સુરત: (Surat) સુરત મનપા (Municipal Corporation) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો. ડુમસ દરિયા કિનારાની સફાઈ...
પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં ટીટાગઢ ફ્રી હાઈસ્કૂલની છત પર બોમ્બ વિસ્ફોટ કરવામાં...
સરકારે ફરી એકવાર વિન્ડફોલ ટેક્સના (Windfall Tax) દરમાં ફેરફાર કર્યો છે. આ અંતર્ગત સરકારે ભારતમાં ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પર ટેક્સના દરમાં ઘટાડો...
સુરત: (Surat) સુરતમાં ઓનલાઈન ગેમ (Online Game) રમવાના વળગણમાં એક યુવકનું અપહરણ (Kidnap) કરી તેને માર મારવાની ઘટના બની છે. ફ્રી ફાયર...
નવી દિલ્હી: ચીને(China) ફરી એકવાર નાપાક હરકત કરી છે. પાકિસ્તાન(Pakistan)ની તરફેણમાં ઝૂકતું ચીન હંમેશા પાકિસ્તાની આતંકવાદી(terrorist)ઓને બ્લેકલિસ્ટ(Black List) કરવાના મુદ્દે વિરોધ(Protest) કરે...
ગાંધીનગર: રાજ્યમાં સરકારી કર્મચારીઓ (Government employee) ગ્રેડ પે (Grade Pay) અને જૂની પેન્શન યોજના (Old Pension Scheme) લાગુ કરવા મુદ્દે આંદોલન (Agitation)...
હૈદરાબાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ગેરરીતિનો મામલો ફરી એકવાર સામે આવ્યો છે. તેલંગાણા મુક્તિ દિવસ નિમિત્તે હૈદરાબાદ પહોંચેલા અમિત શાહના કાફલાએ...
મુંબઈ: સાઉથની (South) ટોચની અભિનેત્રીઓમાંની એક અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) હિન્દી સિનેમામાં પણ ખૂબ જ લોકપ્રિય છે. દેશ-વિદેશમાં સામંથાની...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) કુનો નેશનલ પાર્કમાં (Kuno National Park) 17 સપ્ટેમ્બર એટલે કે આજે નામીબિયાથી (Namibia) આઠ ચિત્તા (Cheetahs) લાવવામાં આવ્યા...
સુરત : સુરત (Surat) પોલીસ કમિશનર (Police Commissioner) અજય તોમરે (Ajay Tomar) લોકોને અપીલ કરતા કહ્યું હતું કે, સુરત પોલીસ (Surat Police)સતત...
નવી દિલ્હી: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ (PMModiBirthday) છે. પીએમ મોદી 72 વર્ષના થઈ ગયા છે. ઘણીવાર લોકો જાણવા માંગે છે કે...
ગત 10 સપ્ટેમ્બરથી પિતૃ શ્રાદ્ધનો પ્રારંભ થઇ ચૂક્યો છે જેની પૂર્ણાહુતિ 25 સપ્ટેમ્બરે થશે. શ્રાદ્ધપર્વને ગરૂડ પુરાણમાં પિતૃઋણમાંથી મુક્ત થવાનો શ્રેષ્ઠ અવસર...
નવી દિલ્હી: રોડ પર દોડતી બાઇકને હવામાં ઉડતી જોવાનું કેટલું રોમાંચક હશે? સામાન્ય રીતે, બાઇકને રસ્તા પર દોડવા માટે ડિઝાઇન કરવામાં આવી...
સુરત: શુક્રવારે મોડી રાત્રે અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગરામપુરા(Sagarampura)માં એક યુવક(Young Man)ની ચપ્પુના ઘા અને સળિયા મારીને બે થી ત્રણ શખ્સોએ હત્યા...
આપણા પ્રાચીન ઋષિ-મુનિઓ, પૂર્વજો દુરંદેશી હતા. તેમણે ઋતુ ઋતુ પ્રમાણે તહેવારોનું સુંદર આયોજન કર્યું હતું. દિવાસા પછી બધા તહેવારો શરૂ જ થઇ...
