Dakshin Gujarat

ગાંધીનગર જઇ રહેલા વીસીઇ કર્મચારીઓને ચીખલી પોલીસે ડિટેઇન કર્યા

ઘેજ: ચીખલી તાલુકા સેવા સદનમાં રેવન્યુના કર્મચારીઓ પડતર માંગણીઓના ઉકેલની માંગ સાથે માસ સીએલ (CL) પર જતા અરજદારોને ધક્કા ખાવાની નોબત આવી હતી. આ ઉપરાંત પોલીસે (Police) ગાંધીનગર (Gandhinagar) જઇ રહેલા વીસેક જેટલા વીસીઇ કર્મચારીઓને (Employees) ડીટેઇન (Detain) કર્યા હતા.

તાલુકા સેવા સદનમાં મામલતદાર અને પ્રાંત કચેરીમાં નાયબ મામલતદારો, રેવન્યુ તલાટીઓ, કારકૂન, પટાવાળા સહિતના નિયમિત અને આઉટ સોર્સિંગના પચાસથી વધુ કર્મચારીઓ સામૂહિક રીતે સીએલ પર જતા કચેરી સૂમસાન ભાસી રહી હતી અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારો અટવાઇ પડ્યા હતા. સેવા સદનમાં તમામ પ્રકારની કામગીરી બંધ રહેતા અરજદારોએ ધક્કા ખાવાની નોબત આવી હતી.]

આઉટસોર્સિંગ, કરાર આધારિત અને રોજમદાર કર્મચારીઓ સમાન કામ સમાન વેતન કાયમી કરવા તમામ પ્રકારના લાભ આપવા જે કર્મચારીઓ પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી કામગીરી કરી રહ્યા છે તેમને ઉચ્ચતર પગાર ધોરણના લાભો આપવામાં આવે, સરકાર દ્વારા એજન્સીઓને અંદાજીત 15000 સુધીનું ચુકવણું થાય છે પરંતુ એજન્સીઓ દ્વારા માત્ર 7000 થી 8000 રૂપિયા જ ચુકવે છે. આવા તમામ પ્રકારના પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવી છે.

વધુમાં રેવન્યુ કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા સાતમા પગાર પંચના તમામ ભથ્થાઓ એરિયર્સ સહિત ચુકવવા, પ્રથમ જિલ્લા ફેરબદલીનો કેમ્પ યોજી નવી નિમણૂંકો આપવામાં આવે, સર્કલ ઓફિસરોને હાલની મોંઘવારીને ધ્યાને લઇ પીટીએ વધારવામાં આવે, ફિક્સ પગાર બાબતે સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલી પીટીશન પરત ખેંચી ગુજરાત હાઇકોર્ટના ચુકાદા મુજબ મૂળ નિમણૂંકથી તમામ લાભો આપવા સહિતની માંગ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત બીસીઇ કર્મચારીઓ દ્વારા કોમન બેઝ ઇગ્રામ પોલીસી હટાવી ફિકસ વેતન (19500) સરકારી પગાર ધોરણ લાગુ કરવામાં આવે, સ્પીડ ધરાવતી ઇન્ટરનેટ કનેક્ટિવીટી પૂરી પાડવામાં આવે, સરકારી કર્મચારી જાહેર કરીને વર્ગ-3માં સમાવેશ કરવા સહિતની માંગ સાથે ગાંધીનગર દેખાવ કરવા જઇ રહેલા ચીખલી તાલુકાના વીસેક જેટલા કર્મચારીઓ પોલીસે કામરેજ ખાતે ડીટેઇન કરી ચીખલી પોલીસને કબજો અપાયો હતો.

Most Popular

To Top