Dakshin Gujarat

જેને રામ રાખે તેને કોણ ચાખે! ઝઘડિયાની એસટી બસનું પાછળનું પૈંડું નીકળી ગયું

ઝઘડિયા: ગુરુવારે વહેલી સવારે ઝઘડિયા નજીક એક એસ.ટી.બસનું (ST Bus) પાછળનું વ્હીલ (Wheel) નીકળી જતાં બસમાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે, સદભાગ્યે આ ઘટનામાં કોઇ જાનહાનિ નહીં થતાં તંત્રએ રાહત અનુભવી હતી.

  • બસના ચાલકે સમયસૂચકતા વાપરીને બસને અટકાવી દીધી
  • જેને રામ રાખે તેને કોણ ચાખે! ઝઘડિયાના ગુમાનદેવ વિસ્તારનો કિસ્સો

ઝઘડિયા એસટી ડેપો દ્વારા આડેધડ બસના ઘણા રૂટો પર કાપ મૂકવામાં આવતાં તાલુકાના ગ્રામીણ મુસાફરો સહિત આગળના અંતરે જવાવાળા મુસાફરો હાલાકી ભોગવી રહ્યા હોવાનું સામે આવતી હોય છે. આ વાત સાચી ઠરતી હોય એમ ગુરુવારે ઘટના બની છે. વહેલી સવારે ઝઘડિયા એસટી ડેપોની મીની બસ ઝઘડિયાથી ૨૫ જેટલા મુસાફર ભરીને અંકલેશ્વર તરફ જવા નીકળી હતી. એ વેળા ગુમાનદેવની આગળ રેલ્વે ફાટક પાસે બસનું ડાબી બાજુએ પાછળ વ્હીલ નીકળી જતાં આખી બસ હાલકડોલક થઇ જતાં તમામ મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. જો કે, બસના ચાલકે સમયસૂચકતા વાપરીને બસને અટકાવી દેતાં પલટી મારતાં બચાવી લીધી હતી. બસ રોકાતાં મુસાફરોએ તરત જ નીચે ઊતરીને હાશકારો લીધો હતો.

આહવાથી પીપલદહાડ તરફ જતી મીની એસટી બસ ધુડા ગામ નજીક પલટી ગઈ
સાપુતારા: ડાંગ જિલ્લાનાં આહવાથી મુસાફરો ભરી ધવલીદોડ થઈ અંતરિયાળ વિસ્તારનાં પીપલદહાડ ગામ જઈ રહેલી ગુજરાત એસટી નિગમની આહવા-પીપલદહાડ મીની એસટી બસ.ન.જી.જે.18.ઝેડ.3823 જે આહવાથી પીપલદહાડને જોડતા આંતરિક માર્ગનાં ધુડા ગામ નજીકનાં વળાંકમાં માર્ગની સાઈડમાં ખેંચાઈને પલ્ટી મારી જતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. આ મીની એસટી બસ મુસાફરોથી ફૂલ ભરેલી હતી. અહીં વરસાદી માહોલમાં મીની એસટી બસ અચાનક પલ્ટી મારી જતા તેમાં સવાર મુસાફરોમાં અફરા તફરીનો માહોલ સર્જાવાની સાથે નજીકનું વાતાવરણ ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યુ હતું. જોકે આહવા એસટી ડેપો મેનેજર જગદીશ ગાવીતનાં જણાવ્યા અનુસાર આ અકસ્માતનાં બનાવમાં એસટી બસમાં સવાર તમામ મુસાફરોને નજીવી ઈજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયો હોવાનું જણાવ્યું હતું.

Most Popular

To Top