શહેરમાં બી.આર.ટી.એસ.ની બસોના અકસ્માતની ઘટના વારમવાર અકસ્માત જોવા, સાંભળવા અને દૈનિક પેપરોમાં વાંચવા મળતી હોય છે. હાલમાંજ કતારગામ અનાથ આશ્રમ ની પાસે...
એક આદર્શ વિચાર અનુસાર જે સત્તાના બળ પર નહીંવત રાજ ચલાવે અને પ્રજાની મહત્તમ હિસ્સેદારી સાથે જનકલ્યાણ સાધે તે સાચી લોકશાહી અને...
ગાંધીનગર: રાજય સરકાર સામે છેલ્લા એક સપ્તાહથી આંદોલન (Agitation) કરી કરી રહેલા સરકારના વિવિધ કર્મચારી (Employee) મંડળના હોદ્દેદારો સાથે સરકારના પાંચ મંત્રીઓની...
એક ગરદીથી ભરચક લોકલ ટ્રેનમાં એક સ્ત્રી ચઢી. તેના હાથમાં બે મોટા થેલા હતા. ટ્રેનમાં ચઢતાં તેના હાથમાંના થેલા એક નહિ અનેક...
અષાઢ મહિનામાં વિલંબિત અને શ્રાવણમાં સરવરિયાં રૂપે વરસ્યા બાદ ગુજરાતમાં આજકાલ ભાદરવો ભરપૂર છે. જોરદાર વરસાદ સર્વત્ર વરસી રહ્યો છે. અષાઢી વરસાદ...
વલસાડ: દક્ષિણ ગુજરાત(South Gujarat)માં ભારે વરસાદ(Heavy Rain)ના પગલે જન જીવનને માઠી અસર પહોંચી છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડ(Valsad)માં નોંધાયો છે....
શ્રી નરેન્દ્રભાઈ મોદી એ Visionary Leader છે. તેમની વિચાર-કાર્યપદ્ધતિ એ વર્ષો સુધી સાતત્યપૂર્ણ હોય છે. તેઓ એક શબ્દને પસંદ કરે છે તેને...
ગુજરાતીઓ હંમેશા ઈતિહાસ રચવા માટે જાણીતા છે. અગાઉ એક ગુજરાતી મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના નારા સાથે...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા વડોદરાને સ્માર્ટ સીટી બનાવામ માંગી રહી છે પણ ફક્ત કાગળ પર જ બનાવે છે. શહેરમાં તો એટલી બધી...
વડોદરા: વડોદરા શહેરમાં ચોવીસ કલાક ખડે પગે રહેનાર ફાયર બ્રિગેડ ને શહેરીજનોની દરેક મુસીબતો માંથી બચાવતા હોય છે. તેવા ફાયર બ્રિગેડને મુસીબતોમાંથી...
વડોદરા : શહેરમાં રખડતા પશુઓનો ભારે ત્રાસ છે. ગાય બાદ હવે કુતરાઓ પણ શહેરીજનો માટે ત્રાસ રૂપ બની રહ્યા હોવાના અનેક કિસ્સાઓ...
વડોદરા : દંતેશ્વર વિસ્તારના વુડાના મકાનમાં કોઈ કારણો સર ગેસનો બાટલ લીકેજ થતા બાટલના ઉપરના ભાગનો બર્નર સળગતાની સાથે વિસ્તારમાં નાસભાગ મચી...
વડોદરા : સ્ટીલના સળિયાને બારોબાર વગે કરનાર ટોળકી સાથે પોલીસનો વહીવટદારની ભૂમિકા ભજવનાર જવાનનો નાણાકીય વ્યવહાર ચાલતો હતો. જેની જાણ ઉચ્ચ અધિકારીઓને...
વડોદરા: પંચમહાલ પોલીસ વિભાગની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગોધરા તાલુકાના કાંકણપુર ગામે ફાર્મહાઉસમાંથી રૂા. 500ના દરની નકલી નોટો છાપવાની મીની ફેક્ટરી પર રેડ...
