SURAT

હત્યાના ગુનાના આરોપીએ કોર્ટ રૂમમાં જ હાથમાં બ્લેડ મારી દીધી

સુરત : હત્યાના એક ગુનામાં આરોપીને (accused) કોર્ટમાં (Cort) રજૂ કરાયા બાદ આરોપીએ કોર્ટરૂમમાં જ પોતાના હાથની (Heand) નશ (Pulce) કાપી નાંખી હતી અને બાદમાં તેને બચાવવા ગયેલા એક કોન્સ્ટેબલનું ગળુ કાપવાનો પ્રયાસ કરાયો હતો. જો કે, આ આરોપીએ કોર્ટમાં જ જજને વિનંતી કરીને પોતાને સજા આપી દેવા માટે કહ્યું હોવાની વિગતો મળી છે.
હત્યાના ગુનામાં પોલીસે એક આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો
કોર્ટરૂમમાંથી મળતી માહિતી પ્રમાણે આજે બપોરના સમયે હત્યાના ગુનામાં પોલીસે એક આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. આ ગુનામાં અગાઉ કેટલાક આરોપીઓની સામેની ટ્રાયલ પુરી થઇ હતી અને આરોપીઓને સજા પણ સંભળાવવામાં આવી હતી. ત્યારે હાલમાં પકડાયેલા આરોપીની સામે પોલીસે પુરવણી ચાર્જશીટ રજૂ કર્યું હતું. કોર્ટમાં સુનાવણી થઇ રહી હતી ત્યારે જ આરોપીએ અચાનક પોતાના ખિસ્સામાંથી બ્લેડ કાઢીને હાથની નશ કાપવા લાગ્યો હતો.

બુમો પાડીને આરોપીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો
આ જોઇને એક પોલીસ કોન્સ્ટેબલ ચોકી ઉઠ્યો હતો અને તેણે બુમો પાડીને આરોપીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પો.કો. આરોપી પાસે ગયો ત્યારે આરોપીએ પોલીસનું ગળુ કાપવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં આજુબાજુની કોર્ટમાંથી પણ જાપ્તા સાથે આવેલી પોલીસ દોડી આવી હતી અને આરોપીને પકડી પાડ્યો હતો. કોર્ટે આરોપીને બ્લેડનું પુછતા તેણે કહ્યું કે, હું જ્યારે બાથરૂમમાં ગયો હતો ત્યારે ત્યાં બ્લેડ પડી હતી. સાહેબ મારી ભુલ થઇ ગઇ છે અને મારી આગળ પાછળ કોઇ નથી. તમે મને સજા કરી દો. કહીને રડવા લાગ્યો હતો. કોર્ટે આરોપીની વાત સાંભળીને તાત્કાલિક અસરથી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હોવાની વિગતો મળી છે.

Most Popular

To Top