Gujarat

વિશ્વખ્યાત IBMની સોફટવેર લેબ્સનો ગિફટ સિટીમાં આરંભ કરાવતા દાદા

ગાંધીનગર: ગિફટ સિટીના (Gift City) પ્રેસ્ટીજ ટાવરમાં કાર્યરત થઇ રહેલી IBM સોફટવેર લેબનું ઉદઘાટન રાજયના સીએમ બૂપેન્દ્ર પટેલે આજે કર્યુ હતું. પટેલે વિશ્વખ્યાત IBMની સોફટવેર લેબ્સનો ગાંધીનગરના ગિફટ સિટીમાં શુભારંભ કરાવતાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે પીએમ નરેન્દ્ર મોદીએ આપેલા ડિઝીટલ ઇન્ડીયા મિશનમાં ગુજરાતે ડિઝીટલ ટ્રાન્સફોરમેશનમાં બેંચ માર્ક પ્રસ્થાપિત કર્યા છે.

તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગિફટ સિટીમાં કાર્યરત થઇ રહેલી IBMની સોફટવેર લેબ કલાઉડ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માટે સ્કીલ્ડ મેન પાવર ગુજરાતમાં તૈયાર કરવામાં નવું બળ પુરૂં પાડશે.પટેલે કહ્યું હતું કે રાજય સરકારે નવી IT અને ITeS પોલિસી બનાવી છે. આ પોલિસીના માધ્યમથી રાજ્યની આઇ.ટી ઇકોસિસ્ટમના વિકાસનો એક સાનુકુળ માહોલ તૈયાર કરવાનો અમારો ઉદેશ છે.

Most Popular

To Top