નવી દિલ્હી: T20 ટીમોને હવે 4 વધારાના ખેલાડીઓ રાખવાનો વિકલ્પ આપવામાં આવી શકે છે, જેથી મેચ (Match) દરમિયાન પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
સુરત: (Surat) સુરત મનપા (Municipal Corporation) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો. ડુમસ દરિયા કિનારાની સફાઈ કરીને જન્મ દિવસ (Birthday) ઉજવાયો હતો. જોકે આ સફાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી રૂપે હતી કે નેશનલ ગેમ્સની તૈયારી રૂપે હતી તે ચર્ચાનો વિષય રહ્યો હતો. જોકે લોકો હોંશે હોંશે આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. સફાઈ અભિયાનનું પ્રતિનિધિત્વ કરી રહેલા સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે સ્વચ્છતાના આગ્રહી એવા વડાપ્રધાનના જન્મદિવસે સ્વચ્છતાનું કાર્ય કરીને ઉજવણી કરાઈ રહી છે.
છેલ્લા ચાર મહિનામાં થયેલા ભારે વરસાદ અને પૂરના કારણે ડુમસના દરિયા કિનારા પર કચરાના ઢગ ફેલાયા હતા. આવનારા સમયમાં અહીં નેશનલ ગેમ્સ રમાવાની હોવાને કારણે પણ અહીં સફાઈ કરવાનો પાલિકાનો ઉદ્દેશ્ય હતો. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોવાથી સફાઈ અભિયાન તેમજ ઝીરો પ્લાસ્ટિક વેસ્ટ અભિયાનની શરૂઆત કરવામાં આવી હોવાનું પાલિકાએ જણાવ્યું હતું. શહેરની જુદી જુદી સંસ્થાઓ આ અભિયાનમાં જોડાઈ હતી. સાથે જ પાલિકાના કર્મચારીઓ પણ સફાઈ અભિયાનમાં જોડાયા હતાં.
બાળકો પણ જોડાયા સફાઈ અભિયાનમાં
વિવિધ સંસ્થાઓ અને મનપાના પ્રયાસો થકી આયોજિત સફાઈ અભિયાનમાં સ્થાનિક નાના બાળકો પણ જોડાયા હતા. બાળકોએ ડુમસ દરિયા કિનારે સફાઈ અભિયાનમાં ભાગ લઈ જાગૃત ભવિષ્યનો પુરાવો આપ્યો હતો. જણાવી દઈએ કે આ સફાઈ અભિયાન એક સપ્તાહ સુધી ચાલશે. ડુમસના દરિયા કિનારાને પ્લાસ્ટિક મુક્ત કરવામાં આવશે.
પાલિકાનું ઇકો ફ્રેન્ડલી અભિયાન
રાજ્યમાં રમાનાર 36માં નેશનલ ગેમ્સનું સમાપન સુરતમાં કરવામાં આવશે. સાથેજ સુરતમાં 4 રમતો રમાડવામાં આવશે. આ રમતો પૈકી 2 રમતો ડુમસના દરિયા કિનારે રમાડવામાં આવશે. જેને કારણે પાલિકા દ્વારા ડુમસના દરિયા કિનારાની સફાઈ શરૂ કરી છે. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ શુક્રવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પાલિકા અને શહેરની જનતા મળીને સુરતમાં ઇકો ફ્રેન્ડલી અભિયાન ચલાવશે. જે અંતર્ગત ઓછામાં ઓછો પ્લાસ્ટિકનો વપરાશ કરાય, ઇકો ફ્રેન્ડલી માહોલ રચવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવશે.
જણાવી દઈએ કે 36માં નેશનલ ગેમ્સો સુરતમાં ભવ્ય સમાપન સમારોહ યોજાશે. જેમાં નેશનલ ગેમ્સના તમામ વિજેતાઓ ઉપસ્થિત રહેશે. સાથેજ સુરતીઓ માટે સ્પોર્ટસ કાર્નિવલનું પણ પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 18થી 20 સપ્ટેમ્બર દરમ્યાન સુરતીઓ માટે મનપા દ્વારા એકથી એક ધમાકેદાર આયોજન કરાયા છે.