Gujarat

ગાંધીનગરમાં જુની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે સરકારી કર્મચારીઓએ રેલી કાઢી

ગાંધીનગર: રાજ્યમાં સરકારી કર્મચારીઓ (Government employee) ગ્રેડ પે (Grade Pay) અને જૂની પેન્શન યોજના (Old Pension Scheme) લાગુ કરવા મુદ્દે આંદોલન (Agitation) કરી રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકારે સરકારી કર્મચારીના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા બેઠક યોજી હતી. સરકારી કર્મચારીઓની 15 માંગણીમાંથી 14 માંગણી સ્વીકારી લેવામાં આવી છે છતાં પણ અમદાવાદ, ગાંધીનગરમાં અન્ય કર્મચારીઓ, ખેડૂતો અને પૂર્વ સૈનિકોની નારાજગી યથાવત્ રહી છે. તો બીજી તરફ રાજ્યના અનેક શિક્ષકો આજે માસ સીએલ પર ઉતરી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આગેવાનોએ કરેલા સમાધાનથી શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. ગાંધીનગરના જૂના સચિવાલય પર મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા છે. તેમજ જૂૂની પેન્શન યોજના લાગુ કરવા નારા લગાવી રહ્યાં છે.

જૂની પેન્શન યોજનાને લઈને વિરોધ
રાજ્યમાં સરકાર સાથે મંત્રણા બાદ પણ જૂની પેન્શન યોજનાને લઈને કર્મચારીઓનો વિરોધ યથાવત્ છે. તો બીજી તરફ સોશિયલ મીડિયામાં શિક્ષકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે શુક્રવારે આંદોલનને લઈને નક્કી થયેલી ફોર્મ્યુલા મુજબનો જેમને કોઈ લાભ મળવાનો નથી તેમાં પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ, વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર(વીસીઈ), કોન્ટ્રાક્ટ-આઉટ સોર્સિંગ કર્મચારીઓ, ભારતીય કિસાન સંઘ, પૂર્વ સૈનિકો વિગેરેનો સમાવેશ થાય છે. ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ખાતે પંચાયતના આરોગ્ય કર્મચારીઓ ધરણાં પર બેઠા છે.

વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ખાતે કર્મચારીઓએ વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા. કર્મચારીઓએ રાજ્ય સરકારના સમાધાન સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ કર્મચારીઓ દ્વારા સમાન કામ સમાન વેતનના પણ નારા લગાવવામાં આવ્યા હતા.

કલેક્ટર કચેરીએ કર્મચારીઓ ભૂખહડતાળ કરશે
રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં આઉટસોર્સિંગ, ફિક્સ પગાર અને કોન્ટ્રેક્ટ બેઝ પક કામ કરતા કર્મચારીઓના સંગઠન ગુજરાત જનતા જાગૃતિ મંચે આંદોલનની જાહેરાત કરી હતી. તેથી તેઓ આજે 11 વાગ્યે જિલ્લા કલેક્ટર કચેરીએ એકત્રિત્ર થયા છે.

VCE ભજન અને રામધૂન કરી અનોખો વિરોધ કરશે
વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર (વીસીઇ) સંગઠના કર્મચારીઓનું આંદોલન સતત નવમા દિવસે પણ ચાલુ છે. તેઓ ગુજરાતના દરેક જિલ્લામાં ભજન અને રામધૂન કરી અનોખો વિરોધ નોંધાવશે. તેમજ નગરપાલિકાના કર્મચારી સંગઠન દ્વારા પણ તેમના પ્રશ્નોનો ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા
મળતી માહિતી મુજબ ચૂંટણીના એંધાણ હોવાથી કર્માચારીઓની 15 માંગણીઓમાંથી 14 માંગીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા કર્મચારી માટેના નિર્ણયોને લઈ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને સંયુકત મોરચાના તમામ હોદ્દેદારોએ ગુજરાત સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, હવે તેઓએ આગામી કાર્યક્રમો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે, પરંતુ કેટલીક માંગણીઓ ન સંતોષાતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, ભાવનગર અને ગાંધીનગર ખાતે કર્મચારીઓએ કર્મચારી મહામંડળે સરકારની જાહેરાત સ્વીકારતા મુખ્ય માંગ જૂની પેન્શન યોજનાની બાબતે વિરોધ કર્યો છે. તેઓઅ માસ સીએલ પર ઉતારી વિરોધ નોંધાવ્યો હતો. નાણામંત્રી કનુભાઈ દેસાઈ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, ગ્રામ વિકાસ રાજય મંત્રી બ્રિજેશ મેરજા,ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલની સમિતિએ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે મેરેથોન બેઠકો યોજી હતી.

Most Popular

To Top