Gujarat

કર્મચારીઓના આંદોલન આગળ સરકાર ઝૂકી, 15માંથી 14 માંગો સ્વીકારી છતાં પણ આંદોલન યથાવત્

ગાંધીનગર: રાજય સરકાર સામે છેલ્લા એક સપ્તાહથી આંદોલન (Agitation) કરી કરી રહેલા સરકારના વિવિધ કર્મચારી (Employee) મંડળના હોદ્દેદારો સાથે સરકારના પાંચ મંત્રીઓની કમિટીએ આજો મહત્વ પૂર્ણ બેઠકોનો દોર યોજીને 14 જેટલી માંગણીઓ (Demand) સ્વકારી લીધી છે. જેમાં જુની પેન્શન યોજાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચના બાકી રહેલા તમામ ભથ્થાઓ તાત્કાલીક અસરથી લાગુ કરવામાં આવશે.સરકારના આ નિર્ણયનો લાભ અંદાજિત 9 લાખ કર્મચારીઓને થશે. જો કે મળતી માહિતી મુજબ કેટલાક કર્માચારીઓ હજી પણ હડતાળ પર છે. ભાવનગર અને અમદાવાદમાં કર્મચારીઓએ માસ સીએલ મૂકી માંગણીઓ કરી રહ્યા છે.

કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા
મળતી માહિતી મુજબ ચૂંટણીના એંધાણ હોવાથી કર્માચારીઓની 15 માંગણીઓમાંથી 14 માંગીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા કર્મચારી માટેના નિર્ણયોને લઈ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને સંયુકત મોરચાના તમામ હોદ્દેદારોએ ગુજરાત સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, હવે તેઓએ આગામી કાર્યક્રમો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે, પરંતુ કેટલીક માંગણીઓ ન સંતોષાતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, ભાવનગર અને ગાંધીનગર ખાતે કર્મચારીઓએ કર્મચારી મહામંડળે સરકારની જાહેરાત સ્વીકારતા મુખ્ય માંગ જૂની પેન્શન યોજનાની બાબતે વિરોધ કર્યો છે. તેઓઅ માસ સીએલ પર ઉતારી વિરોધ નોંધાવ્યો હતો. નાણામંત્રી કનુભાઈ દેસાઈ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, ગ્રામ વિકાસ રાજય મંત્રી બ્રિજેશ મેરજા,ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલની સમિતિએ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે મેરેથોન બેઠકો યોજી હતી.

તમને જણાવી દઈએ કે રાજ્યના નગર પ્રાથમિક શિક્ષણ સંઘના 2 લાખ શિક્ષક અને કર્મચારીઓના પડતર પ્રશ્નો હતા, જેમાં ગ્રેડ પે,સળંગ નોકરી,બદલી,સાતમા પગાર પંચના ભથ્થા હતા. કર્મચારીઓના આ તમામ પ્રશ્નોના શુક્રવારે સરકાર દ્વારા બેઠક યોજી ઉકેલ લાવીને તમામ માંગણીઓ પુરી કરવામાં આવી છે. જો કે માત્ર જૂની પેન્શન યોજના 2005 બાદના કર્મચારીઓને નહિ મળે, કર્મચારીઓની આ માંગણી સ્વીકારવામાં આવી નથી. એક જ માંગણી બાકી હોવાથી શિક્ષકોએ આંદોલન પૂરું કર્યું છે અને શાંતિપૂર્ણ રીતે એક માંગણી માટે રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. જો કે મોટેભાગના અધ્યાપકો હજી પણ આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

  • ભાવનગર 90% શિક્ષકો માસ CL પર
  • અમદાવાદમાં પણ આજે મોટાભાગના શિક્ષકો CL માં પર
  • અમદાવાદ જિલ્લા પંચાયત ના તમામ સવર્ગ માસ CL પર
  • અમદાવાદ CP ઓફિસમાં પોલીસ સિવાય તમામ વહીવટી સ્ટાફ માસ CL પર

