Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: દેશમાં મંકીપોક્સના (monkeypox) એટલા બધા કેસ નથી, પરંતુ તેમ છતાં તેના વિશે જે નવો અભ્યાસ સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. ICMRના અભ્યાસ અહેવાલમાં મંકીપોક્સ સબ-ક્લસ્ટર (sub-cluster) મળી આવ્યું છે. આ મુજબ, ભારતમાં (India) મંકીપોક્સ ચેપના 3 પેટા ક્લસ્ટર મળી આવ્યા છે. દિલ્હીમાં (Delhi) બે જ્યારે કેરળમાં એક સબ-ક્લસ્ટર મળી આવ્યું છે. આ પછી આરોગ્ય વિભાગ દ્વારા બંને રાજ્યોને લઈને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં દર્દીઓની તકેદારી રાખવામાં આવી રહી છે. હાલ ભારતના કેટલાક રાજ્યોમાં મંકીપોક્સના કેસ જોવા મળી રહ્યા છે.

દર્દીઓની સંખ્યા 62 હજારને વટાવી ગઈ છે
વાસ્તવમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ મંકીપોક્સ વાયરસના ફેલાવાને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ રોગની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વિશ્વભરમાં તેનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 62 હજારને પાર કરી ગઈ છે. ઉપરાંત, મંકીપોક્સ ચેપી રોગ અત્યાર સુધીમાં 108 દેશોમાં ફેલાયો છે.

મંકીપોક્સના ત્રણ પેટા ક્લસ્ટર મળી આવતા આરોગ્ય વિભાગ વધુ સતર્ક
અભ્યાસ અહેવાલ મુજબ, મંકીપોક્સનું પ્રથમ પેટા ક્લસ્ટર N5Kerala અને N2 દિલ્હી (D2)માં જોવા મળ્યું છે. ભારતમાં જોવા મળતું ત્રીજું મંકીપોક્સ સબ-ક્લસ્ટર યુકે, યુએસ અને થાઈલેન્ડ કેટેગરીમાં છે. ભારતમાં મંકીપોક્સના ત્રણ પેટા ક્લસ્ટર મળી આવ્યા બાદ આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. જેથી આ ખતરનાક વાયરસના ફેલાવાને રોકી શકાય. આ સાથે સંક્રમિત લોકોને વહેલામાં વહેલી તકે શોધીને તેમને યોગ્ય સમયે સારવાર આપી શકાય છે.

મંકીપોક્સ ન્યુરો અને માનસિક સમસ્યાઓનું જોખમ વધારે છે: નવું સંશોધન 
અભ્યાસ રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. નિષ્ણાતો કહે છે કે ભારતમાં જોવા મળતા મંકીપોક્સ વાયરસના 90 થી 99 ટકા જીનોમ A.2 જૂથના હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ અનુસાર, જુલાઈ-ઓગસ્ટ 2022 વચ્ચેના સમયગાળા દરમિયાન, 18 રાજ્યોમાંથી મંકીપોક્સના 96 શંકાસ્પદ કેસો તપાસ માટે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પૂણેમાં મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 10 કેસ પોઝિટિવ મળી આવ્યા હતા. જેમાંથી 5 કેસ દિલ્હીના હતા. જેમાં 3 પુરૂષો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. કેરળમાંથી 5 કેસ હતા. દિલ્હીમાં મંકીપોક્સના દર્દીઓનો કોઈ આંતરરાષ્ટ્રીય પ્રવાસ ઇતિહાસ નથી. જ્યારે કેરળમાં જેઓ મંકીપોક્સ સાથે મળી આવ્યા હતા તેઓ યુએઈથી ભારત આવ્યા હતા.

To Top