંબઈ: માજી ઓસ્ટ્રેલિયન ક્રિકેટર (Australian cricketer) સાઇમન કેટિચને ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) કેપટાઉનના મુખ્ય કોચ (Coach) તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો...
નવી દિલ્હી : ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે (India) કોલંબોમાં રમાયેલી ફાઇનલમાં 10 ખેલાડીઓ (Players) સાથે રમી રહેલા નેપાળને 4-0થી હરાવીને સાફ અંડર-17 ફૂટબોલ...
બોલીવુડ અભિનેત્રી (Bollywood Actress) નોરા ફતેહીની (Nora Fatehi) સુકેશ ચંદ્રશેખરને સંડોવતા મની લોન્ડરિંગ (Money Laundering) કેસમાં દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)...
ત્રિનિદાદ : વેસ્ટ ઈન્ડિઝના (West Indies) સ્ટાર ખેલાડીઓ (Players) મોટાભાગે ઈન્ટરનેશનલ ક્રિકેટથી (International Cricket) પોતાનું અંતર જાળવીને વિશ્વની T20 લીગમાં ભાગ લેતા...
ભરૂચ: સરદાર સરોવર ડેમમાંથી (Sardar Sarovar Dem) પાણી છોડવામાં આવતાં નર્મદા નદીનું (Narmada River) જળસ્તર વધી રહ્યું છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ (Goldan Bridge)...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) હવે આગામી ઓકટોબરમાં જાહેર થવાની છે તે પહેલા હાલમાં ગાંધીનગર (Gandhinagar) હવે આંદોલનગરી બની ચૂકી...
નવી દિલ્હીઃ (New Delhi) IPOમાં નફો કમાતા લોકો માટે સારા સમાચાર છે. યોગ ગુરુ બાબા રામદેવ (Baba Ramdev) પ્રાઇમરી માર્કેટમાં ધમાકો કરવા...
મુંબઈ: આલિયા (Alia) અને રણબીરની (Ranbir) બ્રહ્માસ્ત્ર (Brahmastra) ફિલ્મની (Filmn) સફળતા પછી તેઓને ઉજવણીનો વઘુ એક અવસર પ્રાપ્ત થયો છે. બોલિવુડમાં પોતાનો...
ખેરગામ : ખેરગામ (Khergam) તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદની ચોથી ઇવનિંગ ધમાકેદાર શરૂઆત થતાં તાલુકામાં સાર્વત્રિક મેઘને પગલે જન જીવન પ્રભાવિત થયું...
અમદાવાદ: (Ahmedabad) બોલીવુડ (Bollywood) અભિનેતા-ફિલ્મ નિર્માતા અજય દેવગણ (Ajay Devgan) અમદાવાદ શહેરમાં તેમનો નવો સિનેમા હોલ શરૂ કરવા માટે તૈયાર છે. શહેરવાસીઓને...
યુક્રેનના (Ukraine) રાષ્ટ્રપતિ (President) વોલોદીમિર ઝેલેન્સકીની (Volodymyr Zelensky) કાર અકસ્માતનો શિકાર બની છે. જોકે તેઓને સામાન્ય ઈજાઓ થઈ છે. તેઓ આ અકસ્માતમાં...
નવી દિલ્હી: યુક્રેન(Ukraine)થી પરત(Return) આવેલા મેડિકલ વિદ્યાર્થી(Medical Student)ઓનો કેસ કોર્ટ(Court Case)માં પેન્ડિંગ છે. કોર્ટમાં પોતાનો પક્ષ રાખતા કેન્દ્રએ કહ્યું છે કે મેડિકલ...
લગભગ બે અઠવાડિયાથી ગુમ થયેલા અરુણાચલ પ્રદેશના (Arunachal Pradesh) પ્રથમ માઉન્ટ એવરેસ્ટ (Mount Everest) વિજેતા તાપી મ્રા અને તેમના સાથી નિકો દાઓને...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
નવસારી : નવસારીમાં (Navsari) ત્રણ ઇસમોએ મોપેડ પર આવી દરગાહવાલા હોલના સંચાલકને ઉપરા-ઉપરી ચપ્પુના ઘા મારી હત્યા (Murder) કરી નાસી ગયા હતા. જ્યારે દરગાહવાલા હોલની જગ્યાની વહેચણી બાબતે મનદુઃખ થતા સબંધી ભાગીદારે જ માણસો મોકલાવી હત્યા કરાવી હોવાનો આક્ષેપ સાથે મૃતકના મોટા ભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે (Police Station) ફરિયાદ નોંધાવી છે.
નવસારીમાં દરગાહ રોડ મોટી દરગાહ પાસે પરિવાર સાથે રહેતા સાહિદઅલી લીયાકતઅલી સૈયદ (ઉ.વ. 46) છેલ્લા 15 વર્ષથી નવસારી કેરશાપ્સ રોડ શારદા સ્ટ્રીટ પાસે આવેલા દરગાહવાલા હોલનું સંચાલન કરતા હતા. સાહિદઅલી સાથે મુસ્લીમુદ્દીન સદરુદ્દીન દરગાહવાલા, સલાઉદ્દીન સદરુદ્દીન દરગાહવાલા, તાજોદિન સદરુદ્દીન દરગાહવાલા, જાફરશા સદરુદ્દીન દરગાહવાલા અને આશીફ યુસુફઅલી દરગાહવાલા ભાગીદાર હતા.
