SURAT

સુરતમાં ક્રિકેટ રમવાના ઝઘડામાં ચાર યુવકોને બેટના ફટકા માર્યા, વાહનોમાં તોડફોડ કરી

સુરત: (Surat) ભેસ્તાનમાં રવિવારે સાંજે ક્રિકેટ (Cricket) રમવાના મુદ્દે થયેલા ઝઘડામાં (Quarrel) ચાર યુવકો ઉપર ક્રિકેટની બેટ તેમજ લાકડાના ફટકાથી હુમલો કરવામાં આવ્યો હતો, આ ઉપરાંત વાહનોમાં (Vehicle) પણ તોડફોડ કરાઇ હતી. આ મામલે ડિંડોલી પોલીસમાં પાંચથી વધુ શખ્સો સામે ફરિયાદ કરવામાં આવતા પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભેસ્તાન આવાસમાં રહેતા અને મજુરીકામ કરતા કૌશિક રાજેશભાઈ રાઠોડ પોતાના મિત્રો સાથે રવિવારે રાત્રીના સમયે નજીકમાં જ આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમવા માટે ગયો હતો. આ દરમિયાન તેની ઇમરાન, સાહિલ, સિકંદર અને બીજા પાંચ ઇસમોની સાથે માથાકૂટ થઇ હતી. આ ઝઘડાની અદાવત રાખીને ઇમરાન સહિતના બીજા મિત્રો કૌશિકને ક્રિકેટના બેટ તેમજ લાટકાના ફડકા વડે માર મારવા લાગ્યા હતા. આ મારામારીમાં કૌશિકના મિત્રો નામે શૈલેષ રાઠોડ, વિજય ઠોડિયા અને રાજુ રાઠોડ વચ્ચે પડતા તેઓની ઉપર લાકડાના ફટકા વડે હુમલો કરાયો હતો. આ મામલે ડિંડોલી પોલીસમાં પાંચથી વધુ શખ્સો સામે ફરિયાદ કરવામાં આવતા પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વીએનએસજીયુના સેનેટ ચૂંટણીમાં થયેલા ઘર્ષણમાં પોલીસે એબીવીપીના 5 વિદ્યાર્થીઓની ધરપકડ કરી
સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બરની ચૂંટણીની મતગણતરી વખતે ગયા મહિને આપના સીવાયએસએસ (છાત્ર યુવા સંઘર્ષ સમિતી) નેતા ધર્મેશ ભંડેરી ઉપર થયેલા હુમલાનની ઘટનામાં ઉમરા પોલીસે એબીવીપીના નેતા સહિતના કાર્યકરોના ટોળા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે આ ઘટનામાં ગઈકાલે એબીવીપીના 5 વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી.

નર્મદ યુનિવર્સિટીના સેનેટ મેમ્બરની ચૂંટણી અંતર્ગત ગત 14 ઓગસ્ટે મતદાન થયું હતું. 16 ઓગસ્ટના રોજ યુનિવર્સિટી કેમ્પસમાં આ મતદાનની ગણતરી કરવામાં આવી હતી. કોઈ ઘટના ન બને તે માટે પહેલાથી પોલીસ બંદોબસ્ત તૈનાત હતો. પરંતુ મત ગણતરી અંતર્ગત એક પછી એક ફેકલ્ટીના જાહેર થઇ રહેલા પરિણામ અંતર્ગત એબીવીપી અને આપના નેતાઓ અને કાર્યકરો સામ સામે આવી ગયા હતા. બંને વચ્ચે છુટા હાથની મારામારી થઇ હતી. જેમાં આપના નેતા ધર્મેશ ભંડેરીને માથામાં તથા ગરદનના ભાગે મૂઢ ઇજાઓ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ ઘટનાના 36 કલાક બાદ ઉમરા પોલીસે એબીવીપી નેતા અને વિદ્યાર્તીઓ સામે ફરિયાદ નોંધી હતી. આ ઘટનામાં ઉમરા પોલીસે ગઈકાલે એબીવીપીના નેતા હીમાલયસિંહ સુરેંદ્રસિંહ ઝાલા (ઉ.વ.૨૫, રહે એ.બી.વી.પી કાર્યલયપારસી અગીયારીની બાજુમાં રુસ્તમપુરા), હીતેશ મીઠાભાઈ ગીલાતર (ઉ.વ.૨૬, રહે- રીવર પાર્ક વેડ રોડ), ભાવીનભાઈ મહેશચંદ્ર ટોપીવાલા (ઉ.વ ૨૮, ધંધો સામાજીક કાયકર્તા, રહે- નેમીનાથનગર મોડેલ ટાઉન પર્વત પાટીયા), વિકાસ શંકરભાઈ આહીર (ઉ.વ.૨૬, રહે- ખટોદરા કોલોની, ઉધના દરવાજા) તથા પ્રિયાંક મુકેશભાઈ શાહ (ઉ.વ.૨૪, રહે. સુભાષ નગર, સંગમબેંડની પાસે લીમ્બાયત) ની ધરપકડ કરી હતી.

Most Popular

To Top