સુરત(Surat): આ વર્ષે શહેરમાં દે’માર વરસાદ(Rain) થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી ફરીથી વરસાદની તોફાની બેટિંગ શરૂ થઈ છે અને તેના કારણે...
વલસાડ : 10 ફૂટ લાંબો અને 26 કિલો વજન ધરાવતો મહાકાય અજગર (python) ગુરૂવારે વલસાડના (Valsad) સરોધી ગામે એક ખેડૂતના ઘરની પાછળ...
વ્યારા: વીતેલા 24 કલાકમાં રાજ્યભરમાં વરસાદનું (Rain) ભારે જોર રહ્યું હતું. સૌથી વધુ તાપી (Tapi) જિલ્લાના ડોલવણમાં (Dolvan) 24 કલાકમાં 8 ઈંચ...
દરેક વ્યક્તિને પોતાનો અલગ મિજાજ, સ્વભાવ અને અંદાજ હોય છે. (આપના આપના અંદાજ!) સ્વભાવને આધારે વ્યક્તિની ઓળખ ઊભી થાય છે. એક સ્વભાવ...
સુરત: અડાજણ ખાતે રહેતા પતિએ માનસિક બીમાર પત્નીથી કંટાળી તેણીના માથામાં માર મારતાં તેનું મોત નીપજ્યું હતું. જો કે, પત્નીનું ઊંઘમાં જ...
વલસાડ: દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારે વરસાદના (Rain) પગલે નદી (River) તેમજ ડેમો (Dam) છલકાયા છે. ત્યારે પારડી નજીક માતા-પુત્ર કોઝવેના ધસમસતા...
આજની પેઢી બચત કરી શકતી નથી, કારણ ઘણાં બધાં છે, પણ દેખાદેખીનું વૈભવી જીવન જીવનારાઓમાંથી મોટા ભાગનાં લોકો ગુનો કરે અથવા આપઘાત!...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકા શહેરને સ્માર્ટ બનવાની વાતો કરી રહી છે તે પણ ફક્ત કાગળ પર જ છે. પાલિકા એવોર્ડ અને...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં રોડ રસ્તા વચ્ચે આવતા ગેરકાયદેસર રીતે ઉભા કરેલા દબાણો તોડવાની ઝુબેશ હાલ ચાલુ છે. ત્યારે...
વડોદરા: સત્તાધીશોની અણઆવડતનો વધુ એક ઉત્તમ નમુનો સમાં તળાવમાં જોવા મળી રહ્યો છે. થોડા સમય અગાઉ જ સુરસાગરમાં અંસખ્ય માછલીઓ મોત થયા...
વડોદરા: વડોદરાના ગોત્રી હોસ્પિટલમાં લિફ્ટ બંધ થઈ જતા 15 જેટલા લોકો લિફ્ટમાં ફસાઈ જતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. તત્કાલિક હોસ્પિટલમાં ફરજ...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરીજનોને પ્રાથમિક સુવિધા આપવમાં તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. શહેરીજનો પાણીનો વેરો પાલિકામાં ભરે છે તથા પાલિકા દ્વારા...
દાહોદ: દાહોદ શહેરમાં ટ્રાફિક થી ધમધમતા તેમજ હાર્દ સમા ગણાતા સ્ટેશન રોડ ઉપર આવેલી મોબાઈલની દુકાનમાં કોસ્મેટિક આઈટમોના ફેરીયાના સ્વાગમાં આવેલા લૂંટારુંએ...
દાહોદ: દાહોદ શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે જ્યાં જુઓ ત્યાં ટ્રાફિકના ભારણના કારણે કલાકો સુધીના ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ...
ઉઝબેકિસ્તાન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉઝબેકિસ્તાનના સમરકંદમાં SCO બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. મીટિંગમાં પહોંચતા જ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું....
પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રે ઉજવ્યો. ગુરુ જ્ઞાન પ્રદાન કરી વ્યકિતનું ચરિત્ર નિર્માણ કરે છે. તેથી ગુરુનું સ્થાન ભગવાન...
અમદાવાદ: અમદાવાદ (Ahmadabad) BRTS બસ સ્ટેન્ડ (Bus Stand) પર એક બસમાં (Bus) અચાનક આગ (Fire) લાગવાની ઘટના સામે આવી હતી. બસમાં આગ...
નડિયાદ: નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં એન.આર.આઈ પરિવારના બંધ મકાનનું તાળું તોડી તેમાંથી વોશીંગ મશીનની ચોરી કરી લઈ જઈ રહેલાં બે શખ્સોને પાડોશીઓએ...
એક યુવાન રોજ નહિ પણ અઠવાડિયામાં એક વાર મુંબઈના ભરચક ચર્ચગેટ સ્ટેશનથી ટ્રેન પકડે. ત્યાં એક ફેમસ વડાપાંઉની દુકાન. વડાપાંઉ એટલે મુંબઈની...
સેવાલિયા: સેવાલિયામાં ગેસ લાઈનની કામગીરી માટે ખોદવામાં આવેલાં ખાડા યોગ્ય રીતે પુરવામાં આવ્યાં ન હોવાથી તેમાં અવારનવાર વાહનો ફસાવાના બનાવો બની રહ્યાં...
આણંદ : આણંદ જિલ્લા પંચાયત ખાતે પડતર પ્રશ્ને આશાવર્કર અને ફેસીલેટર બહેનોએ હલ્લાબોલ કર્યો હતો અને મુખ્ય દરવાજા પાસે જ બેસી ગયાં...
નડિયાદ: મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામે ગામતળના તળાવમાં એકાએક અસંખ્ય માછલીઓનું મોત થયુ છે. મતસ્ય વિભાગ દ્વારા આ તળાવનું ટેન્ડર બહાર પાડી માછીમારી...
ઉત્તરપ્રદેશ: લખનઉ(Lucknow)ના હઝરતગંજ(Hazratganj)માં એક મોટી દુર્ઘટના સર્જાય છે. ભારે વરસાદ(Heavy Rain)ના કારણે દિલકુશા કોલોનીમાં એક નિર્માણધીન દિવાલ(Wall) ધરાશાય(Collapsed) થતા નવ લોકોના મોત(Death)...
સુપ્રીમ કોર્ટે ભારતીય નાગરિકોને ‘નક્કી કરેલા વિસ્તારો’માં વિરોધ કરવાનો હક્ક ઉદારતાથી આપ્યો છે અને તેણે આ વાત તેના ચુકાદામાં અને નાગરિકતા સુધારા...
આઠમી સપ્ટેમ્બરે ભારતીય સમય પ્રમાણે રાત્રે અગિયાર વાગ્યા પછી એક સમાચાર આવ્યા કે બ્રિટનના રાણી એલિઝાબેથનું અવસાન થયું છે. આ અવસાનના સમાચાર...
જૂની પેન્શન યોજનાની માંગ મજબૂત આંદોલન બનતી જાય છે. તેમાં પણ રાજસ્થાન અને ઝારખંડમાં રાજય સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવાના વાયદા...
ઓસ્ટ્રેલિયામાં રમાનારા T20 વર્લ્ડકપ 2022 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે એટલું સમજાયું હતું કે પસંદગીકારો દ્વારા ભારતીય ટીમમાં કોઈ...
એક સમયે જે સચિન માટે કહેવાતું હતું કે આજના સમયમાં વિરાટ કોહલી માટે કહેવાય છે કે જ્યારે વિરાટ કોહલીનું બેટ બોલે છે...
સુરતીઓનો ખાવાનો શોખ તો દુનિયાભરમાં જાણીતો છે. એટલે જ કહેવાય છે ને કે સુરતનું જમણ અને કાશીનું મરણ. સુરતના સ્વાદ શોખીનોને ચટાકેદાર...
