Dakshin Gujarat

દમણમાં ઓઇલની હેરાફેરીના પર્દાફાશ પછી વલસાડ નજીક હાઈવે પરથી..

વલસાડ : દમણ પોલીસે (Daman Police) ગેરકાયદે ઓઇલની (Oil) હેરાફેરીનો પર્દાફાશ કર્યા બાદ વલસાડ પોલીસે (Valsad Police) ગેરકાયદે રીતે થતા ડીઝલના વેચાણ પર દરોડો પાડ્યો હતો. જેમાં તેમણે વલસાડ નજીક હાઈવે પરથી એક વર્ના કારમાં રાખેલું 80 લીટર ડીઝલ અને તેની સાથે 3 આરોપીને પકડી પાડ્યા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ હાઇવે પર ડીઝલ ચોરીનું મસમોટું કૌભાંડ ચાલતું હોવાની માહિતી પોલીસને મળી હતી. જેમાં કેટલાક લોકો ચોરીનો કે અન્ય કોઈ રીતે મેળવેલું ડીઝલ સસ્તા ભાવે વેચતા હોવાનું જાણવા મળતા રૂરલ પીઆઇ પવારે પોતાના સ્ટાફ સાથે ને.હા.નં. 48 પર પારનેરા ગામની હદમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં તેમણે હાઈવે પર એક વરના કાર (નં GJ 05 CS 8828) નું ચેકિંગ કરી તેમાંથી એક કેરબામાં ભરેલું 80 લીટર ડીઝલ પકડી પાડ્યું હતું. આ કાર સાથે ઉભા રહેલા મિલન ખંડુ પટેલ (રહે. બીનવાડા), દિવ્યેશ ગણેશ પટેલ (રહે.વાંકલ) અને અજય વસંત પટેલ (રહે.વાંકલ)ને પકડી પોલીસે પૂછતાછ કરતા તેમની પાસે ડીઝલનું કોઈ બિલ મળ્યું ન હતું. ત્યારે ડીઝલના જથ્થો ચોરીની હોવાની શંકા સાથે પોલીસે કબજે કર્યો કરી આ ત્રણેયને પકડી તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી.

તાંતીથૈયામાં બે રિક્ષામાંથી 1.36 લાખથી વધુનો વિદેશી દારૂ મળી આવ્યો
પલસાણા: કડોદરા પોલીસે રવિવારે મોડી સાંજે તાંતીથૈયા ખાતેની એક સોસાયટીમાં રેડ કરી રહેણાક મકાનની બહાર ઊભેલી બે રિક્ષા અને મકાનમાંથી વિદેશી દારૂ સહિત 2.56 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે મોડી સાંજે કડોદરા પોલીસે તાંતીથૈયા ગામે રાજમંદિર રેસિડેન્સીના મકાન નં.259માં રેડ કરી હતી. આ રેડમાં પોલીસને મકાનની બહાર ઊભેલી બે ઓટો રિક્ષા GJ 05 AY 9538 અને GJ 05 XX 4612માંથી તેમજ 259 નંબરના મકાનમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 1872 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

ઘટના અંગે પોલીસે વધુ તપાસ કરતાં આ વિદેશી દારૂ મકાન નં.259માં રહેતા રાહુલ બારકુ મરાઠેએ બપોરમાં સમયે એક થ્રી વ્હીલ ટેમ્પોમાં લાવી આ બંને રિક્ષામાં તેમજ મકાનમાં સંતાડ્યો હતો અને આ વિદેશી દારૂ રિક્ષા મારફતે સુરત શહેરના લિંબાયતના ગણેશનગર-2 નહેર ખાતે રહેતા સંજય ઉર્ફે સંજુ દાઢી ભીમરાવ ગવાણેને મંગાવ્યો હોવાથી તેમને પહોંચાડવાના ફિરાકમાં હતા. આથી પોલીસે આ 1,36,800ની કિંમતનો દારૂ અને રિક્ષા મળી 2,56,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા રાહુલ બારકુ મરાઠે, સંજુ ઉર્ફે સંજુ દાઢી, ભીમરાવ ગવાણે થ્રી વ્હીલ ટેમ્પોનો ચાલક અને વિદેશી દારૂ મોકલનાર મળી કુલ 4 વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ પ્રોહિબિશનના એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top