ગુરૂવારે સવારે સાહિદઅલી તેમની મોપેડ લઇ દરગાહવાલા હોલ પર ગયા હતા. જ્યાં તેમણે હોલના ગેટની અંદર મોપેડ પાર્ક કરી ઉભા રહ્યા હતા. ત્યારે તેમની પાછળ ત્રણ ઈસમો મોપેડ પર આવ્યા હતા. જેમાંથી બે ઇસમોએ મોપેડ પરથી ઉતરી હોલની અંદર ઉભેલા સાહિદઅલી પાસે જઈ એક ઇસમે સાહિદઅલીને પાછળથી પકડી રાખી બીજા ઇસમે ઉપર-ઉપરી ચપ્પુના ઘા મારવા લાગ્યા હતા. ત્યારે સાહિદઅલીએ બુમો પાડતા હોલની અંદર ઉભેલા માણસો દોડી આવતા હત્યારાઓ નાસી ગયા હતા. જોકે હોલના માણસોએ સાહિદઅલીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સાહિદઅલીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે નવસારી ટાઉન પોલીસ, એલ.સી.બી. પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલમાં પહોંચી ગયો હતો.
પાંચ ભાઈઓ વચ્ચે જગ્યાની વહેચણીને લઈ બાબતે તિરાડ પડી હતી
આ ઘટના અંગે મૃતક સાહિદઅલીના મોટા ભાઈ ઈમરાનભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં કરેલા આક્ષેપો મુજબ, દરગાહવાલા હોલની જગ્યા આશરે 50 હજાર સ્કે. ફૂટની છે. જે જગ્યા વહેચણી બાબતે છેલ્લા એક વર્ષથી 5 ભાઈઓ અને ભાગીદારોમાં મનદુઃખ થતા બે ભાગ પડી ગયા હતા. જેમાં એક તરફે મુસ્લીમુદીન, સલાઉદ્દીન અને તાજોદ્દીન છે. અને બીજા તરફે જાફરશા અને આશીફ યુસુફઅલી છે. દરગાહવાલા હોલની જમીનની વહેચણી બાબતે તેમજ સ્થળ વહેચણી સમયે મુસ્લીમુદીન દરગાહવાલા તથા જાફરશા હાજર હતા. ત્યારે મુસ્લીમુદીન અને જાફરશાએ સાહિદઅલી સાથે ઝઘડો કરી જાફરશાએ સાહિદઅલીને તમાચો મારી દીધો હતો. તેમજ ધમકી આપી હતી કે, તું આ ત્રણેય જણનો ચમચો થાય છે જેથી હું તને ઠેકાણે પાડી દઈશ.
ત્યારબાદ સાહિદઅલી, મુસ્લીમુદીન, સલાઉદીન અને તાજોદીનને વોટ્સએપ મેસેજથી ધમકી ભર્યા મેસેજો કર્યા હતા. જે બાબતે નવસારી ટાઉન પોલીસ મથકે અરજી કરતા બંને વચ્ચે અંદર-અંદર સમાધાન થયું હતું. ગત ઓક્ટોબર 2021માં દરગાહવાલા હોલની જગ્યાની અંદર-અંદર વહેચણી થઇ ગઈ હતી. જેમાં બે ભાગ પડ્યા હતા. પ્રથમ પક્ષવાળાને 60 ટકા અને બીજા પક્ષવાળાને 40 ટકા પ્રમાણે વહેચણી થઇ હતી. ત્યારબાદ બંને પક્ષે પોતપોતાના ભાગે આવેલી જગ્યામાં તાર ખુટાનું કમ્પાઉન્ડ કર્યું હતું. જેમાં પ્રથમ પક્ષવાળાઓની જગ્યામાં મેરેજ હોલ આવેલો હતો. જે મેરેજ હોલનું સંચાલન તથા દેખરેખ સાહિદઅલી કરતા હતા. બીજા પક્ષના જાફરશા અમેરિકા જતા રહ્યા હતા. એક મહિના અગાઉ જ જાફરશા પરત આવ્યા હતા અને તેઓએ તેમના હિસ્સાની 40 ટકા જમીન વેચાણ કરી દીધી હતી.
આ રીતે હત્યાને અંજામ અપાયો
નવસારી : દરગાહવાલા હોલની સામે આવેલી સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરા જોતા સાહિદઅલી પહેલા તેમની મોપેડ ઉપર ગેટની અંદર ગયા હતા. તેના તુરંત બાદ જ અન્ય ત્રણ ઈસમો સફેદ રંગની મોપેડ આવી મોપેડ પર ચાલક બહાર ઉભો રહ્યો હતો. અને પાછળ બેસેલા બે ઈસમો ગેટની અંદર જઈ સાહિદઅલીને ચપ્પુના ઘા મારી ભાગી ગયા હતા. જે પૈકી એક ઇસમ મોપેડ પર બેસી ભાગી ગયો હતો. જયારે અન્ય એક ઇસમ હોલની સામે આવેલી સોસાયટીમાંથી ભાગી જતા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. જે સીસીટીવી કેમેરાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.