Gujarat

ગુજરાતના 14,200 ગામડાઓમાં ભાજપ દ્વારા ‘નમો પંચાયત’ યોજાશે

ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણી (Election) નજીક આવી રહી છે ત્યારે હવે ભાજપની (BJP) નેતાગીરી દ્વારા ગુજરાતની (Gujarat) આશરે 143 વિધાનસભા બેઠક પર આશરે 14 હજાર 200 ગામડામાં નમો કિસાન પંચાયત થકી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ખેડૂત લક્ષી યોજના અને કાર્યો અંગે ઇ–બાઇક મારફતે ખેડૂતોને માહિતી અપાશે. આવતીકાલે તા.20 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના હસ્તે- ઇ બાઇકને ફલેગ ઓફ કરાવશે. કિસાન મોરચા દ્વારા પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી કિસાન પંચાયત કાર્યક્રમ યોજાનાર છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે ગુજરાતમાં : રાજકોટમાં સભા, મોરબીમાં રોડ શો
ગાંધીનગર : ગુજરાત ભાજપની નેતાગીરી દ્વારા હવે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા ગુજરાતમાં ૨૦મી સપ્ટે.ના રોજ એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. મંગળવારે તેઓ ગાંધીનગરમાં ભાજપ શાષિત રાજ્યોના મહાનગરોના મેયરોની રાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદઘાટન પણ કરશે. એક દિવસીય ગુજરાતની મુલાકાત દરમ્યાન નડ્ડા ગાંધીનગર ઉપરાત રાજકોટ તથા મોરબીની મુલાકાત લેશે. તા.૨૦મી સપ્ટે.ના રોજ સવારે ૯ વાગ્યે ગાંધીનગરમાં કોબા ખાતે નડ્ડા ઇ બાઇકને ફલેગ ઓફ કરાવશે. કિસાન મોરચા દ્વારા ગુજરાતની આશરે 143 વિધાનસભા બેઠક પર આશરે 12 જેટલા ઇ બાઇક માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલ વિવિધ કાર્યોની માહિતી ખેડૂતોને આપશે.

મહાનગરોમાં નાગરિક સુવિધાઓ સારી વિકસાવી શકાય તે માટે ગાંધીનગરમાં ભાજપ શાષિત રાજ્યોના મહાનગરોને ધ્યાને રાખીને આવતીકાલે સવારે ૧૦ વાગ્યે મેયર સમિટિનું આયોજન કરવામાં આવ્યું છે. મેયર સમિટમાં ભારતના જુદા-જુદા 18 રાજ્યોનાં આશરે 121 મેયર અને ડે.મેયરોઓ ઉપસ્થિત રહેશે. આ સમિટમાં દેશના પીએમ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરશે. તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને રાજ્યના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ સમીટમાં જુદા-જુદા રાજ્યોના મેયર અને ડે.મેયરો તેમનો અનુભવ અને શહેરી વિકાસ માટે કેવા પ્રયત્નો કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવનાર છે.

આવતીકાલે બપોરે ૨ વાગ્યે રાજકોટમાં જન પ્રતિનિધિ સભાને પણ જે.પી. નડ્ડા સંબોધન કરશે, તેમાં સી.આર. પાટીલ તથા સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ સંબોધન કરશે, જ્યારે સાંજે ૫ વાગ્યે મોરબીમાં રોડ શોમાં જોડાશે. રાત્રે ૮ વાગ્યે ગાંધીનગરમાં પરત આવીને સેન્ટ્રલ વીસ્ટામાં વીરાંજલિ કાર્યક્રમમાં હાજરી આપશે.

Most Popular

To Top