છેલ્લાં કેટલાંક વર્ષોમાં સુરતમાં કોફીના ચલણ અને કોફી રસિકોની સંખ્યામાં જબરજસ્ત વધારો જોવા મળી રહ્યો છે. શહેરના દરેક ખૂણે ફૂટી નીકળેલા ફાફેઝ...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
સુરત(Surat): આ વર્ષે શહેરમાં દે’માર વરસાદ(Rain) થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી ફરીથી વરસાદની તોફાની બેટિંગ શરૂ થઈ છે અને તેના કારણે રસ્તાઓ પર ખાડા(pit) પડી રહ્યા છે. મંગળવારે સવારે એલ.પી સવાણી રોડ પર મોટો ભુવો પડતા વાહનચાલકોને ઘણી તકલીફ પડી હતી. જેથી મનપા(Surat Municipal Corporation) દ્વારા ભુવાની આસપાસ બેરીકેટ કરીને રસ્તો બંધ કરી દેવાયો હતો અને ગુરૂવારે રિપેરીંગ કરાયો હતો. ભુવા પુરવાની 15 જ મિનિટમાં એક કાર ખાડામાં ફસાઈ ગઈ હતી, જેથી તંત્રની નબળી કામગીરીની પોલ ખુલી છે.
ખાડો પુરતા વાર નથી લાગીને ગાડી ફસાઈ
સતત વરસાદના કારણે રસ્તાઓ પર ખાડાની સમસ્યા વધી રહી છે. મનપા તંત્ર દ્વારા ખાડા રિપેર કરવામાં આવી રહ્યા છે અને ફરીવાર વરસાદના કારણે રસ્તાઓ પર ખાડા પડી રહ્યા છે. મંગળવારે રાંદેર ઝોનના પાલનપુર જકાતનાકાથી એલ.પી સવાણી રોડ તરફ જતા મુખ્ય રોડ પર મોટો ભુવો પડી ગયો હતો. આ ભુવો વધુ મોટો હોય, રસ્તેથી પસાર થતા વાહનો તેમાં પડી જાય તેવી શક્યતા હતી. આ અંગેની જાણ મનપા તંત્રને થતા મનપા તંત્રએ એક તરફનો રસ્તો બંધ કરીને ભુવાની આસપાસ બેરીકેટ કરી દીધું હતું. રોડ બનાવ્યાના 15 મિનિટ પછી જ કાર ફસાઈ જતા મનપાની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે. રસ્તા પર ખાડામાં કાર ફસાતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. પરંતુ ખાડો પુરાયાના 15 જ મિનિટમાં કાર ફસાઈ જતા લોકો પણ રોષે ભરાયા હતા.
ખાડા એવા કે કમર તૂટી જાય
સુરત શહેરમાં માત્ર રાંદેર ઝોન જ નહી, અન્ય ઝોનમાં પણ રસ્તાની આવી જ હાલત છે. નાની ગલીઓ, શેરીઓ હોય કે પછી મેઇન રોડ તમામ જગ્યાએ એક જ સરખી પરિસ્થિતિ છે. ખાડા એટલા ઊંડા છે કે કમર તૂટી જાય અને સાથે ગાડીને નુકશાન થાય તે જુદું…સુરતનાં કતારગામ, ચોક બજાર, લાલગેટ પોલીસ મથક પાસેનો રસ્તો સહિત અનેક વિસ્તારોમાં ખાડાઓનાં કારણે વાહન ચાલકો પરેશાન થઇ ચુક્યા છે અને એમાં પણ જો વરસાદ પડી ગયો હોય તો આ જ ખાડાઓ પાણીથી ભરાઈ જાય છે. જેના કારણે વાહન ચાલકોને ખાડા દેખાતા નથી અને મોટા અકસ્માતનો ભય સર્જાઈ છે. હવે આ ખાડામાંથી સુરતવાસીઓને ક્યારે રાહત મળશે તે જોવું રહ્યું.