કેબીનેટ પ્રવકત્તા જીતુ વાઘાણીએ કહયું હતું કે કેન્દ્રના ધોરણે તા.1/4/2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે. ઉપરાંત સી.પી.એફમાં 10 ટકાને બદલે 14 ટકા સરકાર દ્વારા ઉમેરવામાં આવશે. 7માં પગાર પંચના બાકી ભથ્થા તાત્કાલિક અસરથી લાગુ કરવા આવશે. આ તમામ લાભો કેન્દ્રના ધોરણે આપવામાં આવશે. એટલું જ નહીં, વર્ષ 2009ના કેન્દ્ર સરકારના ઠરાવ મુજબ કર્મચારીના મૃત્યુના કિસ્સામાં કેન્દ્રના ધોરણે કુટુંબ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. રહેમરાહે નિમણૂંક પામેલા તમામ કર્મચારીની નોકરી મૂળ નિમણૂક તારીખથી તમામ લાભો માટે સળંગ ગણવામાં આવશે. શૈક્ષણિક કેડર સિવાયના તમામ કર્મચારીઓને કેન્દ્રના કર્મચારીની જેમ 10, 20, 30નું ઉચ્ચતર પગાર ધોરણ આપવા ઠરાવ કરવામાં આવશે.

  • સરકારના પાંચ જેટલા મંત્રીઓએ કર્મચારી મંડળો સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજીને નિર્ણય જાહેર કર્યો
  • કેન્દ્રના ધોરણે તા.૧/૪/૨૦૦૫ પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવાશે – સી.પી.એફમાં ૧૦ ટકાને બદલે ૧૪ ટકા સરકાર દ્વારા ઉમેરાશે
  • સરકારના કર્મીઓને કેન્દ્રના ધોરણે ૭માં પગાર પંચના બાકી ભથ્થા તાત્કાલિક અસરથી લાગુ કરવા આવશે
  • કેન્દ્રના કર્મચારીની જેમ ૧૦, ૨૦, ૩૦નું ઉચ્ચતર પગાર ધોરણ અપાશે
  • કર્મચારીઓને રૂ.૩૦૦ ને બદલે રૂ.૧૦૦૦ મેડિકલ ભથ્થુ અપાશે
  • મહિલા કર્મચારીઓની નોકરીનો સમયગાળો ધ્યાને લીધા સિવાય મૂળ નિમણૂક તારીખથી જ છ મહિનાની પ્રસૂતિ રજા આપવામાં આવશે
  • સરકારી કર્મચારીઓનું ચાલુ ફરજે અવસાન થાય તેવા કિસ્સામાં ઉચ્ચક નાણાકીય સહાય રૂ.૮ લાખ અપાતી હતી તે વધારીને રૂ.૧૪ લાખ કરાઈ
  • આગામી આંદોલનાત્મક તમામ કાર્યક્રમો મોકૂફ રાખવા કર્મચારી મંડળોનો નિર્ણય

કર્મચારીઓને રૂ.300 ને બદલે રૂ.1000 મેડિકલ ભથ્થુ આપવામાં આવશે. જે સરકારી કર્મચારીઓનું ચાલુ ફરજે અવસાન થાય તેવા કિસ્સામાં અપાતી ઉચ્ચક નાણાકીય સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. ઉચ્ચક નાણાકીય સહાય રૂ.8 લાખ અપાતી હતી તે વધારીને રૂ.14 લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ સરકારી કર્મચારીઓને બઢતી માટે આવશ્યક એવી પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં પણ વિશેષ રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં મુક્તિ માટે 50 ટકા પરિણામે કર્મચારીને પાસ ગણવામાં આવશે તેમજ આ પરીક્ષામાં અંગ્રેજીનું પ્રશ્નપત્ર પણ રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

Most Popular

To Top