Top News

More Posts

   The Latest

Most Popular

કેરળ: જીવનમાં (Life) આમ તો ઉતાર ચઢાવ આવતા જ રહે છે પરંતુ કેટલીકવાર જીવનને સંપૂર્ણપણે બદલવામાં માત્ર એક મિનિટથી પણ ઓછો સમય લાગે છે. રાતો રાત કિસ્મત ચમકી ઉઠી આ વાત આમ તો આપણે સાંભળતા જ હોઈએ છે પરંતુ કેરળના રિક્ષા ડ્રાઈવર (Auto Driver) માટે આ વાત સાચી પડી છે. કેરળના એક રિક્ષા ચાલકે રાતોરાત 25 કરોડની બમ્પર લોટરી (Lottery) પોતાના નામે કરી છે. મળતી માહિતી મુજબ આ રિક્ષા ડ્રાઈવરે શનિવારના રોજ લોટરીની ટિકિટ ખરીદી હતી અને રવિવારની સવારના રોજ તો તેની કિસ્મત ચમકી ઉઠી હતી. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે તે શેફનું કામ કરવા માટે મલેશિયા જવાની તૈયારી કરી રહ્યો હતો.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે 25 કરોડની લોટરી લાગી તે ઓટો ડ્રાઇવરે 3 લાખ રૂપિયાની લોન માટેની અરજી કરી હતી જે એક દિવસ પહેલા જ મંજૂર કરવામાં આવી હતી. ડ્રાઈવરે જે એજન્સીમાંથી લોટરીની ટિકિટ ખરીદી હતી ત્યાં હાજર મીડિયાકર્મી પાસેથી જાણકારી મળી આવી છે કે તેણે ખરીદેલી પહેલી ટિકિટ તેને પસંદ ન હતી, તેથી તેણે બીજી ટિકિટ લીધી અને તેણે આ બમ્પર લોટરી પોતાના નામે કરી લીધી. મલેશિયા ટ્રાવેલ અને લોન અંગે ડ્રાઈવરે કહ્યું કે ‘બેંકે આજે લોન માટે ફોન કર્યો હતો, પછી મેં કહ્યું કે મને હવે લોનની જરૂર નથી અને હવે મારે મલેશિયા પણ નથી જવું.

મળતી માહિતી મુજબ આ રિક્ષા ડ્રાઈવર છેલ્લા 22 વર્ષથી લોટરીની ટિકિટ ખરીદે છે અને અત્યાર સુધી તેણે વધુમાં વધુ પાંચ હજાર રૂપિયા સુઘીની લોટરી જીતી હતી. તેણે કહ્યું, ‘મને જીતવાની આશા નહોતી, તેથી મેં ટીવી પર લોટરીનું પરિણામ પણ જોયું ન હતું. પણ જ્યારે મેં મારો ફોન જોયો તો મને ખબર પડી કે હું લોટરી જીતી ગયો છું. મને વિશ્વાસ ન આવ્યો અને મેં મારી પત્નીને બતાવ્યું. તેણે કહ્યું કે તે વિજેતા નંબરમાનો એક છે. વઘારામાં તેમણે જણાવ્યું કે આટલી તપાસ પછી પણ શંકા જતી હતી તેથી તેથી હુંએ લોટરી વેચનાર મહિલાને ટિકિટની તસવીર મોકલી હતી. તેણે પુષ્ટિ કરી કે તે વિજેતા નંબર તે છે. મળતી માહિતી મુજબ જીતેલા પૈસામાંથી ટેક્સ ચૂકવ્યા પછી, અનૂપને લગભગ 15 કરોડ રૂપિયા મળશે.

To Top